કોઇ પણ યુવકને પોતાની ગર્લફ્રેન્ડ (Girlfriend)ના માતા પિતાને મળવુ તે મુશ્કેલ બની રહેતુ હોય છે. કેટલીકવાર તો લોકો એટલી હદે ડરી જતા હોય છે કે સામે આવવાની પણ હિંમત નથી કરતા. જોકે આ તમામ વચ્ચે એક વ્યક્તિની મુલાકાત કંઇક અલગ જ અંદાજમાં રહી છે. હકીકતમાં યુવક પોતાની ગર્લફ્રેન્ડના ઘરે તેના માતા-પિતાને મળવા ગયો હતો જ્યાં તેને તેની ગર્લફ્રેન્ડની માતાને જોયા બાદ તેને કેટલાક વર્ષ પહેલાની એક એવી ઘટના યાદ આવી કે તે પણ ચોકી ઉઠ્યો.
Girlfriend ની કહાની શેર કરી
ખાનગી મીડિયા પાસેથી મળતી માહિતી અનુસાર, સોશિયલ મીડિયા (Social media)સાઇટ પર એક યુવકે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. નામ જણાવ્યાં વિના તેને તેની અને તેની ગર્લફ્રેન્ડની એક કહાની શેર કરી છે. જેમાં 21 વર્ષના યુવકે જણાવ્યું કે, થોડા સમય પહેલા જ હું મારી ગર્લફ્રેન્ડના ઘરે તેના માતા-પિતાને મળવા ગયો હતો. જોકે તે ત્યાં ગર્લફ્રેન્ડની માતાને જોયા બાદ ચોંકી ગયો હતો કારણ કે તે બંનેનું 2 વર્ષ પહેલા અફેર ચાલતુ હતુ.
આ પણ વાંચો: Ahmedabad: પરિણીતાની એકલતાનો લાભ લઇ નજીકના સંબંધીએ પલંગ પર લઇ જઇ…
ગર્લફ્રેન્ડની માતા સાથે યુવકનું ચાલતુ હતુ અફેર
મળતી માહિતી મુજબ, યુવકે જણાવ્યું કે, 19 વર્ષનો હતો ત્યારે પર્સનલ ટ્રેનર તરીકે કામ કરતો હતો. તે દરમિયાન તેની હાલની ગર્લફ્રેન્ડની માતા જીમમાં આવતી હતી જ્યાં બંનેની મુલાકાત થઇ હતી. આ મુલાકાત ક્યારે ફિઝિકલ રીલેશનમાં પરીવર્તીત થઇ તેને પણ જાણ ન થઇ. ધીરે ધીરે બંનેના સંબંધ વધુ મજબૂત થઇ ગયા. યુવકે જણાવ્યું કે મહિલા તે સમયે 40 વર્ષની હતી પણ લાગતી હતી 25 વર્ષની. તે જ કારણ છે કે, બંને એકબીજાથી આકર્ષિત થયા હતા.
Girlfriend ની હકીકત સામે આવતા યુવકને થયો પસ્તાવો
યુવકે આગળ જણાવતા કહ્યું કે, તેને હવે પસ્તાવો થઈ રહ્યો છે કે, બે વર્ષ પહેલા તેનું તેની હાલની ગર્લફ્રેન્ડની માતા સાથે અફેર (Affair)હતું. જો કે તે સમયે બંને એકબીજાને ઓળખતા પણ ન હતા, તેથી જો જોવામાં આવે તો તેણે તેની ગર્લફ્રેન્ડને દગો પણ નથી આપ્યો, પરંતુ ગર્લફ્રેન્ડની માતાને ફરી મળ્યા બાદ તેને પસ્તાવો થઈ રહ્યો છે અને હવે તે આ વાત તેની ગર્લફ્રેન્ડને પણ કહી શકતો નથી. તે વ્યક્તિએ કહ્યું કે તે દરમિયાન મહિલાએ પોતે એમ કહીને સંબંધ તોડી નાખ્યો હતો કે, તેમની વચ્ચે ઉંમરમાં ઘણું અંતર છે, પરંતુ જ્યારે તે ફરીથી તેની ગર્લફ્રેન્ડની માતા તરીકે મળી તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. આ પોસ્ટ વાંચ્યા બાદ લોકો એ વ્યક્તિનો પગ ખેંચવા લાગ્યા. જ્યારે ઘણા લોકો તેને દિલાસો આપી રહ્યા છે કે તેણે કોઈ સંબંધમાં બેવફાઈ નથી કરી અને હવે તેણે જૂની વાતો ભૂલી જવી જોઈએ.
હેમા માલિની અને સંજીવ કુમારની લવ સ્ટોરી જુઓ વીડિયો
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4