Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / October 18.
HomeઇતિહાસGoogle Search Engine નો આજે 23મો જન્મદિવસ, જાણો કેવી રીતે પડ્યુ ગૂગલ નામ

Google Search Engine નો આજે 23મો જન્મદિવસ, જાણો કેવી રીતે પડ્યુ ગૂગલ નામ

Google Search Engine
Share Now

આજની આ ડિજીટલ જિંદગીમાં ગૂગલે સૌથી વધારે આપણા જીવનમાં ભાગ ભજવ્યો છે. કંઈ પણ સવાલ હોય કે કંઈ પણ જાણવુ હોય તો દરેકના મુખે બસ એક જ વાક્ય આવે, ગૂગલ કરો અથવા ગૂગલને પૂછો, ગૂગલને બધી જ ખબર છે, ગૂગલમાં તો આ માહિતી મળશે જ. મોટાભાગના લોકોનું મનપસંદ સર્ચ એન્જિન એટલે ગૂગલ (Google Search Engine). ગૂગલ આજે તેનો 23 મો જન્મદિવસ મનાવી રહ્યું છે.

ગૂગલે આજે તેના હોમ પેજ પર તેના જન્મદિવસનું ડૂડલ બનાવીને મૂક્યું છે. આજના ગૂગલ ડૂડલમાં એક કેક છે જેના પર 23 લખ્યું છે, જેમાંથી ‘Google’માં ‘L’ની જગ્યાએ મીણબત્તી મૂકી છે. આજનું ડૂડલ એક એનિમેટેડ ફીચર છે. ગૂગલ ઈન્ડિયા ટ્વિટર હેન્ડલે કંઈક આવી રીતે ગૂગલને જન્મદિવસની શુભેચ્છા આપી.

Google Search Engine

પહેલા ગૂગલનો જન્મદિવસ અલગ-અલગ તારીખોમાં મનાવવામાં આવતો હતો. સૌથી પહેલા ગૂગલે તેનો જન્મદિવસ 2005માં 7 સપ્ટેમ્બરે મનાવ્યો હતો. ત્યારબાદ 8 સપ્ટેમ્બર અને 26 સપ્ટેમ્બરે ગૂગલનો જન્મદિવસ મનાવવામાં આવ્યો હતો.

27 સપ્ટેમ્બરે કંપનીએ તેના સર્ચ એન્જિન (Google Search Engine) પર ઘણાં રેકોર્ડ બ્રેક પેજ સર્ચ કર્યા હતા. ત્યારથી આજના દિવસે કંપની તેનો જન્મદિવસ મનાવે છે. સર્ચ એન્જિન ગૂગલની સ્થાપના વર્ષ 1998માં કેલિફોર્નિયાની સ્ટેનફોર્ડ યૂનિવર્સિટીના બે વિદ્યાર્થી લેરી પેજ અને સર્ગી બ્રિને કરી હતી. લેરી પેજ અને સર્ગી બ્રિને ગૂગલને ઓફિશિયલ લોન્ચ કર્યા પહેલા તેનું નામ ‘Backrub’ રાખ્યુ હતુ.

સ્ટેનફોર્ડ વિશ્વવિદ્યાલયમાંથી કર્યુ હતુ ગ્રેજ્યૂએશન

વર્ષ 1997માં ગૂગલના સહ સંસ્થાપક સર્ગી બ્રિનની મુલાકાત અન્ય સહ સંસ્થાપક લેરી પેજ સાથે થઈ હતી. બ્રિન તે સમયે સ્ટેનફોર્ડ કોલેજમાં સ્નાતકનો વિદ્યાર્થી હતો જ્યારે લેરી પેજ એજ કોલેજમાંથી ગ્રેજ્યૂએશન કરવાનો વિચાર કરી રહ્યો હતો.

આ પણ વાંચોઃ- Avicii: ગૂગલ ડૂડલે મનાવ્યો ડિજે ટીમ બર્ગલિંગનો 32મો જન્મદિવસ…

આથી 27 સપ્ટેમ્બરે ગૂગલનો બર્થડે મનાવવામાં આવે છે

27 સપ્ટેમ્બરે કંપનીએ તેના સર્ચ એન્જિન પર સર્ચિંગ માટે રેકોર્ડ બ્રેક કર્યો હતો. ત્યારથી અત્યાર સુધી આ દિવસે કંપની તેનો જન્મદિવસ મનાવે છે. આ દિવસને દર વર્ષે હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવે છે.

એટલે રાખ્યુ હતુ ગૂગલ નામ

સિસ્ટમનું નામ Google રાખ્યું છે કેમકે, 10100 કે Googol માટે કોમન સ્પેલિંગ છે અને જે લાર્જ સ્કેલ સર્ચ એન્જિન બનાવવ માટે બંધ બેસે છે.

ત્યારબાદ આલ્ફાબેટ બની ગઈ છે મૂળ કંપની

3 ડિસેમ્બર, 2019એ પિચાઈ આલ્ફાબેટના સીઈઓ પણ બન્યા. ત્યારબાદ Alphabet Inc.2 ઓક્ટોબર 2015 એ Googleના પુનર્ગઠનના માધ્યમથી બનાવવામાં આવ્યુ હતુ અને ત્ચારબાદ તેની મુખ્ય કંપની બની ગઈ અને સાથે જ તેની પૂર્વ સહાયક કંપનીઓ પણ.

સુંદર પિચાઈ ગૂગલના સીઈઓ

સર્ગેઈ બ્રિન અને લેરી પેજ દ્વારા સ્થાપિત, Google આજે વિશ્વ સ્તર પર સૌથી વધારે વાપરવામાં આવતુ સર્ચ એન્જિન છે. હાલના સીઈઓ સુંદર પિચાઈ, જેમણે 24 ઓક્ટોબર 2015એ પદ સંભાળ્યુ હતુ.

દુનિયાનું સૌથી મોટુ સર્ચ એન્જિન

ગૂગલ દુનિયાનો સૌથી મોટુ સર્ચ એન્જિન છે. ગૂગલમાં આજે લોકો 100થી વધારે ભાષાઓમાં સર્ચ કરી શકે છે. ભારતમાં ગૂગલને લોકલ સ્તર પર તૈયાર કરવામાં આવ્યું છે. તેને ઘણી ભાષાઓને સાંકળી રાખ્યું છે. આજે તમે ગૂગલ સર્ચ એન્જિનનો ઉપયોગ લેપટોપ અને કોમ્પ્યૂટર, મોબાઈલ દરેકમાં કરી શકો છો.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment