Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝઅરે સામાન્ય સભામાં વિપક્ષ ક્યાં?

અરે સામાન્ય સભામાં વિપક્ષ ક્યાં?

Share Now

સુરત મનપાની સામાન્ય સભા (General meeting of SMC) સમગ્ર ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત વિપક્ષ વગર યોજાઈ છે. ગત શનિવારે શિક્ષણ સમિતિના સભ્યની ચૂંટણીમાં થયેલ ધમાલને લઈ, આપ પાર્ટીના 27 કોર્પોરેટરો સામે રાયોટિંગની ફરિયાદ નોંધાઇ છે. જેને લઈ સોમવારે યોજાયેલી મનપાની સામાન્ય સભામાં (General meeting of SMC) તમામ વિપક્ષી કોર્પોરેટરની ધરપકડ કરી દેવાઈ હતી. પાલિકાની સામાન્ય સભામાં હાજરી આપે, તે પહેલાં જ આપના કોર્પોરેટરોને પોલીસે ઝડપી પાડી ધરપકડ કરી હતી. જેને લઈ મનપા કચેરી ખાતે ભારે ધંગલધામલ થઈ હતી.

વિપક્ષ વગર સામાન્ય સભા (General meeting of SMC) …

aap members

સુરત પાલિકાની (Surat municipal corporation)શુક્રવારે યોજાયેલી શિક્ષણ સમિતિની ચૂંટણીમાં આપના એક ઉમેદવાર ક્રોસ વોટિંગથી હારી જતા 27 કોર્પોરેટરોએ ભારે ધમાલ મચાવી હતી. આ કેસમાં શનિવારે પાલિકાના સિક્યુરિટી ઓફિસરે 27 કોર્પોરેટરો ઉપરાંત અન્ય 2 મળી કુલ 29 સામે રાયોટિંગ, સરકારી ફરજમાં રુકાવટ, મારામારી સહિતની 14 કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો. આ પ્રકરણમાં પોલીસે આપના વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરી સહિતના કોર્પોરેટરોની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. જેથી આપના કાર્પોરેટરો દ્વારા ભાજપ સરકાર ચોરના નારા લગાવ્યા હતા. પાંચ જેટલા કોર્પોરેટરને સામાન્ય સભા (General meeting of SMC) ખંડની બહારથી ઝડપી પાડવામાં આવ્યા હતા. 

‘આપ’ના 27 નગરસેવક સામે રાયોટિંગનો ગુનો

aap lady members

આપના 27 કોર્પોરેટરો ઉપરાંત અન્ય 2 મળી કુલ 29 સામે રાયોટિંગ, સરકારી ફરજમાં રુકાવટ, મારામારી સહિતની 14 કલમો હેઠળ ગુનો લાલગેટ પોલીસ મથક (Police station) માં નોંધાવ્યો હતો. આ પ્રકરણમાં પોલીસે આપના વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરી સહિતના કોર્પોરેટરોની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. જેથી આપના કાર્પોરેટરો દ્વારા ભાજપ સરકાર ચોરના નારા લગાવ્યા હતા. પાંચ જેટલા આપના કોર્પોરેટરને સામાન્ય સભા ખંડની બહારથી ઝડપી પાડવામાં આવ્યા હતા.

આ પણ જુઓ :વિપક્ષ વગરની સામાન્ય સભા

શિક્ષણ સમિતિની ચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપો

police trying to stop aap members

 

આપના નગરસેવકો સભા ખંડમાં શહેરના વિવિધ પ્રશ્નો અને શિક્ષણ સમિતિની ચૂંટણીમાં થયેલ ગેરરીતિના આક્ષેપો સાથે ફરી ઇલેક્શનની માંગનો આવાજ ઉઠવાના હતા. પરંતુ ઇતિહાસમાં પ્રથમ વખત વિપક્ષને જેલમાં ધકેલી સત્તા પક્ષ દ્વારા સામાન્ય સભા યોજવવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે, કોરોના ને લઈ  14 મહિના બાદ એટલે અંદાજે સવાવર્ષ પછી પાલિકા ખાતે જ ઓફલાઈન સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં વિપક્ષ જ હાજર ન રહેતા સત્તા પક્ષ દ્વારા રીતે સુરતનો વિકાસ સાચો ઠેરવી દીધો હતો.

 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment