Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / September 30.
Homeન્યૂઝજુલુસ માટેના નિયંત્રણો: મહોલ્લામાં 400 લોકોની મર્યાદામાં જુલુસ કાઢી શકાશે

જુલુસ માટેના નિયંત્રણો: મહોલ્લામાં 400 લોકોની મર્યાદામાં જુલુસ કાઢી શકાશે

Eid
Share Now

હમણાં જ નવરાત્રિનો તહેવાર પુર્ણ થયો, લોકો ખુબ ગરબે ગુમ્યા અને નવરાત્રિમાં નવ દિવસ દુર્ગા મા ના નવ અવતારની પુજા અર્ચના કરી હતી, ત્યારે સરકારે નવરાત્રિના તહેવાર દરમિયાન શેરી ગરબા, સોસાયટી અને ફ્લેટમાં ગરબાના આયોજનની છુટ પણ આપી હતી.

કોરોનાના કારણે 1 વર્ષ બાદ ગરબા થયા હતા, જેથી ખેલૈયાઓ મન મુકીને ગરબે રમ્યા હતા. સરકારે પણ આ વર્ષે પણ પાર્ટી ફ્લોટને અનો મોટા આયોજને છુટ આપી નહોતી, ત્યારે હવે 19 ઓક્ટોબરનાં રોજ ઇદ-એ-મિલાદ તહેવાર આવી રહ્યો છે, ત્યારે રાજ્ય સરકારે તહેવારોને લઇને વધુ એક ગાઇડલાઇન બહાર પાડી છે.

 ઈદ-એ-મિલાદ માટે સરકારે જાહેર કરી ગાઇડલાઇન, મહોલ્લામાં 400 લોકોની મર્યાદામાં જુલુસ કાઢી શકાશે

  • જુલુસમાં 400 લોકો લઇ શકશે ભાગ
  • જુલુસ જે વિસ્તારનું હશે એ વિસ્તારમાં જ ફરી શકશે
  • શક્ય એટલા ઓછા સમયમાં પુર્ણ કરવાનું રહેશે

આ ગાઇડલાઇન પ્રમાણે જો ઇદ-એ-મિલાદના જુલુનું આયોજન દિવસે જ કરવાનુ હશે તો માત્ર 15 લોકોની મર્યાદામાં હશે.આ ગાઇડલાઇન પ્રમાણે 400 લોકો આ જુલુસ માં ભાગ લઇ શકશે, પણ જો આ જુલુસ એક કરતાં વધુ વિસ્તારોમાં કાઠવાનું હશે તો તેની મર્યાદા રહેશે.  આ જુલુસ શક્ય બને તેટલા ઓછા સમયમાં પુર્ણ કરવાનું રહેશે, જે દરમિયાન કોવિડ 19 ની ગાઇડ લાઇનનું પણ પાલન કરવાનું રહેશે.

3 એમએલએ એ કરી રજુઆત

ઇદ એ મિલાદનું જુલુસ કાઢવા માટે પરમિશન આપવા દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્ન શેખ, જમાલપુર ના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને મોહંમદ પીરજાદાએ મુખ્યમંત્રીને મળીને રજુઆત કરી હતી.  કોવિડ ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

નવરાત્રિમાં પણ શેરી ગરબામાં 400 લોકોને આપી હતી છુટ

આ પહેલાં નવરાત્રિ મામલે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રીએ માત્ર શેરી ગરબા, સોસાયટી અને ફ્લેટના ગરબા, દુર્ગાપુજા, શરદપુર્ણિમા ઉત્સવ જેવા તહેવારોમાં 400 વ્યક્તિઓની મર્યાદાની છુટ આપવામાં આવી હતી. લગ્ન પ્રસંગોમાં પણ 400 લોકોની છુટછાટ આપવામાં આવી હતી. આ પહેલાં લગ્ન પ્રસંગોમાં 150 વ્યક્તિઓની મર્યાદા હતી, જે વધારીને 400 કરવામાં આવી હતી. આ સિવાય અંતિમ ક્રિયા અને દફનવિધિમાં પણ પહેલાં 40 વ્યક્તિઓની મર્યાદામાં વધારો કરીને 100 વ્યક્તિઓની મર્યાદા રહેશે.

 

આ પણ વાંચો: અંતર્ગત બીજેપી સાંસદે વિરોધ વ્યક્ત કરતા કહ્યું, ‘જશ્ન એ રિવાજ નથી દિવાળીનો તહેવાર ‘

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment