Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeએન્ટરટેઈન્મેન્ટGaurav Dixit NCBને પોતાના ઘરે જોઈને ફ્લેટના નીચેેથી જ ભાગી ગયો…

Gaurav Dixit NCBને પોતાના ઘરે જોઈને ફ્લેટના નીચેેથી જ ભાગી ગયો…

Gaurav Dixit
Share Now

છેલ્લા કેટલાક સમયથી સુશાંત સિંહ રાજપૂતના (Sushant Singh Rajput)કેસ ના મામલે (NCB) એ ઘણાં બધા એક્ટર્સના ઘરે દરોડ કર્યા  હતા. તથા તેમની ધરપકડ પણ કરી હતી. એવામાં મોટા મોટા સેલિબ્રિટીઓના નામ પણ સામેલ થઈ ગયા છે. હવે એઝાઝ ખાન (Ajaz Khan)તથા ટીવી સીરીયલનો અભિનેતા ગૌરવ દીક્ષિત(Gaurav Dixit) આ કેસમાં મામલે તેની ધરપકડ થઈ છે. NCBની ટીમે ગૌરવ દીક્ષિતના ઘરે રેડ કરી હતી. આ રેડ દરમિયાન તેના ઘરમાંથી એમડી એમડીએમએ અને ચરસ મળ્યા હતા. ગૌરવ દીક્ષિત રેડ વખતે NCBને ઘરે જોઈને જ ફ્લેટના નીચેથી જ ભાગી ગયો હતો.

નાના પડદાના એક્ટર ગૌરવ દીક્ષિત પર ડ્રગ્સ લેવાનો આરોપ લાગ્યો છે. જેમાં નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ તેની ધરપકડ કરી છે. ગૌરવના ઘરેથી ‘એમડી’ અને ‘ચરસ’ જેવા ડ્રગ્સ મળ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. ANI અનુસાર, એઝાઝ ખાનને જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે ગૌરવનું નામ લીધુ હતુ. એઝાઝ ખાનના નિવેદન પર આ ધરપકડ કરવામાં આવી.

Gaurav Dixit

IMAGE CREDIT: MID DAY

NCBને ઘરે જોઈને નીચેથી જ ભાગી ગયો Gaurav Dixit

  • ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે, NCBની ટીમે આ વર્ષે એપ્રિલમાં જ ગૌરવ (Gaurav Dixit) ના ઘરે રેડ પાડી હતી. રેડ દરમિયાન ગૌરવના ઘરેથી એમડી, એમડીએમએ અને ચરસ જપ્ત કરવામાં આવ્યા હતા. રેડ દરમિયાન ગૌરવ ઘરે હાજર નહોતો, NCBને ફ્લેટ પર જોઈને નીચેથી જ ભાગી ગયો હતો. એક અન્ય રિપોર્ટ અનુસાર, NCB અધિકારીએ જણાવ્યું છે કે, અભિનેતાને કોર્ટમાં હાજર કરવાની માંગણી કરવામાં આવશે.
  • ઉલ્લેખનિય છે કે, ગૌરવ ભોપલનો રહેવાસી છે અને તેણે પાવર ઈલેક્ટ્રિકલમાં એન્જીનિયરિંગની ડિગ્રી હાંસલ કરી છે. ત્યારબાદ તેને મોડલિંગનો શોખ જાગ્યો અને મોડલિંગ શરૂ કરી અને અભિનેતા બની ગયો. ગૌરવની ધરપકડ એઝાઝ ખાનના કારણે થઈ છે.

કરીઅરની થઈ આ રીતે શરૂઆત

ગૌરવ ફિલ્મો, ટીવી સીરીયલ અને જાહેરતમાં એક્ટિંગ કરતા જોવા મળી ચૂક્યો છે. IMDB પ્રમાણે, ગૌરવે ‘હેપ્પી ભાગ જાયેગી’, ‘હેપ્પી ફિર ભાગ જાયેગી’, ‘દહેકઃ એ રેસ્ટલેસ માઈન્ડ’, ‘ધ મેજિક ઓફ સિનેમા’, ‘ગંગા કે પાર સૈયાં હમાર’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. ‘સીતા ઓર ગીતા’ સીરિયલમાં પણ તે જોવા મળી ચૂક્યો છે.

ગૌરવ વિશે જણાવવામાં આવી રહ્યું છે કે, તેણે ફિલ્મોમાં કામ કરવા માટે ઘણુ સંધર્ષ કર્યું છે. શરૂઆતમાં જ્યારે ગૌરવની કરિઅર સારી નહોતી ચાલી રહી ત્યારે તે 2-3 વાર તેના ઘરે પાછો ફર્યો હતો. પણ ત્યારે તેના પરિવારે તેને સંપૂર્ણ સંપોર્ટ કર્યો, પરિવારના કહેવા પર જ તે મુંબઈ પાછો ફર્યો અને તેણે તેનું કામ શરૂ કર્યું અને એક સારો ટીવી સ્ટાર બન્યો.

નોંધનિય છે કે, હવે તેના વિશે આ બધી ચર્ચાઓ ચાલી રહી છે. NCBના દરોડના કારણે તેની કરિઅર પર ગ્રહણ તો લાગી જ ગયુ છે એવામાં ડ્રગ્સના મામલે ફસાવવાના લીધે તેને આગળ પણ ઘણી મુશ્કેલીઓન સામનો કરવો પડી શકે છે.

આ પણ વાંચો:- વિવાદ: શા માટે થઈ અભિનેત્રી પાયલ રોહતગીની ધરપકડ?

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment