બોલિવૂડ એક્ટર શાહરુખ ખાનની લવિંગ વાઈફ ગૌરી ખાન (Gauri Khan) આજે તેનો 51મો જન્મદિવસ મનાવી રહી છે. 8 ઓક્ટોબર 1970એ તેનો જન્મ થયો હતો. ગૌરી ખાન ભલે એક્ટિંગની દુનિયાથી દૂર રહી હોય, પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેની ગણતરી એક દમદાર વ્યક્તિત્વ તરીકે થાય છે. તાજેતરમાં ડ્રગ્સ કેસમાં તેના દીકરા આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી છે. હાલ આર્યનના કેસની સુનાવણી થઈ રહી છે. હજુ તેને જામીન મળ્યા નથી આથી ગૌરી ખાન ઘણી ચિંતિત છે.
Gauri Khan 51st Birthday
ગૌરીના 51માં જન્મદિવસના અવસર પર આ ઘણા ખરાબ સમાચાર છે કે, તેનો લાડકવાયો દીકરો આર્યન અત્યારે પોલીસ કસ્ટડીમાં છે. તેને એનસીબીએ ડ્રગ્સના કેસમાં ધરપકડ કરી છે. તેને હજુ જામીન મળ્યા નથી. આથી શાહરુખ ખાનના ઘર (મન્નત)માં નિરાશા છવાયેલી છે. આજે ગૌરી ખાનના જન્મદિવસ નિમિતે જાણીશુ તેની લાઈફની કેટલીક અનસ્ટ્રિમ્ડ વાતચીત….
ગૌરી મિસ્ટર ખાનની વાઈફ હોવા ઉપરાંત ફિલ્મ પ્રોડ્યૂસર, ઈન્ટિરિયર ડિઝાઈનર, કોસ્ચ્યૂમ ડિઝાઈનર અને સોશિયલ વર્કર પણ છે. ગૌરી ફિલ્મ પ્રોડક્શન તથા ડિસ્ટ્રીબ્યૂટર કંપની ‘રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ’ની કો-ફાઉન્ડર છે. તેણે તેની ફિલ્મ ‘મેં હૂં ના’ 2004માં પ્રોડ્યૂસ કરી હતી. ઈન્ટિરિયર ડિઝાઈનર તરીકેની શરૂઆત ગૌરીએ 2012માં કરી હતી.
બી-ટાઉનમાં શાહરુખ-ગૌરીની બેસ્ટ જોડીઓમાં ગણના થાય છે. શું તમને ખબર છે કે, શાહરુખની સાથે લગ્ન કરવા માટે ગૌરીએ ઘણી મહેનત કરવી પડી હતી. કેમકે ગૌરી હિન્દૂ છે અને શાહરુખ મુસ્લિમ. 1991માં શાહરુખ સાથે લગ્ન કર્યા પહેલા ગૌરી તેની અટક છિબ્બર લખતી હતી, જે લગ્ન બાદ બદલાઈ ગઈ.
Shahrukh met Gauri Khan
1984માં શાહરુખ ખાનની પ્રથમ મુલાકાત એક પાર્ટીમાં થઈ હતી. જ્યાં શાહરુખ ખાન ગૌરીને જોતા જ પહેલી નજરમાં પોતાનું દિલ હારી ગયા. ઘણા વર્ષોના અફેર બાદ બંને પોતાના પ્રેમ વિશે પરિવારના સભ્યોને જણાવ્યું, ત્યારે પરિવારના સભ્યોએ ના પાડી દીધી. જોકે, તેમના પ્રેમની સામે પરિવારના સભ્યો એ જૂકવુ પડ્યુ.
મીડિયા રિપોર્ટ અનુસાર, શાહરુખ શરુઆતમાં ગૌરીને (Gauri Khan) લઈને ઘણો પઝેશિવ હતો. તેને ગૌરીનું અન્ય સાથે વાત કરવુ નહોતુ ગમતુ. તે નાની નાની વાતમાં ગૌરી જોડે ઝઘડો કરવા લાગતો હતો. ગૌરી આ બધી જ બાબતથી ઘણી પરેશાન હતી તે શાહરુખ સાથે બ્રેકઅપ કરીને મુંબઈ જતી રહી હતી. શાહરુખને જેવી ખબર પડી તો તે સીધો મુંબઈ પહોંચી ગયો હતો.
આ પણ વાંચોઃ- NCB ના અધિકારી સમીર વાનખેડે વિશે જાણો.. જેમણે શાહરુખ ખાનના દીકરાની કરી ધરપકડ
Shahrukh And Gauri Break up
નોંધનિય છે કે, શાહરુખે મુંબઈ આવીને ગૌરીની શોધ શરૂ કરી દીધી હતી. જ્યારે ગૌરી અને શાહરુખ મળ્યા ત્યારે બંને રડવા લાગ્યા અને લગ્ન કરવાનો નિર્ણય લઈ લીધો. આજે બંને ઘણા ખુશ છે. આજે આ કપલ ત્રણ બાળકોના (આર્યન, સુહાના અને અબરામ) માતા પિતા છે. ગૌરી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
તે તેના અપકમિંગ પ્રોજેક્ટથી લઈને તેની ફેમિલી, બાળકો અને હસબન્ડ સાથે સંકળાયેલી તમામ અપડેટ સોશિયલ મીડિયા પર શેર કરે છે. જોકે, ડ્રગ્સ કેસમાં ફસાયેલા દીકરા આર્યનના લીધે તેણે સોશિયલ અપીરિયન્સથી અંતર રાખી લીધુ છે.
શાહરુખ અને ગૌરીની લાઈફમાં ભલે ઘણીવાર ઉતાર-ચઢાવ આવ્યા હોય, પણ હંમેશા એકબીજાની રિસ્પેક્ટ કરી છે અને હંમેશા લોકોની સામે પ્રેમથી રહ્યાં છે. બંને હંમેશા એકબીજાનો સાથ આપ્યો છે અને દરેક પ્રસંગ સાથે સેલિબ્રટ કર્યા છે. આજે દીકરાના લીધે ગૌરી-શાહરુખના ઘરમાં નિરાશા છવાયેલી છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4