દરેક માણસની અંદર કેટલીક સારી અને ખરાબ આદતો હોય છે. ઘણી બધી ખરાબ આદતો એવી હોય છે, જે વ્યક્તિના સ્વાસ્થ્યને બગાડે છે, જ્યારે કેટલીક ખરાબ આદતો હોય છે, જેના કારણે મા લક્ષ્મી ક્રોધિત થઈ જાય છે અને આર્થિક રીતે ગરીબ થઈ જવાય છે. ઘણી વાર તમે જોયું હશે કે મોટા ઘરો જોઈને કેટલાક લોકોને ઈર્ષ્યા આવે છે.
મા લક્ષ્મીની કૃપાથી સુખ-સમૃદ્ધિ આવે છે
આ ઈર્ષ્યાનું સૌથી મોટું કારણ એ છે કે લોકો વિચારે છે કે સામેવાળાના ઘરમાં કેવી રીતે પ્રગતિ થઈ રહી છે, તેના ઘરમાં સુખ-સમૃદ્ધિ કેવી રીતે વધી રહી છે. હિન્દુ ધર્મમાં દેવી લક્ષ્મીને સંપત્તિનું પ્રતિક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જેના પર મા લક્ષ્મીની કૃપા હોય છે તે ખૂબ જ સમૃદ્ધ બને છે અને ખુશ રહે છે.
Image Courtesy: Google.com
આ પણ વાંચો:ગુજરાતનું એક એવું મંદિર જેની સ્થાપના સ્વયં બ્રહ્માજીએ કરી હતી
મા લક્ષ્મીની કૃપા થાય તે માટે કેટલાક લોકો પૂજા પણ કરે છે, પરંતુ એ જાણી લેવું જોઈએ કે તમે ગમે તેટલી પૂજા કરો, તમારી ખરાબ આદતો તમારા ઘરમાં મા લક્ષ્મીનો વાસ નથી થવા દેતી. આવી સ્થિતિમાં એ જાણવું જરૂરી છે કે જો તમારે ઘરની નિર્ધનતા દૂર કરવી હોય તો તમારે કઈ ખરાબ આદતોથી દૂર રહેવું પડશે.
ઘરમાં ગંદા વાસણોનો ઢગલો
તમે જોયું જ હશે કે ઘણા ઘરોમાં લોકો ગંદા વાસણોને લાંબા સમય સુધી રાખતા નથી, પરંતુ જમ્યા પછી તરત જ વાસણો ધોઈ નાખે છે. એટલા માટે જરૂરી છે કે ઘરમાં સ્વચ્છતા હોવી જોઈએ અને ગંદા વાસણોનો ઢગલો ન થવો જોઈએ.
Image Courtesy: Google.com
સમયસર સફાઈ ન કરવી
ગંદકી ફેલાવાથી લોકો સૂર્યાસ્ત પછી પણ ઘર સાફ કરવા લાગે છે, પરંતુ કહેવાય છે કે તેનાથી માતા લક્ષ્મી નારાજ થાય છે. તેથી, સૂર્યાસ્ત પછી ભૂલથી પણ ઘર સાફ કરશો નહીં.
ધર્મની મજાક ઉડાવવી
આજકાલ ઘણા ઘરોમાં લોકો પોતાને નાસ્તિક માનવા લાગ્યા છે અને દેવી-દેવતાઓના અસ્તિત્વ પર સવાલ ઉઠાવીને ધર્મની ઉપહાસ કરવા લાગ્યા છે. આવા ઘરોમાં માતા લક્ષ્મીનો વાસ ક્યારેય થતો નથી.
આવા ઘરોમાં માતા લક્ષ્મીનો વાસ નથી
આ સિવાય ફૂંક મારીને દિવો ઓલવી નાંખવો, કાચ કે કાંસકો જેવી તૂટેલી વસ્તુઓ ઘરમાં રાખવાથી અને રસોડું સાફ ન રાખવાથી પણ મા લક્ષ્મીની કૃપા બંધ થઈ જાય છે. આવા ઘરોમાં ગમે તેટલું ધન આવે, પરંતુ તે ઘર હંમેશી ગરીબ રહે છે, અને તે ઘરોમાં ક્યારેય માતા લક્ષ્મીનો વાસ થતો નથી.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4