Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / May 18.
Homeન્યૂઝફરી સોને કી ચીડિયા બનતું ભારત: Gold Reserves 700 ટનને પાર

ફરી સોને કી ચીડિયા બનતું ભારત: Gold Reserves 700 ટનને પાર

Golden Bird Crown Again For India : RBI Gold Reserves Cross 700 Tones First Time in History, Jumps to 10th Spot in Reserves
Share Now

અમદાવાદ : આપણે  આપણા વડવાઓ પાસે સાંભળ્યું છે કે ભારત સોને કી ચીડિયા(Golden Bird Crown India) કહેવાતું હતુ એટલેકે ભારત પાસે એટલું સોનું હતું જમતી વખતે થાળી અને ચમચી પણ સોનાની હતી. જોકે એક બાદ એક અલગ-અલગ લોકોએ આવીને ભારત પર રાજ કરીને દેશને લૂંટવાનું ચાલુ રાખ્યું હતુ.

મુઘલ સલ્તનત, બ્રિટિશરોએ ભારતને અંદરથી ચૂંથી નાંખ્યું હતુ,. જોકે ફરી ભારત સોને કી ચીડિયા(Golden Bird Crown India) બની રહ્યું હોવાના સંકેત મળી રહ્યાં છે. વિશ્વની ટોચની એસેટ ક્લાસ ગણાતા સોનામાં ભારત વર્ષોથી રોકાણ કરતું આવ્યું છે. મધ્યવર્ગીય ભારતીયોની માનસિકતા છે કે બચતને માત્ર પોસ્ટ ઓફિસ અને સોનામાં જ રોકીને લાંબાગાળાની સેફ્ટી-સુરક્ષા સાથે ઈન્વેસ્ટમેન્ટ કરવું.

Golden Bird Crown India

Golden Bird Crown India

છેલ્લા ચાર-પાંચ વર્ષથી ભારતના લોકો જ નહિ પરંતુ, દેશની સેન્ટ્રલ બેંક RBI પણ સોનામાં રોકાણ વધારી રહી છે. ભવિષ્યની અનિશ્ચિત્તાને ધ્યાને રાખીને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પણ સોનામાં સુરક્ષિત રોકાણ કરી રહી છે.

રિઝર્વ બેંકની આ નીતિને કારણે ભારત ફરી સોને કી ચીડિયા(Golden Bird Crown India) બનવા અગ્રેસર છે. ભારતીય રિઝર્વ બેંક (RBI)એ સોનાના ભંડારમાં વધારો કર્યો છે. માત્ર 2021ના કેલેન્ડર વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં જ આરબીઆઈએ સોનાના ભંડારમાં 29 ટન સોનું ઉમેર્યું હતું.

આ પણ વાંચો : BSEના એક સર્કયુલર અને ખોટા અર્થઘટનને પગલે રોકાણકારોની 3.50 લાખ કરોડની સંપત્તિ સાફ

RBIની ખરીદી 

કેન્દ્રીય બેંકનું સોનું અનામત 2018માં 558.1 ટન હતું, જે 2021ના જૂનમાં 700 ટનને પાર કરી ગયું. પ્રથમ વખત ભારતના સોનાના ભંડારે 700 ટનનો આંક વટાવ્યો છે. છેલ્લા બે વર્ષમાં સોનાના ભંડારમાં 27%નો મસમોટો વધારો રિઝર્વ બેંક દ્વારા કરવો એ, એક અસાઆન્ય વાત છે.

એક અહેવાલ અનુસાર આરબીઆઈનો સોનાનો ભંડાર 705.6 ટન થયો છે.

Golden Bird Crown Again For India : RBI Gold Reserves Cross 700 Tones First Time in History, Jumps to 10th Spot in Reserves

સોનાના રીઝર્વમાં વધારો છતા દેશના કુલ વિદેશી હૂંડિયામણ અનામતમાં સોનાનો રેશિયો ઘટ્યો છે. કેન્દ્રિય બેંકના ફોરેક્સ રિઝર્વમાં સોનાનો હિસ્સો જૂન,2021 ક્વાર્ટરમાં ઘટીને 6.5 ટકા થયો છે, જે માર્ચના અંતમાં 7 ટકા હતો.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ અનુસાર જૂન, 2021માં વિશ્વની તમામ કેન્દ્રીય બેંકોએ કુલ 32 ટન સોનું ખરીદ્યું હતું. ભારત આ ખરીદારીમાં લગભગ 30 ટકા હિસ્સો ધરાવે છે.

આ પણ વાંચો : દેશના 6 કરોડ જનધન ખાતા નિષ્ક્રિય થઈ ગયા : ક્યાંક તમારું ખાતું તો નથી ને ?

દાયકા બાદ RBIએ સોનું ખરીદ્યું 

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય સેન્ટ્ર્રલ બેંકે 9 વર્ષના લાંબા સમય બાદ 2018માં સોનામાં ખરીદારી કરી હતી. RBIએ નવેમ્બર, 2009 બાદ માર્ચ, 2018માં સોનું ખરીદ્યું હતું. જોકે તે માત્ર 2.2 ટન હતું પરંતુ આ વખતે RBIએ જુનમાં વિશ્વના 32 ટન સોનામાંથી 9.4 ટન માત્ર ભારતે ખરીદ્યું છે અને કુલ રિઝર્વ 705.6 ટન થયું હતુ.

Unprecedented : RBI sells gold on high reserve worth 315 crore | National |  Deshabhimani | Sunday Oct 27, 2019

705 ટન સોનાથી વધુના ભંડાર સાથે આરબીઆઈ હવે તમામ માન્ય કેન્દ્રિય બેંકોમાં તેમના ફોરેક્સ રિઝર્વના ભાગરૂપે સોનાના હોલ્ડિંગની દ્રષ્ટિએ વિશ્વમાં 10મા સ્થાને પહોંચી ગઈ છે એટલેકે લાગે છે કે જલદી જ ભારત ફરી સોને કી ચીડિયા(Golden Bird Crown India) કહેવાશે.

WGCએ તેના તાજેતરના અહેવાલમાં જણાવ્યું હતું કે વૈવિધ્યકરણ અને જોખમ વ્યવસ્થાપન પર સતત ધ્યાન કેન્દ્રિત કરીને કેન્દ્રિય બેંકો 2020ની સરખામણીએ જ 2021માં સમાન ધોરણે અથવા તેનાથી પણ વધુ સોનાની ખરીદી ચાલુ રાખે તેવી શક્યતા છે.

આ પણ વાંચો : નોકરીની ચિંતા છોડી માત્ર 70,000થી શરૂ કરો આ બિઝનેસ, 25 વર્ષ સુધી થશે કમાણી – જાણો કેવી રીતે?

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment