Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝજી.જી.હોસ્પિટલ ફરી યૌન શોષણના આક્ષેપથી વિવાદમાં ઘેરાઇ

જી.જી.હોસ્પિટલ ફરી યૌન શોષણના આક્ષેપથી વિવાદમાં ઘેરાઇ

jamnagar gg hospital
Share Now

જામનગરમાં કોરોનાની બીજી લહેર જયારે કહેર વર્તાવી રહી હતી ત્યારે જામનગર સહીત અન્ય જીલ્લાના દર્દીઓનો પ્રવાહ જી.જી.હોસ્પિટલ તરફ વળ્યો છે. જેને લઈને જી.જી.હોસ્પિટલના પ્રસાસનને તાત્કાલિક 800 કર્મચારીઓની કોન્ટ્રાકટ બેઇઝ પર ભરતી કરવામાં આવી હતી.કોન્ટ્રાકટ કર્મચારીઓની હાજરી વચ્ચે દર્દીઓથી ઉભરાયેલ ઘડીમાં પણ જીજી હોસ્પિટલ પ્રશાસનનો વહીવટ સારી રીતે પાર પડયો હતો. હવે જયારે બીજી લહેર સમાપ્તિ પર છે ત્યારે કોન્ટ્રાકટ પર ભરતી કરવામાં આવેલ સ્ટાફને છૂટો કરી દેવામાં આવ્યો છે. જેને લઈને વિવાદ નો મધપૂડો છંછેડાયો છે . પગાર ચૂકવ્યા વગર અને નોટીસ આપ્યા વગર જ સ્ટાફને છુટ્ટો કરી દેવામાં આવ્યો છે. ગંભીર બાબત એ છે કે જે સ્ટાફને છૂટો કરી દેવામાં આવ્યો છે ત્યારે મહિલા કર્મચારીઓએ શારીરિક શોષણ કરાયું હોવાની ફરિયાદ ઉઠાવી છે.

avedan

કોન્ટ્રાક્ટ બેઇઝથી ભરતી કરાયેલા એટેન્ડન્ટોમાંથી અનેકને છૂટા કરી દેવાતા વરસી આક્ષેપોની ઝડી વરસી રહી છે, પગાર સહિતના મુદ્દે કલેકટર તંત્રને આવેદનપત્ર આપતી વખતે કરાયા ચોંકાવનારા આક્ષેપ, જયારે બીજી તરફ હોસ્પિટલ તંત્રએ આવી કોઈ ફરિયાદ નહીં થઈ હોવાની વાત કરવામાં આવી રહી છે.

સૌરાષ્ટ્ની નામાંકિત જી.જી.હોસ્પિટલ વધુ એક વખત ચર્ચાના ચગડોળે ચડી

જામનગરની જી.જી.કોવિડ હોસ્પિટલમાં કોન્ટ્રાકટ બેઇઝથી ભરતી કરાયેલા અનેક એટેન્ડન્ટને અચાનક છૂટા કરી દેવાના મામલે આવેદન આપતી વખતે નોકરીથી હાથ ધોનાર મહિલા કર્મચારી દ્વારા પગાર ન થવા ઉપરાંત યૌન શોષણ કરાતું હોવાનો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. જેને કારણે સૌરાષ્ટ્ની નામાંકિત જી.જી.હોસ્પિટલ વધુ એક વખત ચર્ચાના ચગડોળે ચડી છે.

જો કે નોકરી ગયા બાદ કરાયેલા યૌન શોષણ જેવા ગંભીર આક્ષેપને હજુ સુધી સત્તાવાર રીતે સમર્થન મળ્યું નથી એટલું જ નહીં હોસ્પિટલ તંત્રએ તેઓ સમક્ષ કોઇ લેખિત કે મૌખિક ફરિયાદ નહીં આવી હોવાનો ખુલાસો કર્યો છે

આ પણ જુઓ : શંકરસિંહ શું ફરી જોડાશે કોંગ્રેસમાં ?

તબીબ પણ મહિલા એટેન્ડન્ટના સમર્થનમાં

jamnagar collector તો બીજી તરફ એટેન્ડન્ટ દ્વારા સુપરવાઈઝર પર લગાવાયેલા કથિત યૌન શોષણના આરોપ બાદ હવે એક તબીબ પણ મહિલા એટેન્ડન્ટના સમર્થનમાં આવ્યા છે. HR અને એડમીન ઓફિસના સ્ટાફ દ્વારા મહિલા એટેન્ડન્ટનું શોષણ થતું હોવાનો આક્ષેપ કરાયો છે. તબીબ દ્વારા નામજોગ આક્ષેપ કરાતા ખળભળાટ મચ્યો છે. જો પોતાની પ્રાયવસી જળવાઈ રહે તો તબીબે કલેકટરે નિમેલી કમિટી સમક્ષ પોતાનું નિવેદન આપવા પણ તૈયારી બતાવી છે. 

યૌન શોષણના આક્ષેપને લઈને વધુ એક વખત ચર્ચાનો વિષય

જામનગરની જી.જી.હોસ્પિટલ રાજ્યભરમાં છેલ્લા ઘણા સમય થયા અમુક મુદ્દાઓ પર ટોક ઓફ ધ ટાઉન બની છે. ત્યારે મહિલા કર્મચારીઓના યૌન શોષણના આક્ષેપને લઈને વધુ એક વખત ચર્ચાનો વિષય બન્યો છે. જો કે હોસ્પિટલ પ્રસાસન વતી ઇન્જર્ચા સુપ્રિ. ડો. ધર્મેશ વસાવડા એ આક્ષેપનું ખંડન કર્યું હતું કે કોવીડ હોસ્પિટલમાં સ્ટાફ માટે નોડલ અધિકારીની નિમણુક પણ કરવામાં આવી છે આ મહિલાકર્મીઓએ આ જવાબદાર અધિકારીઓને આક્ષેપ કર્યા નથી. છતાં પણ આ મુદ્દે તપાસ કરવામાં આવશે.

 

કસૂરવાર સામેકડક કાર્યવાહી કરાશે : ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા

આ સમગ્ર ઘટનાને લઈને રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ હોઈ એટેન્ડન્ટ યુવતીઓ પાસે કરાયેલી અઘટિત માંગણી અને જાતીય સતામણીના આક્ષેપો સંદર્ભે સંડોવાયેલા કોઈ પણ વ્યક્તિને છોડાશે નહીં : કસૂરવાર સામેકડક કાર્યવાહી કરાશે તેવું ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા જણાવાયું હતું તેમજ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ઘટનાની ન્યાયિક તપાસ માટે સ્થાનિક કક્ષાએ કમિટિ બનાવી તપાસ કરવાના આદેશો આપ્યા હતા

ન્યાયિક તપાસ માટે સ્થાનિક કક્ષાએ કમિટિ બનાવી તપાસ કરવાના આદેશો : સીએમ રૂપાણી

રાજ્યના સંવેદનશીલ મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ મળેલી રાજય મંત્રી મંડળની બેઠકમાં જામનગર ખાતેની ઘટનાની જાણ થતાં ઘટના સંદર્ભે સ્થાનિક જિલ્લા વહિવટી તંત્રને સૂચનાઓ આપી ઘટનાના મૂળ સુધી પહોંચી ત્વરીત તપાસ કરવાના આદેશો કર્યા છે. આ માટે જિલ્લા કલેકટર અને આરોગ્ય કમિશ્નરને સુચના આપી સ્થાનિક કક્ષાએ તપાસ સમિતી નિમીને ઘટનાની તલસ્પર્શી તપાસ કરવા જણાવ્યુ છે. આ તપાસ કમિટિમાં જામનગરના પ્રાંત અધિકારી, આસી. સુપ્રિન્ટેડેન્ટ ઓફ પોલીસ ( ASP) અને મેડીકલ કોલેજના ડીનની નિમણુંક કરાઇ છે. આ કમિટિ સમગ્ર બનાવની તપાસ કરી અહેવાલના આધારે કસુરવારો સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરાશે.

poonam madam ઘૃણાસ્પદ બનાવને ખુબજ સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યો : સાંસદ પૂનમ માડમ 

જામનગરની જી.જી.હોસ્પિટલની અટેન્ડન્ટ યુવતીઓના જાતીય સતામણી ખુબજ દુઃખદ અને શરમજનક ઘટના અંગે સાંસદ પૂનમબેન માડમે ની પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે સાંસદ પુનમબેન માડમે જી.જી. હોસ્પિટલમા જાતીય સતામણી જેવા ઘૃણાસ્પદ બનાવને ખુબજ સખ્ત શબ્દોમાં વખોડી કાઢી કાઢ્યા.

આપના શહેર પ્રમુખ ના આરોપો

તો બીજી તરફ આ મામલે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ કરશનભાઇ કરમુર દ્વારા જી.જી. હોસ્પિટલના કથિત યૌન શોષણ મામલે યુવતીઓની કરવામાં આવતી પૂછપરછની પદ્ધતિને લઈને તંત્ર તરફ સવાલો ઉઠાવવામાં આવ્યા છે અને સમગ્ર પ્રકરણમાં સરકાર ઠાંક પીછોળો કરવા માનગીતી હોઈ તેવું પ્રતીત થાય છે તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે,

જામનગર શહેરના મહિલા સંગઠનો પણ આ મામલે મેદાનમાં

એટેન્ડન્ટ્સ યુવતીઓનું શારીરીક શોષણ અને જાતિય સતામણી થતી હોવાનાે સનસનીખેજ અહેવાલો પ્રસિધ્ધ થતાંની સાથે જ રાજ્યભરમાં હડકંપ મચી ગયો છે સાથોસાથ જામનગર શહેરના મહિલા સંગઠનો પણ આ મામલે મેદાનમાં આવી ગયા છે અને તેમણે વહીવટી તંત્રને બહુ જ સ્પષ્ટ શબ્દોમાં ચિમકી આપી છે તેમજ સામાજિક મહિલા કાર્યકરો શેતલ બેન શેઠ દ્વારા આ મામલાની તટસ્થ તપાસ થાય તેવી માંગ કરવામાં આવી છે જ્યારે આ મામલે અટેન્ડન્ટ મહિલા કર્મચારીઓને બોલાવવામાં આવેલ કલાકોની પૂછતાછ બાદ આ મહિલા દ્વારા ન્યાયિક તપાસ થવી જોઈએ તેવી માંગ પણ કરવામાં આવી છે.

ભૂતકાળમાં પણ યૌન શોષણોના આક્ષેપો થયા

અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગરની જી.જી.હોસ્પિટલ અને તેને સંલગ્ન એમ.પી.શાહ ગવર્મેન્ટ મેડીકલ કોલેજના ભૂતકાળમાં પણ યૌન શોષણોના આક્ષેપો થયા હતાં. હોસ્પિટલ અને કોલેજમાં આવા આક્ષેપો થવા એ નવી વાત નથી. હંગામી નોકરીમાંથી છૂટા કરાયા બાદ મહિલા એટેન્ડન્ટ દ્વારા કોન્ટ્રાકટરના સુપરવાઇઝરો સામે જાતિય સતામણી અને શોષણના પ્રયાસના કરાયેલા આક્ષેપો અંગે રેસિડેન્ટ મેડિકલ ઓફિસર મારફત તપાસ શરૂ કરાઇ છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment