Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / June 30.
Homeન્યૂઝઆવી ગયા લીલી હળદર ખાવાના દિવસો,કાચી હળદર ખાવાથી થશે આ ફાયદા

આવી ગયા લીલી હળદર ખાવાના દિવસો,કાચી હળદર ખાવાથી થશે આ ફાયદા

green turmeric
Share Now

કાચી હળદરમાં સૌથી વધુ એન્ટીબેક્ટેરિયલ, એન્ટીઑકિસડન્ટ, એન્ટિફંગલ ગુણો જોવા મળે છે. આ ત્રણ ગુણ શરીરને અનેક રોગોથી બચાવે છે. તેમાં વિટામિન સી, કે, પોટેશિયમ, પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, કોપર, ઝિંક, ફોસ્ફરસ, થિયામીન, રિબોફ્લેવિન જેવા તત્વો હોય છે, જે શરીરને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે. કાચી હળદરમાં રહેલું કર્ક્યુમિન તત્વ શરીરમાં કેન્સરના કોષોને વધતા અટકાવે  છે.

સૂકી હળદર કરતાં પણ લીલી હળદર (green turmeric)અતિ ગુણકારી

અભ્યાસ અનુસાર કાચી હળદર (green turmeric) પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સર અને સ્ત્રીઓમાં સ્તન કેન્સરનું જોખમ ઘટાડી શકે છે. કાચી હળદર ખાવાથી તમને ઘણી બીમારીઓથી બચી શકો છો.બજારમાં લીલી હળદરનું આગમન થઈ ગયું છે. બજારમાં પીળી અને સફેદ એમ બંને પ્રકારની હળદર મળે છે. આ બન્ને પ્રકારની લીલી હળદરનાં ગુણ સરખા જ છે. સૂકી હળદર કરતાં પણ લીલી હળદર (green turmeric)અતિ ગુણકારી છે.

પાચન શક્તિ કરશે મદદ

જો પાચન સંબંધી સમસ્યા હોય તો રોજ કાચી હળદરનું (green turmeric)સેવન કરો. તે અપચો, ગેસ અને ઝાડા જેવી સમસ્યાઓમાં ફાયદાકારક છે. જો પાચન સંબંધી સમસ્યા હોય તો કાચી હળદરને પાણીમાં ઉકાળીને પીવો. હળદરનાં આર્યુવેદમાં પણ આદિકાળથી ઉપયોગ થાય છે. આર્યુવેદમાં પણ કહ્યું છે કે, હળદરમાં હાજર તત્વોથી પેટ, ત્વચા અને લીવર સંબંધિત રોગમાંથી મુક્તિ મળે છે.કાચી હળદર દેખાવમાં આદુ જેવી જ લાગે છે, પરંતુ તેનો રંગ અંદરથી પીળો હોય છે. તેને દૂધમાં ઉકાળીને પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને તમે શરદી, ઉધરસ અથવા કોઈપણ પ્રકારના સંક્રમણથી બચી શકો છો.

green turmeric

આ પણ વાંચો :એક એવું ગામ જ્યાં 40 વર્ષથી નથી સંભળાયો ભુલકાઓનો કલરવ..શું છે રોચક ઇતિહાસ ?

વજન વધારવામાં કરે છે મદદ

જો તમે વજન ઓછું કરવા માંગો છો તો તેમાં કાચી હળદરનું (green turmeric) સેવન કરવું જોઇએ.ઠંડીની સિઝનમાં આ હળદરનું નિયમિત સેવન કરવાથી અનેક પ્રકારની બીમારીઓથી બચી શકાય છે.  આંબા હળદર અને લીલી હળદરની છાલ ઉતારી, ઝીણા ટુકડા કરી તેમાં મીઠું અને લીંબુ ઉમેરીને એને કાચની બરણીમાં લાંબો સમય સુધી સાચવી શકાય છે. હળદર ભારતીય મસાલાની શાન માનવામાં આવે છે.તો હળદરથી તમે વજન ઉતારી શકો છો.

લીવરને રાખશે સ્વસ્થ

લીવરને સ્વસ્થ રાખવા માટે કાચી હળદરનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. આ માટે સૂપ, શાકભાજી કે દૂધમાં કાચી હળદરનું સેવન કરો. તેમાં રહેલું કર્ક્યુમિન લીવરની બીમારીનું જોખમ ઘટાડે છે. તે લીવરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં અસરકારક છે. જો કે, જો તમને પહેલાથી જ લીવર સંબંધિત કોઈ સમસ્યા છે, તો ડૉક્ટરની સલાહ પર જ કાચી હળદરનું (green turmeric) સેવન કરો.ન કરવાથી પણ તમને ફાયદો થશે.કાચી હળદર ખાવાથી એનિમિયા જેવા રોગથી બચી શકાય છે. આ ઉપરાંત તેમાંથી મળતું પોટેશિયમ હૃદયના ધબકારા અને બ્લડપ્રેશરને કંટ્રોલ કરે છે.સ્કિનના નેચરલ ગ્લોને જાળવી રાખવામાં મદદ કરે છે.

કાચી હળદરના અનેક ફાયદાઓ

હળદરમાં રહેલું મુખ્ય તત્વ કરક્યુમિન છે, હળદર સ્કિનના નેચરલ ગ્લોને જાળવી રાખે છે અને રિંકલ્સને ઘટાડી એઇજિંગની પ્રક્રિયાને ધીમી પાડે છે. કેટલીક હદે એ સૂર્યથી થતા ડેમેજથી સ્કિનને રક્ષણ પૂરું પાડે છે.કાચી હળદરમાં હાજર કર્ક્યુમિન મેટાબોલિક સિન્ડ્રોમ જેવા કે હૃદય રોગ, સ્ટ્રોક, મેદસ્વીતા અને ડાયાબિટીસના જોખમને ઘટાડી શકે છે. કર્ક્યુમિન શરીરનું વજન અને બોડી માસ ઇન્ડેક્સ ઘટાડવામાં પણ મદદરૂપ છે.કાચી હળદર ખાવાથી થશે અનેક ફાયદાઓ.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

No comments

leave a comment