”વક્રતુંડ મહાકાય સુર્યકોટી સમપ્રભઃ નિવિઘ્નં કુરૂ મૈ દેવ સર્વકાર્યેષુ સર્વદા”
સ્વયંભૂ પ્રગટેલા એકદંત ગણેશનું પૌરાણિક જગપ્રસિદ્ધ મંદિર અમદાવાદના કોઠ ગામમાં આવેલુ છે, ધોળકા તાલુકાના કોઠ ગામમાં આવેલું વિધ્નહર્તા ગણેશજીનું અનોખું મંદિર… જ્યાં સ્વયં ગણેશ ભગવાન પ્રગટ થયા હોવાથી આ સ્થળ આજે ગણપતિપુરા, ગણેશપુરા જેવા નામોથી પ્રખ્યાત થયુ….
OTT India
આ મંદિરની વિશેષતા દર્શાવે છે મંદિરમાં બિરાજમાન ભુપતિની મુર્તિ, મંદિરમાં વિધ્નહર્તા ગણપતિ મહારાજની સૂંઢ ડાબી બાજુ જોવા મળતી હોય છે, પણ અહીં ભગવાનની સૂંઢ જમણી બાજુ એ છે. વિધ્નેશ્વર ભક્તોને પોતાના દિવ્ય સ્વરૂપના દર્શન આપે છે.
ખોદકામ સમયે પ્રગટ થઈ ગણપતિ દાદાની મૂર્તિ
આ ભવ્ય મંદિર કલા કોતરણીનો ઉત્તમ નમુનો છે, ગણપતિપુરાના આ પ્રાચીન મંદિરનો ઈતિહાસ પણ તેવો જ રસપ્રદ છે…. લોકવાયકા મુજબ વિક્રમ સંવત 933 ની કથા છે, જે મુજબ અષાઢ વદ-4ને રવિવારના રોજ હાથેલમાંની જમીનના કેરડાના જાળાના ખોદકામ સમયે પ્રગટ થઈ ગણપતિ દાદાની મૂર્તિ.
Ott India
ગણપતિજીની મુર્તિ લઈ જવા માટે કોઠ, રોજકા અને વણકૂટા ગામના આગેવાનોમાં વિવાદ થયો,આ વિવાદ બાદ મુર્તિને ગાડામાં મુકવામાં આવી, ગાડામાં વિધ્નહર્તાને બેસાડતા જ થયો ચમત્કાર .. ગાડું બળદ વગર ચાલવા લાગ્યું…આપમેળે ચાલતું ગાડું ટેકરે જઈને ઊભું રહ્યું, ચમત્કાર પર ચમત્કાર થતા લોકોએ જોયા, મૂર્તિ આપમેળે ગાડામાંથી નીચે ઉતરી…બસ ત્યારથી આ સ્થળનું નામ પડ્યુ ગણેશપુરા …
ગણેશજીનો ચમત્કાર બાદ, લોકોમાં આ વાત અગરબત્તની સુવાસની જેમ ફેલાઇ ગઇ, વિધ્નહર્તાના દર્શન કરવા ભક્તો દુર દુર થી આવવા લાગ્યા. શ્રદ્ધાળુઓની ભીડ મંદિરમાં લાગતી ગઈ… અને ગણેશપુરાનું મંદિર બની ગયુ વિશ્વવિખ્યાત…
ॐ એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતિ: પ્રચોદયાત્
મંદિર પરિસરનો રજવાડી પ્રવેશદ્વાર… મંદિરની કોતરણી છે અનુપમ.. વિશાળ પરિસરની આહલાદક શાંતિમાં ભક્તો કરે છે પરમ શાંતિનો અનુભવ…. વિધ્નહર્તાના વિરાટ સ્વરૂપના દર્શન કરી ભક્તો અનુભવે છે ધન્યતા.. લંબોદરને સજાવેલા શણગાર છે મનમોહક..
ગણેશજીનાં વાહન મુષકની પણ રમ્ય પ્રતિમા છે. માથે મુગટ અને પગમાં મોજડી પહેરેલા આદિદેવના દર્શન કરવા દર ચોથના દિવસે ભક્તોનું ઘોડાપુર અહીં ઉમટે છે. વિધ્નહર્તાના શરણે આવતા તમામના દુખ દુર થઇ જાય છે..
વિધ્નેશ્વર ભક્તોને પોતાના દિવ્ય સ્વરૂપના દર્શન
અહીંની માન્યતા મુજબ, શ્રદ્ધાળુ પુરી શ્રદ્ધાથી ઘઉંનો ઉંધો સાથિયો દોરીને માનતા માને તો, માનતા અચુક પુર્ણ થાય છે..મનની મુરાદ પૂર્ણ થતાં ભક્તો દાદાના શરણે આવીને સીધો સાથિયો દોરે છે.. ભગવાન ગણેશજી દેવોના દેવ મહાદેવના પુત્ર હોવાથી મંદિરમાં ઓમકારેશ્વર મહાદેવનું પણ મંદિર છે… ભગવાન ગણેશજીના પ્રિય લાંડુ તેમને પ્રસાદમાં ચઢાવવામાં આવે છે,
કહેવાય છે કે, કોઇ પણ શુભ કાર્યની શરુઆત વિધ્નહર્તા ગણેશજીનું નામ લઇને કરો તો તે કામ અચુક સફળ થાય છે ગણ ગણપતેય નમ: નો જાપ કરનાર ક્યારેય દુખી થતો નથી… તો તમે પણ આવો સ્વયંભૂ પ્રગટેલા ગણપતિ બાપ્પાના દર્શને અને થઈ જાઓ પાવન….ગણપતિ બાપ્પા મોરિયા…
આ પણ વાંચો: ગુજરાતનું એક એવુ મંદિર જ્યાં વિવિધ દેશોના ‘બાપ્પા’ ના દર્શનનો મળે છે લાભ
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4