યુવતીના ના પાડવા પર હત્યા અને અન્ય ઘટનાઓના ઘણા કિસ્સાઓ સામે આવતા રહે છે, પરંતુ પશ્ચિમ બંગાળના કટવાથી એક ખૂબ જ વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. પશ્ચિમ બંગાળના કટવામાં એકતરફી પ્રેમમાં પડેલી પ્રેમિકાએ તેના પ્રેમીને ગોળી મારી હોવાની ઘટના સામે આવી છે. વાત માત્ર એટલી હતી કે પ્રેમીએ તેણીની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. હાલ પોલીસે કેસ નોંધીને પ્રેમિકાની શોધ શરૂ કરી છે, જ્યારે યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
ગલીમાં બોલાવીને ગાલ પર કિસ કરી
મળતી માહિતી મુજબ, કટવાના બાગન પાડાની મનીષા ખાતૂને તેના પ્રેમી કેસિયા મઠપરાની રહેવાસી લાલચંદ શેખને રાત્રે 8.30 વાગ્યા પછી એક ગલીમાં બોલાવ્યો હતો. અહીં બંનેએ થોડો સમય વાત કરી હતી. અને વાતચીત દરમ્યાન મનીષાએ લાલચંદની સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. ત્યારે લાલ ચંદે લગ્નની ના પાડી દેતા મનીષાએ લાલ ચંદને ગાલ પર કિસ કરીને ગોળી મારી દીધી હતી. ગોળી લાલચંદના જેકેટને સ્પર્શીને નીકળી ગઈ હતી. આ પછી મનીષા તરત જ ગુમ થઈ ગઈ હતી.
આ પણ વાંચો:હાથ લગાવ્યા વગર ગોબર ઉપાડવાનો દેશી જુગાડ, વીડિયો જોઈને કહેશો ‘વાહ શું ટેકનિક છે’
ત્રણ વર્ષથી ચાલતું હતું પ્રેમ પ્રકરણ
લાલ ચંદે જણાવ્યું કે મનીષાનું તેની સાથે ત્રણ વર્ષથી પ્રેમસંબંધ ચાલી રહ્યો હતો, પરંતુ વચ્ચે મનીષાનું કોઈ અન્ય સાથે અફેર હતું. આ વાતની જાણ થતાં જ લાલચંદે તેનાથી દૂર થઈ ગયો હતો. અને મનીષા પણ કટવા છોડીને ઝારખંડમાં રહેવા લાગી હતી. મંગળવારે મનીષા કટવા પાછી આવી અને લાલચંદને મળવા બોલાવ્યો હતો. તે દરમિયાન આ ઘટના બની હતી.
પરિવારે એક અલગ વાત કહી
ગોળીનો અવાજ સાંભળીને લોકો ચોંકી ઉઠ્યા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ અને પરિવારજનો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મનીષાના પરિવારજનોનું કહેવું છે કે લાલચંદ મનીષા સાથે સંબંધ બાંધવા માંગતો હતો, પરંતુ તે તેના માટે તૈયાર ન હતી. જ્યારે તેણે તેના પર દબાણ કર્યું ત્યારે મનીષાએ લાલચંદની બંદૂકમાંથી જ ગોળીબાર કર્યો હતો. બીજી તરફ પોલીસ મનીષાને શોધી રહી છે. સાથે જ એ પણ જાણવામાં આવી રહ્યું છે કે મનીષાને બંદૂક કેવી રીતે મળી?
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4