અમદાવાદ : ભારતની વધુ એક બજેટ એરલાઈન્સને આગામી ટૂંક સમયમાં શેરબજારમાં ઉંચી ઉડાન ભરવાની મંજૂરી આપી દીધી છે. Go Airના આઈપીઓ(Go First IPO)ને સેબી દ્વારા આજે લીલીઝંડી આપવામાં આવી છે.
Go First IPO
ગો એરની મુખ્ય કંપની ગો ફર્સ્ટને આઈપીઓ બહાર પાડવા માટે કરેલ અરજીને આજે સેબીએ મંજૂરી આપી છે. કંપનીએ મે માસમાં IPO બહાર પાડવા માટે સેબી પાસે દસ્તાવેજ જમા કરાવ્યાં હતા પરંતુ, અમુક કાયદાકીય આંટીઘૂંટીને કારણે આ મંજૂરી અટકી હતી. જોકે આજે માર્કેટ રેગ્યુલેટરની અંતિમ મંજૂરી કંપની(Go First IPO)ને મળી છે.
આ પણ વાંચો : અમારી 100 રૂપિયાની કમાણીમાંથી 35 રૂપિયા તો તમે લઈ જાવ છો : મિત્તલ
પ્રી-IPO પ્લેસમેન્ટ
આ 3600 કરોડમાંથી 2015.81 કરોડ કંપની તેના દેવાની આગોતરી ચૂકવણી માટે વાપરશે. જોકે આ જ પ્રી-પેમેન્ટના આંકડાને ધ્યાને રાખીને સેબીએ આઈપીઓ અરજીને વોચલિસ્ટમાં મુકી હતી. જોકે વાડિયા સમૂહની સ્પષ્ટતા અને તમામ જરૂરી દસ્તાવેજોને આધારે અંતે આજે મંજૂરી મળી છે.
ભારતના સૌથી જુના ઉદ્યોગપતિ હાઉસ વાડિયા સમૂહની રીબ્રાન્ડેડ કંપની ગો ફર્સ્ટે શેર વેચીને 3600 કરોડ એકત્ર કરવાની મંજૂરી(Go First IPO) આપી હતી. ડ્રાફ્ટ રેડ હિયરિંગ પ્રોસ્પેકટ્સ(DRHP)માં જણાવેલ 3600 કરોડમાંથી કંપની 1500 કરોડ પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટ થકી પણ એકત્ર કરશે.
વાડિયા સમૂહની કંપની
વર્ષ 2005માં સ્થપાયેલ ગો ફર્સ્ટ દેશની અલ્ટ્રા લો કોસ્ટ ફ્લાઈટ કેરિયર છે. વાડિયા ગૃપ પાસે બોમ્બે બર્મા, બોમ્બે ડાઈંગ, બ્રિટાનિયા અને અન્ય દિગ્ગજ કંપનીઓનો માલિકી હક્ક છે.
ગો ફર્સ્ટમાં વાડિયા સમૂહ પાસે 73.33% હિસ્સેદારી છે,જ્યારે બાકીની હિસ્સેદારીમાંથી 21.05% બેયમાન્કો ઈન્વેસ્ટમેન્ટ અને સી વિંડ પાસે 3.76% હિસ્સેદારી છે. આમ હવે એક અરસા બાદ આઈપીઓ બજારમાં કોઈ એરલાઈન્સ કંપની આઈપીઓ(Go First IPO) લઈને આવી રહી છે.
આ પણ વાંચો : મસ્કની ભારતમાં એન્ટ્રીની તૈયારી: આ ચાર મોડલ સાથે ટેસ્લા ભારતમાં પ્રવેશશે
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4