Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeન્યૂઝક્રોમ્પટન ગ્રીવ્સના પૂર્વ માલિક ગૌતમ થાપરની EDએ કરી ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો ?

ક્રોમ્પટન ગ્રીવ્સના પૂર્વ માલિક ગૌતમ થાપરની EDએ કરી ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો ?

Gautam Thapar, Promoter of Avantha Group Arrested In Money Laundering Case
Share Now

નવી દિલ્હી : ભારતની દિગ્ગજ ઈલેકટ્રીક અને ઈલેકટ્રોનિક્સ કંપની ક્રોમ્પટન ગ્રીવ્સના પૂર્વ માલિક અને પ્રમોટર ગૌતમ થાપરની એક કેસમાં તપાસ એજન્સી EDએ ધરપકડ કરી છે. ક્રોમ્પટન ગ્રીવ્સનો માલિકી હક્ક અગાઉ ગૌતમ થાપર(Gautam Thapar)ના પરિવારના અવંતા ગૃપ પાસે હતો.

દેવાના તળિયા હેઠળ દબાયેલ અવંતા ગૃપે ક્રોમ્પટન ગ્રીવ્સ સહિતની અન્ય અસ્કયામતો વેચવાનો નિર્ધાર કર્યો હતો. અવંતા ગૃપ માત્ર ક્રોમ્પટન ગ્રીવ્સ જ નહિ BILT નામની દિગ્ગજ પેપર કંપની અવંતા પાવર, અવંતા યુનિવર્સિટી સહિતના એકમોની માલિકી ધરાવતું હતુ.

Gautam Thapar ની ધરપકડAvantha Group promoter Gautam Thapar

અવંતા ગૃપના પ્રમોટર ગૌતમ થાપરની પ્રવર્તન નિર્દેશાલય(ED)એ ગઈકાલે એક બેંક ફ્રોડ કેસમાં ધરપકડ કરી છે. PTIના અહેવાલ અનુસાર ઈડીના અધિકારીઓએ જણાવ્યું કે મુંબઈ અને દિલ્હી સહિતના ઠેકાણાંઓ પર દરોડા બાદની તપાસમાં ધાંધલી માલૂમ પડતા અવંતા ગૃપના પ્રમોટર ગૌતમ થાપર(Gautam Thapar)ની પીએમએલએ કાયદા હેઠળ ગઈકાલે ધરપકડ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે 10મી જુનના રોજ CBIએ યસ બેંક છેતરપિંડી કેસમાં 17 જગ્યાએ રેડ પાડી હતી. આ સર્ચ ઓપરેશનમાં 466 કરોડની છેતરપિંડી પુરવાર થતા અંતે અવંતા ગૃપના ગૌતમ થાપર વિરૂદ્ધ ની FIR દાખલ કરી હતી.

આ પણ વાંચો : બેરોજગારીને લીધે મોતનું પ્રમાણ વધ્યું

શું છે સમગ્ર કેસ ?

ED થાપર(Gautam Thapar)ની કંપની અવંતા રિયલ્ટી, યસ બેંકના સહસ્થાપક રાણા કપૂર અને તેમની પત્ની વચ્ચેના કથિત વ્યવહારોની તપાસ કરી રહી છે. એજન્સીની અગાઉથીજ યસ બેંકના પૈસા સાથે છેતરપિંડી મામલે કપૂર અને તેની પત્ની સામે PMLA હેઠળ તપાસ ચાલી રહી છે. સીબીઆઈ દ્વારા નોંધાયેલી એફઆઈઆરની નોંધ લેતા ઈડીએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે.

Yes Bank Rana Kapoor

ઇડીએ અગાઉ કહ્યું હતું કે, “સીબીઆઇની એફઆઇઆરમાં આરોપ છે કે યસ બેંક લિ.ના એમડી અને સીઇઓ રાણા કપૂર સામે અવંત રિયાલિટી લિમિટેડને લોન ફાળવવાની, અવંત ગ્રુપની કંપનીઓને પહેલેથી જ આપવામાં આવેલી ક્રેડિટ સુવિધાઓમાં છૂટ આપવાનો આરોપ છે. જેના અવેજમાં દિલ્હીના પ્રાઈમ લોકેશન પર અવન્થા રિયાલિટી લિમિટેડની એક મિલકત બજાર કરતા ખૂબ જ સસ્તા ભાવે ખરીદવાનો કપૂર પર આરોપ છે.

સીબીઆઈએ ગયા વર્ષે કપૂર અને તેની પત્ની બિંદુ સામે કથિત રૂપે 307 કરોડની લાંચ અને બેંક લોનના રૂપમાં રિયલ્ટી ફર્મ પાસેથી દિલ્હીમાં બજાર કિંમતથી અડધો બંગલો ખરીદવાનો આરોપ લગાવ્યો હતો. આ સિવાય બદલામાં રૂ. 1900 કરોડની ક્રેડિટ સુવિધા આપવાના આરોપ પર કેસ નોંધવામાં આવ્યો છે.

અવંતા સમૂહની કંપનીઓ :

Once a $4-bn conglomerate, the Avantha Group is under financial stress | Business Standard News

થાપર સમૂહ ભારતનું એક જુનું અને જાણીતું બિઝનેસ પરિવાર છે. ગૌતમ થાપર પરિવારના નેજા હેઠળ અવંતા હોલ્ડિંગ્સ છે. અવંતા હોલ્ડિંગ્સ BIL અને CG જેવી દિગ્ગજ કંપનીઓ છે.

આ પણ વાંચો : દુનિયાની સૌથી ટેલેન્ટેડ સ્ટુડન્ટ, ભારતીય મુળની 11 વર્ષની નતાશા પેરી

અવંતા હોલ્ડિંગ્સ ગૃપ હેઠળ BILTમાં 49.4% હિસ્સેદારી, ક્રોમ્પટન ગ્રીવ્સમાં 42.47% હિસ્સેદારી હતી. આ સિવાય અવંતા પાવરમાં પણ અવંતા હોલ્ડિંગ્સ પાસે 51% સ્ટેક છે અને અન્ય કારોબારની માલિકી પણ અવંતા હોલ્ડિંગ્સ પાસે છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment