ગોંડલ (Gondal)ના પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે છેલ્લા 35 વર્ષથી વૃક્ષોનો ઉછેર, પ્રકૃતિ સંરક્ષણ, પર્યાવરણ જાગૃતિ, પ્રકૃતિ શિક્ષણ, ગરીબ ઝૂંપડપટ્ટીના બાળકો અને સગર્ભા માતાના આરોગ્ય સફાઈ અને શિક્ષણને લગતી સેવા (Service)કરી રહ્યા છે. તેમજ વન્ય જીવ પક્ષીઓનું અને સાપનું રેસ્ક્યુ કરી જીવ સૃષ્ટિ બચાવ કામગીરી સાથે કોવિડ મહામારીમાં અવિરત દર્દીઓની સેવાના કાર્યો કર્યાં હતા. ગોંડલના હિતેશભાઇની આ સેવાકીય પ્રવૃત્તિની નોંધ યુકેમાં લેવાઇ છે. હિતેશભાઇનું ‘વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન’થી સન્માન કરવામાં આવ્યું છે.
Gondal ના હિતેશભાઇનું સન્માન કરાતા શહેર ખુશખુશાલ
હિતેશભાઈ દવેના ભત્રીજા વહુ નેહા મનિષ દવે જે UK માં રહે છે, તેમના દ્વારા UK સ્થિત વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનને આ સેવા પ્રવૃત્તિની વિગતવાર જાણ કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે માનવસેવા અને સામાજિક સેવા દ્વારા જીવ માત્રના કલ્યાણ માટે કાર્ય કરતા લોકોને પ્રોત્સાહિત કરવા અને તેમના કાર્યોને વિશ્વ સામે ઉદ્દાહરણ રૂપ સરાહના કરવાના હેતુથી પ્રકૃતિપ્રેમી (Nature lover)હિતેશભાઈ દવે દ્વારા કરવામાં આવી રહેલી પ્રકૃતિ, સામાજિક, માનવ ઉપયોગી સેવાઓ અને કોવિડ મહામારીમાં કરેલી પેન્ડેમીક અવેરનેસ કાર્યોને ધ્યાને લઇ આંતરરાષ્ટ્રીય ઓર્ગેનાઇજેશન UK સ્થિત વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન દ્વારા એવોર્ડથી હિતેશભાઇને સન્માનિત (Honorable)કરવામાં આવ્યા હતા. આ સન્માનને પગલે ગોંડલ શહેર તેમજ તેમના સર્વે શુભચિંતકો મિત્રો અને પ્રકૃતિપ્રેમીઓમાં આનંદ અને ગર્વની લાગણી છવાઇ છે.
આ પણ વાંચો: Gandhinagar: જિલ્લા પંચાયતના આંકડા વિભાગમાં આગ લાગી, કારણ હજુ અકબંધ
Gondal ના આ પ્રકૃતિ-પર્યાવરણ પ્રેમીનું શું કહેવુ છે
વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન દ્વારા આપવામાં આવેલા આ એવોર્ડને હિતેશભાઈ દવેએ સેવાકાર્યોનું સન્માન ગણાવ્યું હતું. પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવેએ આ એવોર્ડ મળવાથી તેમની સેવાઓની વિદેશમાં નોંધ લેવામાં આવી છે. તેમની સેવાઓને આ એવોર્ડથી વધુ વ્યાપકતા અને અનુકૂળતા મળશે. આ એવોર્ડ (Award)સેવાકાર્યોને સમર્પિત કરતા સમસ્ત ગોંડલના નગરજનો અને શુભચિંતકોનો આભાર વ્યક્ત કર્યો છે. ભગવતભૂમિ ગોંડલના પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવેને આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળતા પરિવારજનો, મિત્રો, સ્વજનોએ શુભેચ્છા અભિનંદન પાઠવ્યા છે.
વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં ભાજપને સ્થાન જુઓ વીડિયો
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4