Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeડિફેન્સશૂરવીરોના પરાક્રમ જાહેર કરતી “સ્વર્ણિમ વિજય વર્ષ “મશાલ પહોંચી દીવ

શૂરવીરોના પરાક્રમ જાહેર કરતી “સ્વર્ણિમ વિજય વર્ષ “મશાલ પહોંચી દીવ

swarnim vijay march
Share Now

“સ્વર્ણિમ વિજય વર્ષ ” મશાલ પહોંચી દીવ. ૧૯૭૧ ના ભારત પાકિસ્તાન યુધ્ધમાં ભારતની અભૂતપૂર્વ તથા ઐતિહાસિક જીતના વર્ષ ૨૦૨૧ માં ૫૦ વર્ષ પૂર્ણ થયા જેના ઉપલક્ષ્યમાં ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૧ ને “સ્વર્ણિમ વિજય વર્ષ” તરીકે ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ૧૯૭૧ માં પાકિસ્તાન સેના પર ભારતીય સશસ્ત્ર બળો ના નિર્ણાયક અને ઐતિહાસિક જીત ની સ્મૃતિ માં ૧૬ ડિસેમ્બર માં ૨૦૨૦ માં દિલ્હી થી રવાના થયેલ સ્વર્ણિમ વિજય મશાલ મિલિટ્રી સ્ટેશન જામનગર, દ્વારકા અને પોરબંદર પહોંચી હતી જે આજે ભારતીય સેના ના જવાનો દ્વારા પૂરા સૈન્ય સન્માન સાથે આઈએનએસ ખૂખરી દીવ લાવવા મા આવી, અને મુખ્ય અતિથિ દીવ કલેકટર શ્રીમતી સલોની રાયને સોંપવામાં આવી.

vijay march

જવાનો અને પ્રશાસનિક અધિકારીઓએ સલામી આપી શ્રદ્ધાપૂર્વક વીર યોધ્ધાઓને નમન કર્યું‌

vijay march at diu

આ પ્રસંગે આર્મી અધિકારીઓ નૌસેના અધિકારીઓ તથા જવાનો તરફથી દીવ પ્રશાસનના સહયોગથી શહિદો ના શૌર્ય પરાક્રમ ત્યાગ અને બલિદાનને યાદ કરી ઉત્સાહ સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમની શરૂઆત ભૂતપૂર્વ સૈનિકોના માલ્યા અર્પણ અને અભિનંદન સાથે કરવામાં આવી, શરુઆતમાં જ દીવ જીલ્લા કલેકટર શ્રીમતી સલોની રાય, આર્મી અને નેવલ ના અધિકારીઓ દ્વારા ૧૯૭૧‌ માં ભારત પાકિસ્તાન યુધ્ધ માં શહિદ થનાર ‌શૂરવીરો ને શ્રધ્ધાંજલી આપવા માં આવી‌ અને ઉપસ્થિત તમામ જવાનો અને પ્રશાસનિક અધિકારીઓ એ સલામી આપી શ્રદ્ધાપૂર્વક વીર યોધ્ધા ઓ ને નમન કર્યું‌. આ પ્રસંગે હવાલદાર કાન્તિલાલ, નાઈટ બારીયા વિરેન્દ્ર, નાઈટ દેવીદાસ, નાઈટ અશોક અર્જુન, નાઈટ રસીક પ્રેમજી ને આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિએ સન્માનિત પણ કરવામાં આવ્યા.

આ પણ વાંચો : આઝાદી -એ જશ્નને લઇ દિલ્હીથી લઇ જમ્મુમાં હાઈ સિક્યુરિટી

ભારતીય સેનાએ તેમના પરાક્રમ, શૌર્ય,ત્યાગ અને બલિદાન ના બળ પર પાકિસ્તાન પર એક શાનદાર‌ અને ઐતિહાસિક જીત મેળવી

vijay march


દીવ કલેકટર શ્રીમતી સલોની રાયએ તેમના ઉદબોધનમાં ૧૯૭૧ ના ભારત પાકિસ્તાન યુધ્ધને યાદ કરી જણાવ્યું કે આ યુધ્ધ એક સૈન્ય સંઘર્ષ હતું, ભારતીય સેના એ તેમના પરાક્રમ, શૌર્ય,ત્યાગ અને બલિદાન ના બળ પર પાકિસ્તાન પર એક શાનદાર‌ અને ઐતિહાસિક જીત મેળવી હતી. આઈએનએસ ખૂખરી વિષે વાત કરતા જણાવ્યું હતું કે આ ફ્રિગેટ શ્રેણીનુ સબમરીન હતુ જે ૧૯૭૧ માં ભારત પાકિસ્તાન યુધ્ધમાં ક્ષતિગ્રસ્ત થવાના કારણે દીવ ના દરીયા કિનારાથી ૪૦ નોટિકલ માઈલ દુર સમુદ્રમાં ડૂબી ગયું હતું. આ પ્રસંગે આ યુધ્ધ પોતના કેપ્ટન મહેન્દ્રનાથ મુલ્લા ૧૮ અધિકારીઓ અને ૧૭૬ જવાનોને શ્રદ્ધાપૂર્વક નમન કરી શ્રધ્ધાંજલી આપવામાં આવી, દીવ કલેકટર શ્રીમતી સલોની રાયએ સંઘ પ્રશાસક પ્રફુલ પટેલના કુશળ નેતૃત્વમા આ સ્થળનો વિકાસ પણ કરવામાં આવ્યો તે અંગે ચર્ચા પણ કરી, અને કહ્યું કે આઈએનએસ ખૂખરીના ઈતિહાસને બતાવવા માટે આ સ્થળે એક મ્યુઝિયમ બનાવવાની પણ પ્રક્રિયા પણ થઈ રહી છે, જેમાં આઈએનએસ ખૂખરી વિશેની તમામ જાણકારી ઉપલબ્ધ હશે, પ્રશાસકના પ્રયાસોથી De – commissioned INS khukhri warship ને દીવમાં અભિસ્થાપિત કરવા માટે ભારત સરકારએ રક્ષામંત્રીની સહમતી મળી ગઈ છે, કલેકટરએ જણાવ્યું કે પ્રશાસક મહોદયનું વિઝન છે કે દીવમાં પર્યટન ખાલી અહીંની જ ખૂબસુરતી નહી, નિખારે પરંતુ આ ઐતિહાસિક સ્થળ અને મ્યુઝિયમને જોઈ દેશ ભક્તિ અને દેશ પ્રેમ હંમેશા કાયમ રહે, તેમણે જણાવ્યું કે આ મશાલની વાટ ખાલી અગ્નિનીની વાટ નથી પરંતુ આ દેશ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દેવા માટે શૂરવીરો ના પરાક્રમ જાહેર કરતુ વિજય ની અગ્નિ છે કાર્યક્રમ ના અંત માં રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો, કાર્યક્રમ દરમિયાન ફોટો પ્રદર્શની પણ લગાવવામાં આવી હતી, જેમા ૧૯૭૧ ના યુધ્ધમાં સર્વોત્તમ બલિદાન દેનાર આપણા શહિદ નાયકોને યાદ કરતા લોકકથામા‌ દેશ ભક્તિ અને રાષ્ટ્રવાદની ભાવનાને પ્રદર્શિત કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં સશસ્ત્રના અધિકારીઓ, ભૂતપૂર્વ સૈનિકો, ગણમાન્ય અતિથિ, દીવ પ્રશાસનિક અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment