Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeઑટો & ગેજેટ્સGoogle Smartphone: ગૂગલ ટૂંક સમયમાં ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરશે

Google Smartphone: ગૂગલ ટૂંક સમયમાં ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરશે

Google Smartphone
Share Now

અમેરિકન ટેક કંપની ગૂગલ (Google Smartphone) આવનારા સમયમાં સેમસંગના એક નવા સેગ્મેન્ટને ટક્કર આપી શકે છે. રિપોર્ટ અનુસાર, ગૂગલ આ વર્ષે એક ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. ગૂગલે તાજેતરમાં જ Pixel 6 નું એલાન કર્યું છે. જોકે, તેનું વેચાણ હાલ શરૂ થયુ નથી. પણ હવે એવા સમાચાર મળ્યા છે કે, કંપની ફોલ્ડેબલ સ્માર્ટફોન લઈને આવી રહી છે.

Google Smartphone 2021

હાલ સેમસેન્ગનું ફોલ્ડેબલ સ્માર્ટફોન ઘણું પોપ્યૂલર થઈ રહ્યું છે. તાજેતરમાં સેમસંગે Galaxy Z Fold 3 અને Galaxy Flip 3 લોન્ચ કર્યાં છે. પોપ્યૂલર ટિપ્સ્ટર ઈવાન બ્લાસ અનુસાર, ગૂગલ ‘પાસપોર્ટ’ કોડનેમના નામથી ફોલ્ડબેલ પિક્સલ સ્માર્ટફોન બનાવી રહ્યું છે. રસપ્રદ વાત એ છે કે, આ સ્માર્ટફોનને આ વર્ષે જ લોન્ચ કર્યો છે.

નોંધનિય છે કે, ગૂગલે તાજેતરમાં Pixel 6 સીરીઝ જાહેર કરી છે. જોકે, આ માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યા નથી. કંપનીએ ફક્ત શોકેસ કર્યાં છે. ગૂગલ (Google Smartphone)પહેલીવાર તેના પિક્સલ સ્માર્ટફોનમાં જાતે બનાવેલુ ટેન્સર ચિપસેટ યૂઝ કરશે.

google foldable smartphone

IMAGE CREDIT: GOOGLE

ટિસ્પ્ટર ઈવાન બ્લાસ અનુસાર, ગૂગલ છેલ્લા બે વર્ષથી પણ વધારે ફોલ્ડેબલ સ્માર્ટફોન પર કામ કરી રહ્યાં છે. જોકે, લોન્ચ ટાઈમલાઈ ક્લિયર નથી. પણ આ વર્ષે લોન્ચ કરવામાં આવશે, આવા ટિપ્સ્ટર તરફથી કહેવામાં આવ્યું છે.

રિપોર્ટ અનુસાર, ગૂગલના પિક્સલ ફોલ્ડેબલ સ્માર્ટફોનમાં અંડર ડિસ્પ્લે કેમેરા સેટઅપ કરવામાં આવશે. કેટલાક સમય પહેલા ગૂગલના પિક્સલ ફોલ્ડેબલ સ્માર્ટફોનનો એક કથિત બ્લૂપ્રિન્ટ પણ સામે આવ્યો હતો જે દેખાવમાં Galaxy Fold ની જેમ જ લાગી રહ્યું હતુ.

આ પણ વાંચોઃ- આ ઇલેક્ટ્રિક સાયકલ માત્ર ચાર રૂપિયામાં 100 કિમી સુધીની કરાવશે મુસાફરી

કેટલીક જૂની રિપોર્ટ અનુસાર, ગૂગલ (Google Smartphone)ના ફોલ્ડેબલ પિક્સલ સ્માર્ટફોન માટે સેમસંગ અલ્ટ્રા થિન ગ્લાસને વેચશે. ગૂગલ અને સેમસંગ એ પહેલા પણ કેટલાક પ્રોડક્ટ્સ માટે સ્ટ્રેટિજિક પાર્ટનર્શિપ કરી ચૂક્યા છે.

બની શકે છે કે, કંપની Pixel 6 માટે આયોજીત કરવામાં આવેલા લોન્ચ ઈવેન્ટમાં પિક્સલ ફોલ્ડ સ્માર્ટફોન પણ રજૂ કરી શકે છે. જોકે, વેચાણની તારીખ ગૂગલે વધારીને ડિસેમ્બર સુધી કરી શકે છે.

Google Pixel 6 ની વાત કરવામાં આવે તો 19 ઓક્ટોબરથી પ્રી બુકિંગ શરૂ થશે અને તેનું વેચાણ 28 ઓક્ટોબરથી થશે. ઓક્ટોબર બાદ કંપની ફોલ્ડ માટે પ્રી-બુકિંગ શરૂ કરી શકે છે. 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment