Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 27.
Homeએન્ટરટેઈન્મેન્ટપોતાના અભિનયથી દર્શકોને હસાવનારા નટુકાકાનું કેન્સરથી થયુ નિધન

પોતાના અભિનયથી દર્શકોને હસાવનારા નટુકાકાનું કેન્સરથી થયુ નિધન

Tarak mehta
Share Now

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકાર નટુકાકાનું કેન્સરની બીમારીથી લાંબા સમયથી પીડાઇ રહ્યાં હતા. લોકોને હસાવનારા નટુકાકા એટલે કે ઘનશ્યામ ભાઇ નાયકે અંતિમ શ્વાસ લીધા હતા. છેલ્લા ઘણા સમયથી બીમાર ઘનશ્યામભાઈ નાયકનો જન્મ 1944માં થયો હતો, તેમણે લોકોને શીખવાડ્યુ કે, ગમે તે ઉંમરમાં માણસ સફળ થઇ શકે છે.  નટુકાકા 77 વર્ષના હતા.

“જો મારુ નિધન થાય છે તો, હુ મારા મેકઅપમાં જ મરવા માંગીશ”Taarak Mehta Ka Ooltah Chashamah's Nattu Kaka AKA Ghanashyam Nayak suffering from cancer - Television News

નટુકાકા એટલે કે ઘનશ્યાન નાયકને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ગળામાં કેન્સરની ગાંઠ થઇ હતી, જેની સારવાર પણ ચાલી રહી હતી.  એ સમયે નટુકાકા 13 દિવસ હોસ્પિટલમાં રહ્યા અને ઓપરેશનમાં 8 ગાંઠ બહાર કાઢી હતી. ઓપરેશન બાદ નટુકાકાએ રેડિયેશન તથા કિમોથેરપી લીધી હતી. નટુકાકાના દીકરા વિકાસ નાયકે સોશિયલ મીડિયામાં  પોતાના પિતાને કેન્સર થયુ હતુ તેની જાણકારી બહાર પાડી હતી.

અસિત મોદીએ ટ્વીટ કરીને આપી જાણકારી 

તારક મેહતાના ઉલ્ટા ચશ્મા જે ભારતમાં જ નહી પણ વિશ્વમાં પ્રખ્યાત છે એ સિરિયલના ડાયરેક્ટરે ટ્વીટ કરીને નટુકાકા વિશે દુખ વ્યક્ત કર્યું હતુ. ઘનશ્યામ નાયકના નિધનથી દર્શકોમાં અને સહકલાકારો તેમજ પરિવારજનોમાં શોકની લાગણી છે.  

નટુ કાકાની અંતિમ ઇચ્છા

ઇન્સ્ટાગ્રામ પર એક આધિકારીત ઇસ્ટેન્ટ બોલિવુડ એકાઉન્ટે નટ્ટુ કાકાની છેલ્લી ઇચ્છા વિશે જાણકારી શેર કરી હતી. જે મુજબ નટુકાકા એટલે ઘનશ્યામ નાયકે (Ghanashyam Nayak) પોતાની અંતિમ ઇચ્છા જણાવતા કહ્યું હતુ કે, “જો મારુ નિધન થાય છે તો, હુ મારા મેકઅપમાં જ મરવા માંગીશ”

Taarak Mehta Ka Ooltah Chashmah

Image Courtsey: Taarak Mehta Ka Ooltah Chashmah

એટલે કે નટુકાકા તેમના છેલ્લા શ્વાસ સુધી કામ કરવા ઇચ્છતા હતા. તે સમયના આ સમાચાર જાણીને શોના દર્શકો ભાવુક થઇ ગયા છે. દર્શકો ઘનશ્યામ નાયકની તબિયતને લઇને પ્રાર્થનાઓ પણ કરવામાં આવી હતી.

 

ફિલ્મોમાં કરી ચુક્યા છે કામ

ભવાઇ અને જુની રંગભૂમિ થી શરૂ કરીને છેલ્લે “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ના નટુકાકા તરીકે વિશ્ર્વ ખ્યાતિ પ્રાપ્ત આદરણીય ઘનશ્યામભાઈ નાયક નું કેન્સર ની ટુંકી બીમારી બાદ દુઃખદ અવસાન થયું તેમણે  સલમાન અને એશ્વર્યા રાય સાથે ફિલ્મ હમ દિલ દે ચુકે સનમમાં કામ કર્યુ છે, આ સિવાય તેરે નામ, ક્રાંતિવીર અને ઇશ્ક, લવની ભવાઇમાં પણ નટુકાકા તેમના કિરદારમાં જોવા મળ્યા હતા. આ સિવાય તેમણે 100 જેટલી ગુજરાતી અને હિન્દી ફિલ્મો તથા 350 હિન્દી ટીવી સિરિયલો માં કામ કર્યું છે. 

 

આ પણ વાંચો:  તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા: નટુકાકાએ જણાવી તેમની અંતિમ ઇચ્છા…

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment