Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeએન્ટરટેઈન્મેન્ટતારક મહેતા કા ઉલ્ટા ચશ્મા: નટુકાકાએ જણાવી તેમની અંતિમ ઇચ્છા…

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા: નટુકાકાએ જણાવી તેમની અંતિમ ઇચ્છા…

Ghanshaym Nayak
Share Now

ટેલિવિઝનનો સૌથી લોકપ્રિય શો જે દર્શકો ફેમેલિ સાથે જોવાનું પસંદ કરે છે, જેના દરેક પાત્રમાં એક અલગ જ કિરદાર છુપાયેલો છે, સબ પર આવતી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ( Taarak Mehta Ka Ooltah Chashmah) જેમાં દયા ભાભી અને જેઠા લાલની જોડી દર્શકોને ખુબ જ પસંદ આવે છે, દયા ભાભીના ગરબાથી લઇને બાઘા અને નટુકાકાની (Ghanshyam Nayak) જેઠાલાલને લઇને થતી કોમેડી લોકોને ખુબ હસાવતી હોય છે.થોડા સમય પહેલાં ન્યુઝ મળ્યા હતા કે, સિરિયલના નટુકાકાને કેન્સર થયુ છે, નટુ કાકા એટલે 77 વર્ષના ઘનશ્યામ નાયક (Ghanshyam Nayak) દર્શકોને ખુબ હસાવે છે પણ હવે સદાય હસતા આ ચહેરાને કોઇની નજર લાગી ગઇ હોય તેમ લાગી રહ્યું છે, લોકો ફેવરેટ નટુકાકાની તબિયત જલ્દી જ સારી થાય તેવી ફેન્સ પ્રાર્થનાઓ કરી રહ્યાં છે.

ઘનશ્યામ તારક મહેતા સિરિયલમાં ઘણા વર્ષોથી લોકોને હસાવવાનું કામ કરે છે, તેમણે ફિલ્મોમા પણ નાના નાના રોલ કર્યાં છે, ત્યારે પોતાને કેન્સર છે, તે વાતની જાણ થતાની સાથે જ ઘનશ્યામ નાયકે પોતાની છેલ્લી ઇચ્છા દર્શકોને જણાવી છે.

Taarak Mehta Ka Ooltah Chashmah

Image Courtsy : Google Image

નટુ કાકાએ જણાવી તેમની અંતિમ ઇચ્છા

ઇન્સ્ટાગ્રામ પર એક આધિકારીત ઇસ્ટેન્ટ બોલિવુડ એકાઉન્ટે નટ્ટુ કાકાની છેલ્લી ઇચ્છા વિશે જાણકારી શેર કરી હતી. જે મુજબ નટુકાકા એટલે ઘનશ્યામ નાયરકે (Ghanashyam Nayak) પોતાની અંતિમ ઇચ્છા જણાવતા કહ્યું છે કે, “જો મારુ નિધન થાય છે તો, હુ મારા મેકઅપમાં જ મરવા માંગીશ”

એટલે કે નટુકાકા તેમના છેલ્લા શ્વાસ સુધી કામ કરવા ઇચ્છે છે, આ જાણીને શોના દર્શકો ભાવુક થઇ ગયા છે. દર્શકો ઘનસ્યામ નાયકની તબિયતને લઇને પ્રાર્થનાઓ કરી રહ્યાં છે.  

https://www.instagram.com/p/CQeI6v0p2Cm/?utm_source=ig_embed&ig_rid=b0b8dd6e-9baa-4538-8289-539a7854b037

વર્ષ પહેલાં તેમના ગળાનું ઓપરેશન કરાવ્યુ હતુ, જે બાદ તેમની સતત ટ્રીટમેન્ટ ચાલુ છે, સતત ટ્રીટમેન્ટ મેળવાથી નટુકાકાની તબિયતમાં સુધારો આવ્યો છે, જે બાદ તે ગુજરાતના દમનમાં એક શોની શુટીંગ પણ કરી રહ્યાં હતા. નટુકાકા એટલે કે, ઘનશ્યામ નાયક કહે છે, કે તે મુંબઇમાં આવનારી શુટીંગ માટે ઉત્સાહિત છે.

ઘનશ્યામ નાયકના પરિવારની જો વાત કરીએ તો, તેમણે કિમિયોથેરેપી સેશન શરુ કર્યું છે, જેનાથી ઘનશ્યામ નાયક ઠીક છે, ઘનશ્યામ નાયકે કહ્યુ કે, “ મારી તબિયત ઠીક છે, પણ કેન્સરના કારણે ફરી એકવાર મારે સારવાર શરુ કરવી પડી હતી, હાલ,મારી કિમિયોથેરેપી ચાલી રહી છે, ચાર મહિના બાદ હું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માટે ખાસ એપિસોડની શુટીંગ કરી છે, જ્યાં મને ખુબ આનંદ આવ્યો હતો.”     

ફિલ્મોમાં કરી ચુક્યા છે કામ

ઘનશ્યામ નાયકે સલમાન અને એશ્વર્યા રાય સાથે ફિલ્મ હમ દિલ દે ચુકે સનમમાં કામ કર્યુ છે, આ સિવાય તેરે નામ, ક્રાંતિવીર અને ઇશ્ક, લવની ભવાઇમાં પણ નટુકાકા તેમના કિરદારમાં જોવા મળ્યા હતા.

આ પણ વાંચો:  “મુઝે ચુલ્લુભર પાનીમેં ડુબ મરના ચાહિયે”: અનુપમ ખૈર

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment