તારક મહેતા સિરિયલમાં નટુકાકાનું પાત્ર ભજવનારા ઘનશ્યામ નાયક (Ghanshyam Nayak )નું ગઇકાલે રવિવારના રોજ 77 વર્ષની વયે અવસાન થયું હતું. નટુકાકાના અંતિમસંસ્કાર આજે સોમવારે સવારે કરવામાં આવ્યા હતા.
ઘનશ્યામ નાયક (Ghanshyam Nayak )ના અંતિમ સંસ્કારમાં કોણ કોણ હાજર રહ્યું હતું?
નટુકાકાનું ગઇકાલે રવિવારે નિધન થયુ હતુ. આજે અંતિમવિધિમાં ભવ્ય ગાંધી, સમય શાહ, મુનમુન દત્તા, દિલીપ જોષી, અસિદ મોદી, અમિત ભટ્ટ તથા સિરિયલના પ્રોડ્યુસર અસિત મોદી સહિતના તમામ નટુકાકાના ઘરે જોવા મળ્યા હતા. જણાવી દઇએ કે નટુકાકાની કેન્સરની સારવાર સૂચક હોસ્પિટલમાં ચાલી રહી હતી. જ્યાં ગઇકાલે રવિવારના રોજ સાંજે સાડાપાંચ વાગે તેમણે હોસ્પિટલ (Hospital)માં જ અંતિમ શ્વાસ (Final breath)લીધા હતા.
આ પણ વાંચો: પોતાના અભિનયથી દર્શકોને હસાવનારા નટુકાકાનું કેન્સરથી થયુ નિધન
છેલ્લા કેટલાક સમયથી હતું કેન્સર
ઉલ્લેખનિય છે કે, નટુકાકા છેલ્લાં કેટલાંક સમયથી કેન્સરની સારવાર કરાવતા હતા. તેમણે કિમોથેરપી પણ લીધી હતી. આ તમામ બાદ તેઓ કેન્સર મુક્ત થઈ ગયા હતા. જોકે, કેટલાક મહિના બાદ જ કેન્સરે (Cancer)ઊથલો માર્યો હતો અને તેમણે ફરી વાર કિમોથેરપી કરાવી હતી. ઘનશ્યામ નાયકે સારવાર દરમિયાન પણ સિરિયલનું શૂટિંગ કર્યું હતું.
ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું છે
ઘનશ્યામ નાયકે આશરે 100 ગુજરાતી અને હિન્દી ફિલ્મો અને લગભગ 350 હિન્દી ટેલિવિઝન સિરિયલોમાં અભિનય કર્યો હતો. તેમણે 100 થી વધુ ગુજરાતી નાટકોમાં પણ અભિનય (Acting)કર્યો હતો. આ ઉપરાંત તેમણે 350 થી વધુ ગુજરાતી ફિલ્મો (Film)ડબ કરી હતી.
ઘનશ્યામ નાયક (Ghanshyam Nayak ) હિન્દી ફિલ્મોમાં પણ સફળ રહ્યાં
ઘનશ્યામ નાયક કે, 1960 માં આવેલી ફિલ્મ ‘માસૂમ’થી બાળ કલાકાર (Artist)તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે હિન્દી ફિલ્મો અને ટીવીથી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું હતુ. બોલિવૂડમાં તેમણે ચાઇના ગેટ, હમ દિલ દે ચુકે સનમ, તેરે નામ અને ખાકી જૈસા જેવી ફિલ્મમાં જોવા મળ્યા હતા.
એક સમયે શાહરુખ ખાન પણ હતો કસ્ટડીમાં જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4