કેટલીક ઘટનાઓ પરીવાર કે માતાપિતા માટે લાલબત્તી સમાન હોય છે. ત્યારે આવી જ એક ઘટના બની છે રાજકોટમાં (Rajkot). શહેરના ગોંડલ રોડ પર હોટલમાં રમતા રમતા એક બાળકી ચોથા માળ પરથી નીચે પટકાઇ હતી. આ ઘટનામાં બાળકીનું મોત નિપજ્યુ છે.
Rajkot ની આ ઘટનામાં બાળકીનું મોત
શહેરના ગોંડલ રોડ પર આવેલી પાઇનવિન્ટા હોટલ (Hotel)માં મહારાષ્ટ્રના પુણેનો પરિવાર આવ્યો હતો. જેમની બાળકી રમતા રમતા ચોથા માળ પરથી નીચે પટકાઇ હતી. હોટલના ચોથા માળ પરથી નીચે પટકાતા બાળકીનું મોત થયું છે.
આ પણ વાંચો: Gir Somnath: દરિયામાં મોડી રાત્રે ભારે પવનથી 15 બોટ ડૂબી, અનેક માછીમાર લાપતા
Rajkot માં બાળકી પડવાની ઘટના સીસીટીવીમાં કેદ
બાળકીની આ સમગ્ર ઘટના હોટલમાં સ્થિત સીસીટીવી (CCTV)કેમેરામાં કેદ થઇ છે. આ ઘટના ઘટ્યા બાદ બાળકીને તુરંત હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કરી હતી. હાલ તો બાળકીને સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી છે.
દિનદહાડે હોટલમાં તોડફોડ જુઓ વીડિયો
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4