Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
HomeઇતિહાસInvestment in Gold: 1947થી અત્યાર સુધી ગોલ્ડે આપ્યું અધધધ…52,000%નું રિટર્ન!

Investment in Gold: 1947થી અત્યાર સુધી ગોલ્ડે આપ્યું અધધધ…52,000%નું રિટર્ન!

Investment in Gold: From 1947 till now Gold has given a return of 52,000%!
Share Now

નવી દિલ્હી : શું તમે વિચાર્યું છે 1947માં જ્યારે દેશ આઝાદ થયો ત્યારે સોના-ચાંદીનો ભાવ શું હશે? અને આઝાદીના 74 વર્ષ પછી સોના-ચાંદીએ કેટલાનું રિટર્ન આપ્યું છે? હકીકતમાં, સોના સાથે દરેક ભારતીય પરિવારનો ભાવનાત્મક સંબંધ રહ્યો છે. ખરાબ સમયમાં પૈસાની જરૂરતને પૂરી કરવા માટે ગોલ્ડ (Gold Investment)ને સંભાળીને રાખવાની પરંપરા રહી છે. આ કારણ છે કે દરેક ભારતીયના ઘરમાં કઈને કઈ સોનુ જરૂરથી પડ્યું હોય છે. તો આવો તમને આજે લઈ જઈએ સોનાના 75 વર્ષના સફર પર…

1947થી અત્યાર સુધી સોનામાં રિટર્ન

આઝાદીથી અત્યાર સુધી સોનાએ લગભગ 52,000 ટકા સુધીની વૃદ્ધિ જોવા મળી છે. 1947માં સોનાના ભાવ લગભગ 88 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. 1969માં પહેલી વાર સોનુ 100 રૂપિયે પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું. ત્યારે 1974માં સોનુ 500ના લેવલને પાર કરવામાં સફળ રહ્યું જ્યારે 2007માં સોના (Gold)નો ભાવ 10,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો. ત્યારે 2011માં તેનો ભાવ 26,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો જ્યારે ઓગસ્ટ 2020માં તેણે 56,191નો રેકોર્ડ હાઈ લગાવ્યો હતો. હવે સોના (Gold)નો ભાવ પોતાના રેકોર્ડ હાઈથી લગભગ 10,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નીચે છે.

Gold Silver Price

1947થી અત્યાર સુધી ચાંદીમાં રિટર્ન

આઝાદીથી અત્યાર સુધી ચાંદીના રિટર્ન પર નજર નાખીએ તો, 1947માં ચાંદીના ભાવ લગભગ 107 રૂપિયા કિલો હતો અને આઝાદીથી અત્યાર સુધીમાં 58,700 ટકાનું રિટર્ન આપ્યું છે. આઝાદીના 27 વર્ષ પછી 1974માં 1000ને પાર નીકળી ગયું અને 1987માં પહેલી વાર ભાવ તેના 5000ના સ્તરને પાર કરી ગયો. ત્યારે 2004માં પહેલી વાર ચાંદી (Silver) 10,000ને પાર ગયું. વર્ષ 2008માં ચાંદી 25,000 રૂપિયા પ્રતિ કિલોને પાર નીકળી ગયું. વર્ષ 2020માં ચાંદીએ 77,949ના રેકોર્ડ હાઈ લેવલ પર પહોંચી ગયું અને અત્યારે રેકોર્ડ હાઈ (Record High)થી ભાવ લગભગ 15000 રૂપિયા પ્રતિ કિલો નીચે છે.

Gold Investment

Gold Investment

જાણકારોનું કહેવું છે કે, જ્વેલરી સિવાય ડિજિટલ ગોલ્ડ (Digital Gold)માં રોકાણ વધશે. ગોલ્ડ ETF, ગોલ્ડ બોન્ડ, ગોલ્ડ MFમાં રોકાણ કરો. પોર્ટફોલિયોના 10-15 ટકા સોનામાં રોકાણ(Gold Investment) કરો કેમ કે અનિશ્વિતતાના માહોલમાં સોનુ સારૂ રિટર્ન આપે છે. શ્રેષ્ઠ રિટર્ન માટે ચાંદીમાં પણ રોકાણ વધારી શકાય. પોતાના પોર્ટફોલિયોના 10 ટકા હિસ્સો ચાંદીમાં રોકાણ કરો. ચાંદીની ઈન્ડસ્ટ્રી માંગ વધવાથી વધુ રિટર્ન સંભવ છે.

આ પણ વાંચો : લ્યો બોલો…. હવે પિઝા, કોફી, આઈસક્રીમ પણ બિટકોઈનથી ખરીદી શકશો…!!!

સોનામાં રોકાણનો વિકલ્પ

સોનામાં રોકાણના ઓપ્શન પર નજર નાખીએ તો રોકાણકારો ઘરેણા, ગોલ્ડ કોઈન કે બિસ્કીટ, ETG GOLD, સોવરેન ગોલ્ડ બોન્ડ (Sovereign Gold Bond), ડિજીટલ ગોલ્ડ અને ગોલ્ડ ડેરીવેટીવ્સમાં રોકાણ કરી શકે છે.

investing in Gold ETF

ગોલ્ડ ETFના ફાયદા

1 ગોલ્ડ ઈટીએફ એક ગ્રામ સોનુ હોય છે. ગોલ્ડ ઈટીએફ (Gold ETF)માં સોનાની મિલાવટ અંગે કોઈ ચિંતા નથી રહેતી. રોકાણકાર ગોલ્ડ ઈટીએફ એક્સચેન્જથી ખરીદી શકે છે. NSE, BSE પર કેશ સેગમેન્ટમાં લિસ્ટેડ થયું છે. રોકાણકાર ડિમેટ એકાઉન્ટ અથવા બ્રોકર દ્વારા ટ્રેડ કરી શકે છે. ઓનલાઈન ભાવ ટ્રેડની સુવિધા પણ મળે છે. આખા ભારતમાં ઘણાં ખરીદ-વેચાણ કરી શકે છે.

Sovereign Gold Bond Scheme

સોવરેન ગોલ્ડના ફાયદા

સોવરેન ગોલ્ડ (Sovereign Gold Bond)માં રોકાણના ફાયદાની વાત કરીએ તો તેમાં મિલાવટની ખાતરી નથી હોતી અને આ 999 ટકા પ્યોરિટીવાળું હોય છે. તેને સરકારના નિર્દેશ પર RBI જારી કરે છે. તેમાં ફક્ત ભારતના નાગરિક જ રોકાણ કરી શકે છે. બેન્ક, એક્સચેન્જ, પોસ્ટ ઓફિસ દ્વારા વેચાણ કરી શકાય છે. મિનિમમ એક ગ્રામ, વધુમાં વધુ 4 કિલો રોકાણની સુવિધા હોય છે. ટ્રસ્ટ, ખાનગી સંસ્થા 20 કિલો સુધી ખરીદી શકે છે. સોવરેન ગોલ્ડ બોન્ડ પર 2.5 ટકા વાર્ષિક વ્યાજ મળે છે. બોન્ડ અવધિ 8 વર્ષ, 5 વર્ષનો એક્ઝિટ ઓપ્શન મળે છે.

Gold jewellery demand

જ્વેલરી ખરીદવામાં રાખો ધ્યાન

સોનુ ખરીદતા સમયે સોનાની શુદ્ધતા, હોલમાર્કિંગનું ધ્યાન રાખો. બિલમાં હોલમાર્કિંગ (Hallmarking) અને ભાવ જરૂર લખાવો. ઉલ્લેખનીય છે કે, સોનાનુ હોલમાર્કિંગ કેરેટના હિસાબે નક્કી થાય છે. જ્વેલરીમાં મેકિંગ ચાર્જનું ધ્યાન રાખવું જરૂરી છે. મેકિંગ ચાર્જ 3 ટકાથી 25 ટકા સુધી હોઈ શકે છે. જેમ્સ એન્ડ સ્ટોનનું સર્ટિફિકેટ જરૂરથી લેવું.

આ પણ વાંચો : Death Wish of Musk: દુનિયાના સૌથી અમીર એલન મસ્કનો આ છે મૃત્યુનો પ્લાન

ગોલ્ડ એક્સચેન્જની તૈયારી

નોંધનીય છે કે, સેબીના ગોલ્ડ સ્પોટ એક્સચેન્જનો પ્રસ્તાવ છે. એક્સચેન્જમાં શેરની જેમ સોનાનું ટ્રેડિંગ (Trading) થશે. આ ઈલેક્ટ્રોનિકલ ગોલ્ડ રિસીપ્ટ દ્વારા કારોબાર કરશે. કિમત અને ગુણવત્તા અંગે પારદર્શિતા વધશે. 1 કિલો, 100 ગ્રામ, 50 ગ્રામનો લોટ સાઈઝ હશે. શરતો સાથે 10 ગ્રામ, 5 ગ્રામની લોટ સાઈઝ નક્કી કરવામાં આવશે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment