Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeન્યૂઝઆંતરરાષ્ટ્રીય યાત્રીઓ માટે નવી કોવિડ ગાઈડલાઇન્સ જાહેર, વેક્સિનના બે ડોઝ લેવા અનિવાર્ય

આંતરરાષ્ટ્રીય યાત્રીઓ માટે નવી કોવિડ ગાઈડલાઇન્સ જાહેર, વેક્સિનના બે ડોઝ લેવા અનિવાર્ય

good news for international travellers
Share Now

વિદેશથી ભારત ફરતા લોકો માટે એક સારા સમાચાર છે. હવે કોઈ પણ વ્યક્તિને ભારત ફર્યા પછી ક્વોરન્ટાઇન નહીં થવું પડે. સોમવાર 24 ઓક્ટોમ્બરથી વિદેશી યાત્રીઓને ક્વોરન્ટાઇન કરવાના નિયમ રદ કરવામાં આવ્યો છે. જો કે બધા જ નિયમો રદ નથી કરવામાં, કેટલીક ગાઈડ લાઇન્સનું પાલન કરવાનું રહેશે. સરકાર દ્વારા ગયા અઠવાડિયે આંતરાસ્ટ્રીય યાત્રીઓ માટે નવી ગાઈડ લાઇન્સ જાહેર કરવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય યાત્રીઓએ (international travellers) વેક્સિનના બંને ડોઝ લેવા અનિવાર્ય

જો કે વિદેશ યાત્રીઓને વેક્સિન બંને ડોઝ લેવા અનિવાર્ય બનશે. જો તેમણે કોરોનાની વેક્સિનનો એક ડોઝ લીધો હશે અથવા એક પણ ડોઝ નહીં લીધો હોય તો તેમને ભારતના એરપોર્ટ પર પહોંચ્યા પછી કોવિડ-19નો ટેસ્ટ કરાવો પડશે. ત્યારે જ એમને એરપોર્ટથી બીજે ક્યાંય પણ જવાની મંજૂરી મળશે અને એના પછી એમને સાત દિવસ સુધી હોમ ક્વોરન્ટાઇન રહેવું પડશે.

આ યાત્રીઓએ કોરોનાનો આરટીપીસીઆર રિપોર્ટ નેગેટિવ બત્વવાઓ પડશે. કોવિડના એન્ટીજન અથવા બીજા કોઈ જ રિપોર્ટ માન્ય નહીં ગણવામાં આવે. જો કે આ સુવિધા કે છૂટ માત્ર એ જ દેશોને મળશે કે જેની સાથે ડબલ્યુએચઑમાં કોવિડ-19 વેક્સિનને લઈને ભારત સાથે સમાધાન થયું છે. સ્વાસ્થ્ય મંત્રાલયએ 20 ઓક્ટોમ્બરએ આંતરરાષ્ટ્રીય યાત્રીઓ (international travellers) માટે આ ગાઈડ લાઇન્સ જાહેર કરી છે.

સાત દિવસ પછી ફરી કરાવો પડશે ટેસ્ટ 

ભારત આવ્યાના સાત દિવસ પછી તેમનો ફરીથી કોરોના ટેસ્ટ કરવામાં આવશે. જો એ ટેસ્ટ નેગેટિવ આવશે તો તેમણે આગળના સાત દિવસ સુધી પોતાની તબિયતનું ધ્યાન રાખવાનું રહેશે. બ્રિટન જેવા ઘણા બધા દેશોએ લાંબા સમય સુધી ભારતમાં કોવિશિલ્ડ વેક્સિન લગાવેલ યાત્રીઓને પણ ક્વોરન્ટાઇનથી રાહત નહોતી આપી. તેના પછી ભારતએ તેનો વળતો જવાબ આપતા બ્રિટનના યાત્રીઓને 14 દિવસ માટે ક્વોરન્ટાઇન થવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો.

જુઓ આ વિડીયો: રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામ થી બંધવડ વચ્ચે રેલવે ફાટક તોડી નખાઈ

સ્વાસ્થ્ય મંત્રાલયએ ગાઈડ લાઇન્સ જાહેર કરવાની સાથે કહ્યું હતું, “કોરોના વાયરસ સતત પોતાનું રૂપ બદલી રહ્યો છે. ડેલ્ટા વેરિયન્ટને લઈને હજુ પણ સતર્કતા રાખવી પડશે. યાત્રીઓએ વિદેશ યાત્રા સાથે જોડાયેલ તમામ પ્રોટોકોલનું પાલન કરવું પડશે. ભારત આવવા સંબંધિત એયરલાઇન્સ, પ્રવેશ માર્ગ સાથે જોડાયેલ નિયમોને માનવું ખૂબ જ જરૂરી છે.

આ પણ વાંચો: Covid-19: ડેલ્ટા વેરિઅન્ટ કરતાં વધુ ખતરનાક છે કોરોનાનો આ નવો પ્રકાર, ભારતમાં 7 કેસ નોંધાયા

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment