Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeસ્પોર્ટ્સજર્મનીએ પોલેન્ડને આપી માત, આજે કરો યા મરો મુકાબલો

જર્મનીએ પોલેન્ડને આપી માત, આજે કરો યા મરો મુકાબલો

Germany
Share Now

યુરો કપમાં પોર્ટુગલ અને જર્મની(Germany )ટકરાયા હતા. અને આ મુકબલોમાં જર્મનીએ(Germany )પોલેન્ડને 4-2થી માત આપી હતી. જર્મનીના ચાર ગોલ માંથી બે ગોલ તો પોર્ટુગલના ખેલાડીઓએ ઓન ગોલના રૂપમાં આપ્યા હતા. રોનાલ્ડોએ ગોલ ફટકાર્યો હતો પણ એ ટીમને જીત સુધીના પહોંચાડી શક્યો. પોર્ટુગલ યુરો કપના ડેફેન્ડીગ ચેમ્પિયન છે. અને જર્મનીએ શાનદાર દેખાવ કરીને જીત મેળવી છે. આ સાથે રોનાડોએ પોતાની કારકિર્દીનો 107મોં ગોલ ફટકાર્યો હતો. જર્મની તરફથી હવેટ્સ અને રોબિને ગોલ ફટકાર્યા હતા. આ મેચ બાદ પોર્ટુગલ ત્રીજા અને જર્મની(Germany )બીજા સ્થાને આવી ગયું છે. અને ટોચ પર ફ્રાન્સ પહોંચી ગયું છે. હવે દરેક ટીમની એક એક મેચ બાકી રહી છે. તેમાં ફ્રાન્સ સામે પોર્ટુગલ અને જર્મની સામે હંગેરી ટકરાવના છે. આ બંને મુકાબલા ભારે રોચક રહશે. અને જોવું રહ્યું કે કઈ ટીમ નોકઆઉટ રાઉન્ડમાં પ્રવશે છે

સ્પેન અને પોલેન્ડ

યુરો કપમાં ગઈ કાલે સ્પેન અને પોલેન્ડ ટકરાયા હતા. લેવાન્ડો વસ્કીએ પ્રથમ ગોલ કરી પોલેન્ડે સ્પેનને 1-1થી બરોબરી પર રોક્યું હતું. અલવારો મોરટાએ 25મી મિનિટે ફટકારેલા ગોલને રદ્દ કરવામાં આવ્યો હતો. તે બાદ વાએઆરની મદદથી ગોલને માન્ય રાખવામાં આવ્યો હતો. અને તે બાદ પોલેન્ડે ગોલ કરીને મેચને બરાબરી પર લાવી દીધી હતી. આ ગ્રુપમાં સ્પેન બે મેચ રમ્યું છે અને બંને મેચ ડ્રો રહી હતી. સ્વિડન અને સ્પેન વચ્ચે મેચ ડ્રો રહી હતી. જયારે સ્લોવોકીયાએ પોલેન્ડને હરાવીને ગ્રુપના ટોચ પર આવી ગયું છે. અને તે સાથે પોલેન્ડ છેલ્લા સ્થાને જ રહ્યું હતું. પોલન્ડ હવે લગભગ નોકઆઉટમાં પ્રવેશ નહિ કરી શકે.

 

ઇટાલી અને વેલ્સ

આ સાથે યુરો કપમાં ગઈ કાલે ઇટાલી અને વેલ્સ વચ્ચે મુકાબલો રમ્યો હતો. આ મેચમાં ઇટાલીએ વેલ્સને 1-0થી હરાવ્યું હતું. આ જીત સાથે ઇટાલી સંળગ ત્રણ મેચ જીતીને નોકઆઉટમાં પ્રવેશ મેળવ્યો છે. અને વેલ્સે એક મેચ જીતી અને એક મેચ ડ્રો રહી હતી. વેલ્સ ગ્રુપમાં બીજા સ્થાને છે. બને ટીમએ સારો દેખાવ કર્યો છે. ઇટાલી તરફથી માટ્ટેઓ પેસસીએ ગમેની 39મી મિનિટે ગોલ ફટકારીને લીડ અપાવી હતી.તે બાદ તેને જાળવી રાખવામાં ઇટાલી સફળ રહ્યા હતા.

Germany

PC-Wales football team

સ્વિત્ઝર્લેન્ડ અને તુર્કી

સ્વિત્ઝર્લેન્ડ અને તુર્કી વચ્ચે યોજાઈ હતી યુરો કપની મેચ. આ મેચમાં સ્વિત્ઝર્લેન્ડે તુર્કીને 3-1થી હરાવ્યું હતું. સ્વિત્ઝર્લેન્ડ તરફથી હેરિસે શરૂઆતની 6 મિનિટે ગોલ ફટકારીને લીડ અપાવી હતી. તે બાદ મેચની 28 મિનિટે શાકીરીએ ગોલ ફટકાર્યો હતો અને તે બાદ તુર્કી ખેલાડી ઇરફાને ગોલ ફટકારી 2-1 કર્યું હતું અને અંતે શાકીરીએ બીજો ગોલ ફટકારીને સ્વિત્ઝર્લેન્ડને જીત અપાવી હતી. આ સાથે સ્વિત્ઝર્લેન્ડે નોકઆઉટમાં પ્રવેશ માટે આશા જગાવી છે. પણ તે હાલ ગ્રુપમાં ત્રીજા સ્થાને છે. અને તુર્કીની સંળગ ત્રણ હાર થઈ હતી જેથી તે યુરો કપથી બહાર ફેકાયું છે.

કરો યા મરો મુકાબલો

આજે યુરો કપમાં બે મેચ યોજવાના છે. પ્રથમ મેચમાં યુક્રેન અને ઑસ્ટ્રિયા વચ્ચે યોજાવાનો છે. યુક્રેન અને ઑસ્ટ્રિયા બંનેએ એક મેચ જીત અને એક મેચમાં હારનો સામનો કરવો પડયો હતો. આ મેચમાં બંને ટીમો માટે કરો યા મરોની સ્થિતિ જોવા મળી રહી છે.જે ટીમ આજે જીતશે તે ટીમ નોકઓઉટમાં પ્રવેશ મેળવશે. જયારે આજે બીજી મેચ નેધરલેન્ડ અને નોર્થ મેસોડોનિયા વચ્ચે યોજાવાની છે. નેધરલેન્ડ પેહલા જ નોકઆઉટમાં પ્રેવશ મેળવી ચૂક્યું છે.નેધરલેન્ડ પોતાની બંને મેચમાં વિજય મેળવ્યો હતો. જયારે નોર્થ મેસોડોનિયા લગભગ યુરો કપની બહાર થઈ ગયું છે. નોર્થ મેસોડોનિયા પોતાની બંને મેચમાં હારનો સામનો કરવો પડયો હતો.

આ પણ વાંચો:ન્યૂઝીલેન્ડે વધારી ભારતની મુશ્કેલી

No comments

leave a comment