નવી દિલ્હી : ભારતની સૌથી મોટી ફૂડ એગ્રીગેટર કંપની ઝોમેટના સ્થાપક અને આઈપીઓ સમયે સૌથી મહત્વની ભૂમિકા ભજવનાર ગૌરવ ગુપ્તાએ એકાએક કંપનીમાં તમામ પદેથી રાજીનામું(Gaurav Gupta Resign) આપીને સૌને ચોંકાવી દીધા છે. ગૌરવ ગુપ્તાનું આ રાજીનામું ગઈકાલની ઝોમેટોની ગ્રોસરી ડિલિવરી સેવા બંધ કરવાના નિર્ણય સાથે પણ જોડવામાં આવી રહ્યું છે.
Gaurav Gupta Resign
એક અગ્રણી ન્યૂઝચેનલના અહેવાલ અનુસાર ઝોમેટો (Zomato)ના સ્થાપક અને વર્તમાન ટોચના અધિકારીએ પોતાના પદેથી રાજીનામું આપ્યું છે.
2015માં ઝોમેટો સાથે જોડાયેલા ગુપ્તાને 2018માં ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે અને 2019માં ફાઉન્ડર તરીકે સ્થાન અપાયું હતું. ગુપ્તાએ ઝોમેટોના આઈપીઓ માટે કરેલ કામગીરી અને મીડિયા, રોકાણકારો તથા અન્ય પક્ષકારો સાથે કરેલ ચર્ચામાં અગ્રણી રહીને કંપનીનો મહત્વનો ચહેરો બન્યાં હતા.
રવિવારે ઝોમેટોએ કરિયાણાની એક્સપ્રેસે ડિલિવરી સેવા (Grocery Express Delivery Service) અને સોમવારે ન્યુટ્રાસ્યુટિકલ બિઝનેસમાંથી બહાર નીકળ્યાના બીજા જ દિવસે આ રાજીનામું સૂચક મનાઈ રહ્યું છે.
ન્યુટ્રાસ્યુટિકલ કારોબારના કર્તાહર્તા હતા ગુપ્તા
કરિયાણાની ડિલિવરી સર્વિસ બંધ કર્યા પછી ઝોમેટોએ ન્યુટ્રાસ્યુટિકલ કારોબારને પર નીતિગત નિર્ણયોને પગલે બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. ઝોમેટોએ ગયા વર્ષે હેલ્થ અને ફિટનેસ પ્રોડક્ટની શરૂઆત સાથે ન્યુટ્રાસ્યુટિકલ બિઝનેસમાં ઝંપલાવ્યું હતું. કંપનીએ એવા સમયે બંધ કરવાનો નિર્ણય લીધો છે જ્યારે સરકાર દેશમાં માર્કેટપ્લેસ બિઝનેસ માટે ખાનગી લેબલના ધોરણોને કડક કરવાનો પ્રયાસ કરી રહી છે.
ન્યુટ્રાસ્યુટિકલ્સને ખોરાક સંબંધિત કોઈપણ ઉત્પાદન તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, જે તબીબી અથવા આરોગ્ય લાભો પૂરા પાડે છે. આ ખોરાકથી લઈને પીણાં સુધી અથવા લાંબી માંદગીના રોગોની રોકથામ અથવા ઉપચારના દાવા સાથે ગોળીઓથી લઈને લિક્વિડ સુધીનો હોઈ શકે છે.
કોરોના મહામારી દરમિયાન પોતના સ્વાસ્થ્યની ચિંતાને ધ્યાને રાખીને ભારતીયોર તંદુરસ્ત ખોરાક અપનાવ્યો છે અને આ પ્રકારના હેલ્થ વેલનેસ પ્રોડકટનો વપરાશ વધાર્યો છે.
આ સેગમેન્ટમાં મોટી તકને ટાંકીને ઝોમેટોએ આ ક્ષેત્રે ડૂબકી લગાવી હતી અને પાંચ વર્ષ માટે આ વિભાગના વડા તરીકે ગૌરવ ગુપ્તા, ચીફ ઓપરેટિંગ ઓફિસરનું નામ આપ્યું હતું.
ગુપ્તાએ ગયા વર્ષે કહ્યું હતું કે, “આ બિઝનેસ ભવિષ્યમાં ઝોમેટો માટે મોટું મૂલ્ય ડ્રાઈવર બની શકે છે. હવે ગઈકાલે કંપનીના કારોબાર બંધ કરવાના નિર્ણય અને ગુપ્તાના રાજીનામાંને એક સાથે સાંકળવામાં આવી રહ્યાં છે.
ઝોમેટો IPO
ગત મહિને લિસ્ટેડ થયેલી ઝોમેટોએ 30 જૂન, 2021ના રોજ પૂરા થયેલા ત્રિમાસિકગાળામાં રૂ. 356 કરોડની ચોખ્ખી ખોટ નોંધાવી હતી, જે અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળા દરમિયાન 99.8 કરોડ રૂપિયા હતી.
સમીક્ષા હેઠળના ત્રિમાસિક ગાળામાં કંપનીની કુલ આવક 916 કરોડ રૂપિયા હતી. એક વર્ષ અગાઉના સમયગાળામાં કોરોનાકાળમાં કારોબાર બંધ રહેતા નોંધાયેલા રૂ. 283.5 કરોડની આવકની સામે આ મસમોટો ઉછાળો હતો.
આ પણ વાંચો : 6 ઈંચનો એક જીવ જે મોહમ્મદ અલી અને ટાઈસનને પણ કરી શકે છે એક પંચમાં નોક-આઉટ
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4