Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / August 12.
Homeભક્તિGanesh Mahotsav દરમિયાન જય મકવાણા સાત વર્ષથી શ્રીજીનું વિસર્જન કરતા નથી

Ganesh Mahotsav દરમિયાન જય મકવાણા સાત વર્ષથી શ્રીજીનું વિસર્જન કરતા નથી

Ganesh Mahotsav
Share Now

આજથી 129 વર્ષ પહેલા એટલે કે 1893માં લોક માન્ય તિળકે ગણેશોત્સવની સાર્વજનિક ઉજવણી કરવાનું નક્કી કર્યું હતુ. પર્યાવરણને નુકસાન કર્યાં વગર તથા મૂર્તિકારોને રોજગારી મળી રહે તે માટે ગણેશમહોત્સવ (Ganesh Mahotsav) ઉજવણી આજે પણ નિતિ નિયમ મુજબ જળવાઈ રહી છે.

આ તમામ નિયમોનું પાલન છેલ્લા બે વર્ષથી વધારે સારી રીતે કરવામાં આવે છે. કારણ કે, કોરોના મહામારીના લીધે કોરોનાની ગાઈડલાઈનનું પણ પાલન કરવામાં આવે છે. પ્રત્યેક શહેરોમાં જુદી-જુદી જગ્યાએ મંડળો, મંદિરો અને શ્રીજી ભક્તો દ્વારા ગણપતિનું સ્વાગત હોંશભેર કરવામાં આવ્યુંં છે.

Ganesh Mahotsav દરમિયાન ગણપતિની સ્થાપના

વડોદરા શહેરના નિઝામપુરા ખાતે રહેતા એમ.એસ.યુનિવર્સિટીના વિદ્યાર્થી જય મકવાણા એક અલગ જ રીતે શ્રીજીનું સ્વાગત કરે છે. તેઓ શ્રીજીની ભક્તિમાં એવા લીન છે કે, તેઓ પ્રત્યેક નિયમોનું પાલન કરીને જ ગણપતિની સ્થાપના કરે છે. તે કંઈક યૂનિક નિયમ સાથે ગણપતિની સ્થાપના કરે છે. તે છેલ્લા 7 વર્ષથી ગણપતિની સ્થાપના કરે છે પણ તેમનું વિસર્જન કરતા નથી.

ગણપિતજીએ દગડુશેઠને સ્વપ્નમાં આુપ્યા દર્શન

શ્રીજી ભક્ત જય મકવાણા જણાવે છે કે, લોકમાન્ય તિલકે જ્યારે ગણેશમહોત્સવ (Ganesh Mahotsav) ની શરૂઆત કરી હતી ત્યારે પૂણેમાં 5થી 6 મંડળો હતાં. જેમાંથી એક દગડુશેઠ હલવાઈના ગણપતિનું પણ મંડળ હતુ. દગડુશેઠને એક સ્વપ્ન આવ્યું હતુ. તે સ્વપ્નમા જે ગણેશજીનું સ્વરૂપ દેખાયુ હતુ. તેવી જ આબેહૂબ માટીમાંથી ગણપતિની મૂર્તિ બનાવડાવી હતી.

Ganesh Mahotsav

IMAGE CREDIT: GOOGLE

જે આજે ‘શ્રીમંત શ્રીદગડુશેઠ હલવાઈ’ના નામથી પ્રખ્યાત છે. અમુક પરિબળોને આધારે 129 વર્ષમાં માત્ર એક જ વાર તે મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતુ. જોકે, વિસર્જન બાદ તે જ માટીમાંથી તે જ સ્વરૂપના ગણપતિ ફરી બનાવવામાં આવ્યા હતા.

અહીં દર વર્ષે સાર્વજનિક મહોત્સવ દરમિયાન મંગલ મૂર્તિ એટલે કે નાની સ્થાપના મૂર્તિની શાસ્ત્રોક્ત રીતે સ્થાપના કરવામાં આવે છે. જેનું જ વિસર્જન કરવામાં આવે છે. જ્યારે મોટી મુખ્ય મૂર્તિનું પુનઃ મંદિરમાં સ્થાપના કરીને પૂજા-પાઠ કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ- Radha Ashtami પર પતિ-દીકરાની દીર્ઘ આયુ માટે મહિલાઓ વ્રત રાખે છે

જયને ગણપતિનું વિસર્જન કરવું ગમતુ નથી

વધુમાં જય જણાવે છે કે, આ બાબતથી હું ઘણો પ્રેરિત થયો છું. આપણે Ganesh Mahotsav દરમિયાન બાપ્પાને એકદમ ધૂમધામથી, વાજતે, ગાજતે તેમની ઘરે પધરામણી કરાવીએ. એટલા જ હર્ષોલ્લાસથી તેમના સેવા-પૂજા કરીએ. અને 10 દિવસ બાદ તેમનું વિસર્જન કરી દઈએ. તે કેટલું વ્યાજબી ગણાય!

Ganesh Mahotsav

JAY MAKWANA

આથી મને પણ બાપ્પાનું વિસર્જન કરવું ગમતુ નથી. પણ જે વસ્તુનુ સર્જન થાય છે તે વસ્તુનું વિસર્જન પણ નિશ્ચિત જ હોય છે. આથી વિસર્જન કરવુ પણ જરૂરી છે. હું છેલ્લા 7 વર્ષથી બાપ્પાની મુખ્ય મૂર્તિનું વિસર્જન કરતો નથી.

સ્થાપના માટે એક ફૂટની કોઈપણ પ્રકારના કલર વગરની બાપ્પાની માટીની મૂર્તિ લાવુ છુ. તેનું 10માં દિવસે વિસર્જન કરુ છું. તે ઉપરાંત છેલ્લા 7 વર્ષથી શહેરના વિવિધ મંડળ અને સ્કૂલોમાં ગણેશપુરાણની ગણેશ કથા વિનામૂલ્યે ગાવા જાઉં છું.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment