રાજયમાં હવે ઠંડી શરૂ થઈ છે. કાશ્મીરમાં બરફવર્ષા થાય તો તેની અસર બીજા દિવસે જ ગુજરાતમાં થાય છે. શિયાળો આળસ લાવે છે. આ ઋતુ હોય તો આરામ કરવાનું મન થાય છે, સારું ખાવાનું મન થાય પરંતુ શિયાળો એ તંદુરસ્તી વધારવાની પણ ઋતુ તરીકે ઓળયાય છે.તો સાથે જ ભારત દેશમાં શિયાળો આપણી તંદુરસ્તી માટે સૂકો અને કઠોર હોય છે.લોકો શિયાળામાં અલગ અલગ વાનગીઓ બનાવતા હોય છે.જેમાં ધી નો ઉપયોગ કરવામાં આવે છે.ખાસ કરીને ગુજરાતમાં નવી નવી વાનીગી બનાવવામાં આવે છે.અને સાથે જ તેમાં દેશી ધી(ghee)નો ઉપયોગ કરવામાં આવે છે.અને તે સ્વાસ્થ માટે પણ ખુબ ફાયદાકારક છે.શિયાળો મજાથી આરોગવાની ઋતુ છે. શિયાળામાં ચોમાસા બાદ શાક પણ સારા મળતા હોય છે. ઓળો, વાલોળ, વટાણા, તુવેર વગેરેના કારણે જમવાની મજા પડે છે. પરંતુ સ્વાદની સાથે સાથે તંદુરસ્તીનો પણ ખ્યાલ રાખો. બને તો ગરમાગરમ જમો અને આરોગ્યપ્રદ જમો. તમારા ભોજનમાં સૂપનો સમાવેશ કરો. ટમેટાં ભાવે તો ટમેટાં અને મકાઈ ભાવે તો મકાઈનું સૂપ લો. મિક્સ્ડ વેજિટેબલ કે સેઝવાનનું સૂપ પણ લઈ શકાય. ગ્રીન ટી તંદુરસ્તી માટે સારી છે.
લોકોને પસંદ છે દેશી ઘીનું(ghee)સેવન
લોકને વધુ ખાવામાં પસેદ છે દેશી ધી. તો સાથે જ તમને જણાવી દઇએ કે ગુજરાતના લોકો દેશી ધી ખાવાનું વધારે પસંદ કરે છે. અને સાથે જ શિયાળામાં અનેક નલી નવી વાનગીઓ બનાવતા હોય છે.અને તેના ફાયદાઓ પણ અનેક રહેતા હોય છે.ધી એ બે પ્રકારના આવે છે.અને સાથે જ લોકોને વધારે શિયાળામાં ધી અને ગોળની વાનગીઓ બનાવતા હોય છે.આયુર્વેદ શરીરને સ્વસ્થ રાખવા માટે ઘીનું સેવન કરવાની ભલામણ કરે છે. જ્યારે ઘણા લોકો એવું વિચારીને દેશી ઘીનું સેવન કરતા નથી કે તેનાથી તેમનું વજન વધશે તે વાસ્તવમાં સ્વાસ્થ્ય લાભોનું પાવરહાઉસ છે.દેશી ઘી પ્રોટીન, હેલ્ધી ફેટ, વિટામીન A, E અને K નો સમૃદ્ધ સ્ત્રોત છે. દેશી ઘી તમારી ત્વચા, વાળ, પાચન અને હૃદયના સ્વાસ્થ્ય માટે સારું છે. સફેદ ઘી ભેંસના દૂધમાંથી બને છે. પીળું ઘી(ghee)ગાયના દૂધમાંથી બને છે.આથી તેમના બે રંગ જોવા મળે છે.જે ધણા લોકો અલગ અલગ ખાવાનું પસંદ કરતા હોય છે.
આ પણ વાંચો :ભાવનગરનું તાળું “મુબારક મકબરો” હું નિષ્ઠાવાન ચોકીદાર!
ગાયનું ઘી(ghee)
ગાયનું ઘી વજન ઘટાડવા માટે સારું છે. તો સાથે જ વધુમાં વધુ આ ધી ખાવાનું પસમદ કરતા હોય છે.અને સાથે જ તે પુખ્ત વયના અને બાળકોમાં સ્થૂળતા ઘટાડવામાં મદદ કરે છે અને પચવામાં સરળ છે. ગાયના દૂધમાં A2 પ્રોટીન હોય છે, જે ભેંસના દૂધમાં હોતું નથી.તો સાથે જ લોકો વધુ પસંદ કરવાનું કારણ એ છે કે તેમાના કેટલાક એવા ગુણર્ધમો હોય છે જે ભેંસના ધીમાં જોવા મળ્તા નથી.અને A2 પ્રોટીન માત્ર ગાયના ઘીમાં જ જોવા મળે છે. ગાયના ઘીમાં અસંખ્ય માત્રામાં પ્રોટીન, મિનરલ્સ, કેલ્શિયમ, વિટામિન્સ હોય છે. ગાયનું ઘી હૃદયને સારી કામગીરી કરવામાં મદદ કરે છે, ઘાતક રક્ત કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડે છે અને લોહીના પૂરતા પ્રમાણમાં કોલેસ્ટ્રોલનું લેવલ સુધારે છે.બંને પ્રકારના ઘી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને તેમાં ચરબીનું પ્રમાણ સમાન છે. ભેંસના ઘી કરતાં ગાયનું ઘી પસંદ કરવામાં આવે છે.