ગુજરાતના બહુચર્તિત ગોધરા કાંડ ના આરોપી હાજી બિલાલનું જેલવાસ દરમિયાન મોત થયું હોવાની વાત સામે આવી છે. હાજી બિલાલ ગોધરાકાંડનો આરોપી છે.અને ગોધરામાં(Godhrakand) સાબરમતી ટ્રેન સળગાવવાના કેસમાં વડોદરાની સેન્ટ્રલ જેલમાં જન્મટીપની સજા ભોગવી રહ્યો હતો. તો હાલ સમચાર મળી રહ્યા છે કે તેમનું મોત થયું છે અને તેઓ ચાર વર્ષથી બીમાર હતો.
પોસ્ટમોર્ટમ પછી મૃતદેહ બિલાલના પરિવારને સોંપવામાં આવશે
વર્ષ 2002 માં ૨૭ ફેબ્રુઆરીએ ગોધરામાં (Godhrakand)સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના બે ડબ્બાઓ સળગાવવાના મામલે ટ્રાયલ ર્કોટે ફેબ્રુઆરી, 2011 માં હાજી બિલાલ સહિત કુલ 11 આરોપીઓને ફાંસી અને અન્ય 20 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. જે બાદમાં ગુજરાત હાઈકોર્ટે 11 દોષિતોની સજા આજીવન કેદમાં બદલી હતી. બીમાર હાજી બિલાલ 22 નવેમ્બરથી વડોદરાની એસએસજી હોસ્પિટલમાં દાખલ હતો. ત્યારે ઓક્સિજન પર રહેલા હાજી બિલાલે મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધા હોવાની વાત સામે આવી છે. પોલીસ દ્નારા તેના મોત બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ બાદ તેના મૃતદેહને પરિવારને સોંપવામાં આવશે
આ પણ વાંચો:સોમનાથ મંદિરે આજે રાત્રે 12 વાગ્યે સર્જાશે અલૌકિક ઘટના,જાણો કેવું દૃશ્ય જોવા મળશે
2002 માં ટોળાએ સળગાવ્યો હતો ટ્રેનનો ડબ્બો
ફેબ્રુઆરી, 2002માં 27મી ફેબ્રુઆરીએ સાબરમતી એક્સપ્રેસના એસ-6 કોચને ગોધરા સ્ટેશન પર આગના હવાલે કરવામાં આવ્યા હતા.રાજ્યભરમાં તોફાનો ફાટી નીકળ્યાં હતાં. આ ડબામાં 59 લોકો હતા, જેમાંથી મોટા ભાગના લોકો કાર સેવક હતા. આ દિવસ એવો હતો કે અતિયાર સુધી કોઇ ભુલી શક્યું નથી.તો સ્પેશિયલ કોર્ટે 2011માં પહેલી માર્ચે 31 લોકોને દોષી અને 63 લોકોને દોષમુક્ત જાહેર કર્યા હતા.વર્ષ 2002માં થયેલા આ ઘટનાની ન્યાયિક પ્રક્રિયામાં સેશન કોર્ટથી લઈને સુપ્રિમ કોર્ટ સુધી સુનાવણી ચાલી હતી. આ ગોધરાકાંડ(Godhrakand )કયારે કોઇ નહી ભૂલી શકે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4