Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 29.
Homeન્યૂઝએકના એક પુત્રનું નિધન:દિવાળી પછી હતા લગ્ન,બહેને પીઠી ચોળી,પિતાએ વરરાજાની જેમ તૈયાર કર્યો

એકના એક પુત્રનું નિધન:દિવાળી પછી હતા લગ્ન,બહેને પીઠી ચોળી,પિતાએ વરરાજાની જેમ તૈયાર કર્યો

gondal deth
Share Now

ગોંડલના શ્રીરામ બિલ્ડર્સવાળા મનસુખભાઇ નાગજીભાઇ ચૌહાણના એકના એક પુત્ર અજય ચૌહાણ (ઉં.વ .25) નું ગઇકાલે બપોરે ઇલેક્ટ્રિક શોક લાગવાથી અવસાન થયુ હતું. વિધીના વક્રતા તો જુઓ કે અજયના લગ્ન દિવાળી પછી રાખવામાં આવ્યા હતા. પરિવારે લગ્નની તૈયારીઓ પણ ચાલુ કરી દીધી હતી.પરંતુ કુદરતે કંઇક અલગ જ વિચાર્યું હોય તેમ અજયને પોતાની પાસે બોલાવી લેતા પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. પિતાની ઇચ્છા મુજબ અજયના પાર્થિવદેહને વરરાજાની જેમ તૈયાર કરી સ્મશાનયાત્રા કાઢી હતી.બહેને ચોધાર આંસુ સાથે ભાઇની પીઠી ચોળી ભારે હૈયે વિદાય આપી હતી.

gondal son

પિતા મનસુખભાઇની ઈચ્છા મુજબ બ્રાહ્મણને બોલાવી અજયને નવડાવીને વરરાજાની જેમ તૈયાર કર્યો હતો.તેમજ હાથમાં મીંઢળ બાંધી બહેનએ પીઠી ચોળી ગુલાબના ફુલનો હાર પહેરાવ્યો હતો.અતર છાંટીને એકદમ વરરાજાની જેમ તૈયાર કર્યા બાદ સ્મશાનયાત્રા કાઢવામાં આવી હતી.શાંતિરથને પણ ફુલોથી શણગારવામાં આવ્યો હતો. સ્મશાનયાત્રા તેમના ઘરે ખોડિયારનગરમાથી નીકળી સ્મશાન સુધીના રસ્તામા ફુલોથી મહેકાવેલો હતો. સ્મશાનયાત્રા દરમિયાન આજુબાજુના તમામ રહીશોની આંખોમાં આંસુ છલકાતા જોવા મળ્યા હતા.

 

આ પણ જુઓ:મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં સિનેમા ખોલવા માંગ

gondal Builder

અજય તેમના માતા – પિતાનો એકનો એક દિકરો હતો.તેના લગ્ન પહેલા 21-05-2021ના રોજ રાખવામાં આવ્યા હતા. ગોંડલના માંડણકુંડલા ગામમાં રહેતા અને શિક્ષક તરીકે ફરજ બજાવતા મગનભાઈ મોરીની પુત્રી સાથે નિરધાર્યા હતા.પરંતુ તેમના પિતાની ઈચ્છા મુજબ ધામધૂમથી લગ્ન કરવાના હોવાથી લગ્ન દિવાળી પછી કરવા બન્ને વેવાઈ સહમત થયા હતા.પરંતુ ઈશ્વર સંકેત અલગ હશે તેમ અજયે અણધારી વિદાય લેતા બંને પરિવાર આઘાતમાં સરી પડ્યા છે.

gondal 1 son

કહેવાય છેને કે જ્યારે ઘરમાં એક પુત્ર હોય ત્યારે તેને લાડમાં રાખવામાં આવતો હોય અને આજ અજયને તેના પરિવારે નાન પણ થી લાડમાં રાખ્યો છે માંગ્યું તે હાજર કર્યું અને દીકરાએ પણ પોતાના માતા પિતાની દરેક ઈચ્છા પૂરી કરી હતી બહેન ને એટલોજ પ્રેમ આપ્યો પરંતુ લોક મુખે ચર્ચાતી વાત પ્રમાણે જેમ નીચે સારા લોકોની જરૂર હોય છે તેમ કદાચ ભગવાનને પણ અજયની જરૂર હશે તેમ ખી આજે માતા પિતાને લોકોએ આશ્વાસન આપ્યું છે પંરતુ એ માં નું હ્યાફાટ રુદન બહેનનું હિબકે ચડવું પિતાના ભલે કઠણ કાળજાનો દેખાય પણ આજે તે પણ તૂટી ગયા અને ભારે મને એકના એક પુત્રને વિદાય આપી ત્યારે જાણે ગોંડલ હિબકે ચડ્યું હોય તેવા કરુણ દ્રશ્યો સર્જાયા હતા 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment