Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeભક્તિગ્લોબલ વોર્મિંગની અસરથી બચવા 2 યુવાનોએ બનાવ્યા ઈકોફ્રેન્ડલી ગણેશ

ગ્લોબલ વોર્મિંગની અસરથી બચવા 2 યુવાનોએ બનાવ્યા ઈકોફ્રેન્ડલી ગણેશ

Global Warming
Share Now

ભારતમાં રથયાત્રાના પર્વથી જ તહેવારોની શરૂઆત થઈ જાય છે. જેમાં ઓગસ્ટ મહિનો તો તહેવારોનો પ્રણેતા કહેવાય છે. ઓગસ્ટ મહિનાની શરૂઆત થતા જ આઝાદી પર્વ, રક્ષાબંધન, જનમાષ્ટમી, ઓણમ, પારસી ન્યૂ યર, મોહરમ, દશામાંના વ્રત, ગૌરી વ્રત, જયા-પાર્વતી વ્રત, ગણેશ ચતુર્થી, નવરાત્રી વગેરેની શરૂઆત થઈ જાય છે. એવામાં ગણેશજી અને દશામાંની મૂર્તિ પૂજન કરવાનું ચલણ ભારતમાં વર્ષો જૂનું છે. જેમ યુગ એડવાન્સ થતો ગયો તેમ પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ બનતી ગઈ. જેના લીધે ગ્લોબલ વોર્મિંગ(Global Warming)પર અસર કરે છે.

Global Warming

Cubical Vighnaharta

ગ્લોબલ વોર્મિંગ(Global Warming)ના કારણે પ્રકૃતિને ઘણી ક્ષતિ પહોંચી રહી છે. ત્યારે હવે ફરીથી માટીની મૂર્તિઓનું ચલણ શરૂ થયુ છે. દરેક શહેરોમાં હવે ગણેશ ચતુર્થીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વખતે ઘણાં બધા શહેરોમાં ફક્ત માટીની મૂર્તિઓ બનાવવાનું ચલણ શરૂ થઈ ગયુ છે. વડોદરાના યુવાનો દ્વારા પર્યાવરણ બચાવવા ગ્લોબલ વોર્મિંગની અસરથી લોકોને બચાવવાની પહેલ શરૂ કરવામાં આવી છે. વડોદરાના બે એન્જિનિયર મિત્રો ભેગા મળીને ઈકોફ્રેન્ડલી ગણેશ બનાવવાનું અભિયાન ચલાવી રહ્યા છે.

આજે આપણે OTT India પર વડોદરાના બે યુવાનો સાથે વાત કરીશુ અને જાણીશુ તેમણે ચલાવેલી ગ્રીન એન્ડ ક્લિન મૂવમેન્ટની વાત…

Global Warming

                    Nirav Mistry And Vishal Soni

ગ્લોબલ વોર્મિંગ(Global Warming)ને ધ્યાનમાં રાખીને રાજ્યમાં પહેલીવાર ફટકડી ગણેશ અને પ્લાન્ટ ગણેશ (સિડ ગણેશ) બનાવવાની શરૂઆત કરી

એન્જિનિયર મિત્ર વિશાલ સોની અને નીરવ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ 2019થી અમે પર્યાવરણના બચાવ અને ગણેશ ચતુર્થીમાં થતા પાણીના પ્રદૂષ્ણને અટકાવવા માટે એક નવીન પ્રયત્ન શરૂ કર્યો હતો. આ વર્ષે અમે ક્યુબિકલ વિધ્નહર્તા ૩.૦ અભિયાન અંર્તગત ફટકડી ગણેશજી અને પ્લાન્ટ ગણેશજી (સિડ ગણેશ) બનાવવાની શરૂઆત કરી છે. ફટકડી ગણેશ છેલ્લા 2 વર્ષથી બનાવીએ છીએ. લોકોની મદદથી સમગ્ર દેશમાં ગ્રીન અને ક્લિન મૂવમેન્ટ ચલાવી રહ્યા છીએ.

બેટી બચાઓ, બેટી પઢાઓ અંતર્ગત 18 બાળકીઓને અભ્યાસનો ખર્ચ આપવામાં આવે છે

ફટકડી ગણેશ અને પ્લાન્ટ ગણેશ (સિડ ગણેશ)ની બનાવેલી પ્રતિમાનું કદ દોઢ ઈંચથી લઈને 15 ઈંચ સુધીનુ રાખવામાં આવ્યુ છે. જેની કિંમત ૮૦૦ થી લઇને ૪૦૦૦ સુધીની રાખવામાં આવી છે. યુવાનો દ્વારા બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત ત્રણ વર્ષમાં ૧૮ દીકરીઓને ભણતર માટે દત્તક લેવામાં આવી. ગણેશ ભક્તો દ્ધારા લીધેલી મૂર્તિ તથા ચૂકવેલા રૂપિયાનો ૮૦% ભાગ વડાપ્રધાન દ્ધારા શરૂ કરાયેલી “બેટી બચાવો, બેટી પઢાવો” અંતર્ગત વડોદરાની ૧૮ દીકરીઓને અભ્યાસ માટે ખર્ચ આપવામાં આવે છે.

Cubical Vighnaharta 3.0

                Cubical Vighnaharta 3.0

ઈકો-ફ્રેન્ડલી ગણેશની મૂર્તિ લાવવા પાછળના મૂળભૂત કારણો અને ખાસિયત જેનાથી ગ્લોબલ વોર્મિંગ(Global Warming)ની અસરથી બચી શકાય છે…

ફટકડી ગણેશની ખાસિયત

1) પાણીને શુદ્ધ પીવાલાયક બનાવે છે.
2) પાણીમાં રહેતા જીવ-જંતુઓને આડ-અસર કરતું નથી.
3) ઘરે જ પાણીની ટાંકીમાં વિસર્જન કરી શકાય છે.
 4) જો નદી, તળાવોમાં વિસર્જન કરવામાં આવે તો નદી, તળાવોનું પાણી પણ શુદ્ધ થઇ જશે.

આવા જ ભક્તિના સમાચાર માટે આ પણ વાંચો:  ગોલ્ડ મેડાલિસ્ટ જયને કૃષ્ણ સેવાનો ચઢ્યો છે રંગ

પ્લાન્ટ ગણેશની ખાસિયત

1) વિસર્જન કરવા માટે નદી, તળાવોમાં જવાની જરૂર રહેતી નથી.
2) ગણેશજીનું વિસર્જન ઘરે રાખેલા કુંડામાં કરી શકાય છે.
3) વિસર્જન કર્યા બાદ 20-25 દિવસમાં ગણેશજી તમારા ઘરે છોડ સ્વરૂપે જોવા મળશે.
Global Warming

                 Eco-Friendly-Ganesha

ગ્લોબલ વોર્મિંગ(Global Warming)ની અસર ના થાય તે માટે ગણેશ મૂર્તિની  સાથે ફ્રીમાં કુંડુ પણ આપવામાં આવશે.

પ્લાન ટી ગણેશજીની સાથે ભક્તોને નિ:શુલ્ક 14 ઈંચનું મોટું કુંડુ, ખાતર અને બીજ જેવા કે, શાકભાજી અને ફૂલના બીજ આપવામાં આવે છે. જેથી શ્રીજી ભક્તો ઘરે જ વિસર્જન કરીને ગણેશજીને પ્લાન્ટ સ્વરૂપે પોતાની પાસે રાખી શકે. તથા તેમની ભક્તિ પ્રમાણે પૂજા પણ કરી શકે છે. 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment