Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝસુવર્ણ વિજય જ્યોત ધ્રાંગધ્રામાં

સુવર્ણ વિજય જ્યોત ધ્રાંગધ્રામાં

Golden victory flame
Share Now

ભારત-પાકિસ્તાન યુદ્ધમાં મળેલા વિજયના 50 માં વર્ષની ઉજવણી 

1971 માં ભારતીય જવાનો પોતાની શૂરવીરતા બતાવી પાકિસ્તાન સામે થયેલા યુધ્ધમાં વિજય હાંસલ કર્યો તેને 50 વર્ષ પૂર્ણ થયા છે. જેની દેશભરમાં ઉજવણી થઇ રહી છે. દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સુવર્ણ વિજય વર્ષ નિમિત્તે દિલ્હીના રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક (NWM) ખાતે 16 ડિસેમ્બર 2020 ના રોજ ચારેય મુખ્ય દિશામાં નિર્દેશિત સુવર્ણ વિજય જ્યોત પ્રગટાવી હતી. 

Golden victory flame

 

સુવર્ણ વિજય જ્યોત ધ્રાંગધ્રા આવી પહોચી 

સુવર્ણ વિજય જ્યોતની પશ્ચિમ તરફ દિશા નિર્દેશિત સમાન જ્વલંત વિજયની મશાલ આજ રોજ ધ્રાંગધ્રા મિલિટરી સ્ટેશન પહોંચી છે. જેને લઇ શહેરભરના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ધ્રાંગધ્રા આર્મી કેમ્પમાં સુવર્ણ વિજય વર્ષ વિજય જ્યોત સમારોહ યોજાયો હતો. સુવર્ણ વિજય જ્યોતના આગમન માટે ધ્રાંગધ્રાના સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ સાથે સ્વાગત માટે લોકો નીકળી પડ્યા હતા. આ સાથે સૈનિકો, એનસીસી કેડેટ્સ, આર્મી પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ અને કેન્દ્રીય વિદ્યાલયે વિજય જ્વાલાનું ખૂબ જ ઉત્સાહ સાથે “લાસ્ટ માઇલ રન” માં ભાગ લઇ ઉષ્માભેર સાથે સ્વાગત કર્યું હતું.

Golden victory flame

જુઓ વિડીયો : સુવર્ણ વિજય જ્યોત ધ્રાંગધ્રામાં


વંદે માતરમના નાદ ગુંજી ઉઠ્યા 

ધ્રાંગધ્રા મિલિટરી સ્ટેશનના સર્વત્ર વોર મેમોરિયલમાં સ્ટેશન કમાન્ડર દ્વારા વિજય જ્વાલાને નિયુક્ત કરવામાં આવ્યા હતા આ પ્રસંગ નિમિત્તે અને પોતાની માતૃભૂમિ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે, સૌથી પ્રતિષ્ઠિત યોધા કેપ્ટન (નિવૃત્ત) સુધીર કુમાર અને સ્ટેશન કમાન્ડરે શ્રદ્ધાંજલિ આપી હતી. આ કાર્યક્રમમાં 1971માં ખુમારીથી યુદ્ધ લડેલા વીર જવાનોએ એ અનુભવની વાતો કરી હતી. કાર્યક્રમમાં 1971 ના યુદ્ધના અનુભવીઓ,માજી સૈનિકો, વીર નારીઓ, પ્રતિષ્ઠિત નાગરિકો, મહાનુભાવો અને સ્ટેશનના સેવા આપતા સૈનિકોએ ભાગ લીધો હતો. આજે સવારે આ વિજય જવાલા જ્યોત ધ્રાંગધ્રામાં પ્રવેશી હતી. તો શહેરના વિવિધ માર્ગ ઉપર ધ્રાંગધ્રાના શહેરીજનો દ્વારા ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે, શહેરના માર્ગો પર ભારત માતા કી જય, વંદેમાતરમના નારા જોશ અને ઉત્સાહ સાથે ગુંજી ઉઠ્યા હતા.

Golden victory flame

આ પણ વાંચો : મશાલયાત્રાનું ભુજમાં આગમન

તાજેતરમાં જ ભુજથી નીકળી હતી મશાલયાત્રા 

આ મશાલયાત્રા તાજેતરમાં જ પરમવીર ચક્ર વિજેતા અને મહાવીર ચક્ર વિજેતા વિસ્તારમાંથી પસાર થઇ ભુજ આવી પહોંચી હતી. ભુજના બીએસએફ ખાતે મશાલ પહોંચી ત્યારે પણ બીએસએફ, આર્મીના જવાનો અને અધિકારીઓએ મશાલયાત્રાનું સ્વાગત કર્યું હતું. ભુજ બીએસએફ ખાતે મશાલ પહોંચતા સેન્ય દ્વારા મશાલને સલામી આપવામાં આવી હતી. 1971 યુદ્ધની ઉજવણી ભાગરૂપે જવાનો દ્વારા દેશ ભક્તિના કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા. ભુજથી વિજય જ્યોત યાત્રા આગળના સ્મારક પર જવા રવાના થઇ હતી જે આજે ધ્રાંગધ્રા આવી પહોચી હતી. 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment