Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeન્યૂઝદિલ્હીની રોહિણી કોર્ટમાં ગેંગવોર, મોસ્ટ વોન્ટેડ આરોપી સહિત 3 ના મોત

દિલ્હીની રોહિણી કોર્ટમાં ગેંગવોર, મોસ્ટ વોન્ટેડ આરોપી સહિત 3 ના મોત

Rohini Court
Share Now

દેશની રાજધાની દિલ્હી (Delhi)ની રોહિણી કોર્ટ (Rohini Court)માં ગેંગવોર થયો છે. આજે શુક્રવારે અહીં મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર જિતેન્દ્ર ઉર્ફે ગોગીને ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. ત્યારબાદ કોર્ટ પટાંગણમાં ફાયરિંગ થયુ અને હુમલાખોરને પણ ઠાર મારવામાં આવ્યા છે.

રોહિણી કોર્ટ (Rohini Court) ફાયરિંગમાં 3 લોકો ઠાર

દિલ્હી રોહિણી કોર્ટ (Delhi Rohini Court)માં થયેલા શૂટઆઉટમાં અત્યાર સુધીમાં 3 લોકોના મોત નિપજ્યા છે. જેમાંથી એક જીતેન્દ્ર છે, જ્યારે બે હુમલાખોર છે. જોકે આ બંને હુમલાખોર જીતેન્દ્ર પર હુમલો કરવા આવ્યા હતા.

આ પણ વાંચો: ધનબાદ જજ મૃત્યુ કેસ: CBI એ હાઇકોર્ટને કહ્યું- ઓટો ડ્રાઇવરે ઇરાદાપૂર્વક ટક્કર મારી

વકીલ બનીને આવ્યા હતા હુમલાખોર

દિલ્હી પોલીસના જણાવ્યાં અનુસાર બે હુમલાખોર વકીલ (Advocate)બનીને કોર્ટ પટાંગણમાં પહોંચ્યા હતા જેને ગેંગસ્ટર જીતેન્દ્ર પર ગોળી ચલાવી હતી. સ્પેશિયલ સેલની ટીમ જીતેન્દ્રને કોર્ટ રૂમમાં લઇ ગઇ હતી, જ્યાં આ ઘટના બની હતી.

મળતી માહિતી મુજબ દિલ્હીની ટિલ્લૂ ગેંગે જીતેન્દ્રની હત્યા કરી છે. જે બે હુમલાખોરો ઠાર માર્યા ગયા છે, તેમાંથી એક રાહુલ છે જેના પર 50 હજારનું ઇનામ છે. જ્યારે એક અન્ય ટીખર છે.

બે વર્ષ પહેલા પકડાયો હતો જીતેન્દ્ર

જીતેન્દ્રને બે વર્ષ પહેલા જ સ્પેશિયલ સેલે (Special Cell)ગુરૂગ્રામ વિસ્તારમાંથી પકડી પાડ્યો હતો. દિલ્હી પોલિસની સ્પેશિયલ સેલના જણાવ્યાં અનુસાર જીતેન્દ્ર ગોગીએ ગુના દ્વારા ઘણી મિલ્કત એકઠી કરી હતી. જીતેન્દ્ર ગોગીના નેટવર્કમાં 50 થી વધારે લોકો સામેલ છે.

ઉલ્લેખનિય છે કે જીતેન્દ્ર ગોગીની વર્ષ 2020 માં ગુરૂગ્રામમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ગોગીની સાથે કુલદીપ ફજ્જાને પણ પકડી પાડ્યો હતો. કુલદીપ ફજ્જા બાદમાં 25 માર્ચના રોજ કસ્ટડીમાંથી ફરાર થઇ ગયો હતો. ફજ્જા જીટીબી હોસ્પિટલ (GTB Hospital)માંથી ફરાર થયો હતો. ત્યારબાદ તેનુ એન્કાઉન્ટર કરવામાં આવ્યુ હતુ.

CEOની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યુ સમજો સમગ્ર ઘટના વીડિયો દ્વારા

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment