સનાતન પરંપરામાં ગણેશજી પ્રારંભના દેવતા છે. તે વિઘ્નને દૂર કરીને મંગલ કરનારા દેવતા છે. તેમની પૂજા દરમિયાન ઘણા પ્રકારના મંત્રોનું જાપ (Ganesh Chaturthi Mantra) કરવામાં આવે છે, જેનાથી ભક્તોની બધી જ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે. શ્રી ગણેશ તેમના ભક્તોના બધા સંકટ દૂર કરી લે છે અને જીવનમાં આવેલા તમામ વિઘ્નો દૂર કરે છે.
આથી ભગવાન ગણેશને વિઘ્નહર્તા કહેવામાં આવે છે. આ 11 મંત્રો (Ganesh Chaturthi Mantra)માંથી કોઈ પણ એક મંત્રથી જો તમે ગણેશજીની પૂજા કરશો તો તમને મનપસંદ વર મળશે.
- ઓમ એકદન્તાય વિહ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો બુદ્ધિ પ્રચોદયાત
- ઓમ ગ્લોમ ગૌરી પુત્ર, વક્રતુંડ, ગણપતિ ગુરુ ગણેશ.
ગ્લોમ ગણપતિ, ઋદ્ધિ પતિ, સિદ્ધિ પતિ. કરો દૂર ક્લેશ.
- ઓમ નમો ગણપતયે કુબેર યેકદ્રિકો ફટ્ સ્વાહા.
- દુર્વા અર્પિત કરતી વખતે ‘ઈદં દર્વાદલં ઓમ ગં ગણપતયે નમઃ’
- કોરા ચોખા ગણેશજીને ન ચઢાવો. ચોખાને થોડા ભીના કરીને ત્યારબાદ ‘ઈદં અક્ષતમ ઓમ ગં ગણપતયે નમઃ’ મંત્ર બોલતી વખતે ત્રણવાર ગણેશજીને ચોખા ચઢાવો.
- ગણેશજીને સિંદૂર ચઢાવતી વખતે મંત્ર બોલો,
- ‘સિન્દૂર શોભન રક્તં સૌભાગ્ય સુખવર્ધનમ. શુભદં કામદં ચૈવ સિન્દૂરં પ્રતિગૃહ્યતામ.. ઓમ ગણ ગણપતયે નમઃ’
- સુમુખશ્ચ એકદંતશ્ચ કપિલો ગજકર્ણકઃ
લમ્બોદરશ્ચ વિકટો વિઘ્નાશો વિનાયકઃ
ધુમ્રકેતુર ગણાધ્યક્ષો ભાલચન્દ્રો ગજાનનઃ
દ્ધાદશૈતાનિ નામાનિ ચઃ પઠેચશ્રૃણુયાદપિ…
- એકદંતાય વિહ્મહે, વક્રતુણ્ડાય ધીમહિ, તન્નો દંતી પ્રચોયાત
ગણેશ ચતુર્થી પર ભગવાન શ્રી ગણેશના પ્રભાવશાળી મંત્રોનો જાપ કરવાથી ભક્તોનું વૈવાહિક જીવન મંગલમય અને સુખમય બને છે. વિવાહ કાર્યોમાં આવનારી અડચણો દૂર કરવા માટે ત્રૈલોક્ય મોહન ગણેશ મંત્રનું જાપ કરવુ જોઈએ. આ મંત્રનું જાપ કરવાથી યોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ પણ થાય છે.
- ‘ઓમ વક્રતુણ્ડૈક દ્રષ્ટ્રાય ક્લીં હીં શ્રી ગણ ગણપતેય વર સરદ સર્વજનં મે વશમાનય સ્વાહા’
- શક્તિવિનાયક મંત્ર
ઓમ હ્મી ગ્રીમ હ્મી
- ગણેશ મૂળ મંત્ર
ઓમ શ્રી હ્મીં ક્લેં ગ્લોમ ગણ ગણપતયે વર સરદ સર્વજન જનમય વાશમનયે સ્વાહા તત્પુરુષાય વિહ્મહે વક્રતુણ્ડાય ધિમહિ તન્નો દંતિ પ્રચોદયાત ઓમ શાંતિ શાંતિ શાંતિઃ
આ પણ વાંચોઃ– Ganesh Chaturthi Mahurat માં સ્થાપના કરતી વખતે આ મંત્રોચ્ચાર કરવા…
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt