Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeન્યૂઝપેટ્રોલ-ડીઝલના ભાવથી પરેશાન લોકો માટે ખુશ ખબર

પેટ્રોલ-ડીઝલના ભાવથી પરેશાન લોકો માટે ખુશ ખબર

GUJARAT E VEHICLE POLICY
Share Now

સમગ્ર દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે. ત્યારે ગુજરાત સરકારે આજે ઇલેક્ટ્રિક વાહન(ELECTRIC VEHICLE) માટેની પોલીસી જાહેર કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ કરી આ પોલીસીની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ પ્રકારની પોલિસી બનાવનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. આગામી દિવસોમાં લોકો ઇલેક્ટ્રિક વાહનનો ઉપયોગ કરતા થાય તે માટે આ પોલિસી બનાવવામાં આવી છે. સરકાર દ્વારા ઇલેક્ટ્રિક કાર ખરીદવા પર 1.5 લાખ રૂપિયાની સબ્સિડી આપવામાં આવશે. તેમજ ઇલેક્ટ્રિક બાઇક ખરીદવા પર 20 હજાર રૂપિયાની સબ્સિડી આપવામાં આવશે. સમગ્ર દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા એક નવીન પહેલ કરવામાં આવી છે.

શું છે આ પોલીસીનો ઉદ્દેશ્ય?

તેમણે જણાવ્યું હતું કે, ઇલેક્ટ્રિક વાહનનો લોકો વધુ ઉપયોગ કરતા થાય તે આ પોલીસીનો મુખ્ય ઉદ્દેશ્ય છે. ટુ વ્હીલ, થ્રી વ્હીલ અને ફોર વ્હીલરનો આ પોલિસીમાં સમાવેશ કરવામાં આવશે. આ પોલિસી દ્વારા વાહનોના ધૂમાડાથી થતું વાયુ પ્રદૂષણ અટકાવી પર્યાવરણની રક્ષા કરવાનો આ પોલીસીનો ઉદ્દેશ્ય છે. આ પોલિસી દ્વારા 6 લાખ ટન કાર્બન ઉતન્ન થતો અટકશે. જેથી પ્રદુષણ પણ અટકશે. આવનારા 4 વર્ષમાં રાજ્યમાં ઇ-વ્હીકલનો ઉપયોગ વધારવાનો છે. તેમજ ગુજરાતને ઇ-વ્હીકલ અને તેને આનુષાંગિક સાધન-સામગ્રીનું મેન્યૂફેકચરીંગ હબ બનાવવાનું લેક્સી છે. આ પોલિસી દ્વારા ઇલેકટ્રીક મોબીલીટી ક્ષેત્રે યુવા સ્ટાર્ટઅપ રોકાણકારોને પ્રોત્સાહિત કરવા જેથી રાજ્યમાં રોજગારની તકો ઉભી થાય. અને લોકોને રોજગાર મળે.

GUJARAT GOVERNMENT E VEHICLE POLICY

PC- SAUR ENERGY

નવા ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવામાં આવશે

ઇલેક્ટ્રિક વાહનને(ELECTRIC VEHICLE) ચાર્જિંગ કરવામાં પડતી પરેશાનીને લઈને વિજય જણાવ્યું હતું કે, ઇ-વાહનોની બેટરીના ચાર્જીંગ માટે રાજ્યમાં હાલના ર૭૮ ઉપરાંત નવા રપ૦ ચાર્જીંગ સ્ટેશન સાથે કુલ પર૮ ચાર્જીંગ સ્ટેશનનું ઇન્ફ્રાસ્ટ્રકચર મળશે. જેથી લોકો સરળતાથી પોતાનું વાહન ચાર્જ કરી શકે. પેટ્રોલ પંપને પણ ચાર્જીંગ સ્ટેશન માટે મંજૂરી આપવામ આવશે. તેમજ હાઉસીંગ અને કોમર્શીયલ બાંધકામોમાં પણ ચાર્જીંગ વ્યવસ્થા ઊભી કરવામ આવશે. સાથે સાથે નવા ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટે સબસીડી પણ આપીશું. આમ આવનાર સમયમાં પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઓછો થશે. અને પ્રદુષણ અટકશે.

આ પણ વાંચો:ભાજપના રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામાં

ઓટોમોબાઈલ હબ તરીકે ગુજરાત ખ્યાતિ પ્રાપ્ત રાજ્ય

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે દેશના અન્ય કોઇપણ રાજ્યો કરતા ગુજરાતમાં ઇ-વ્હીકલ માટે પ્રતિ કિલોવોટ સબસીડી બમણી આપવામ આવશે. તેમજ પ્રાયવેટ કે કોમર્શીયલ વાહન કે કોઇ પણ વાહનના પ્રકારને ધ્યાનમાં લીધા સિવાય સબસિડી આપવામ આવશે .ભારત સરકારની ઇલેકટ્રીક વ્હીકલ પ્રોત્સાહન યોજના ફ્રેમ-ર અન્વયે મળતા પ્રોત્સાહનો ઉપરાંત રાજ્ય સરકાર ઇ-વ્હીકલ ખરીદનારને વધારાની સબસીડી-પ્રોત્સાહન આપવામાં આવશે. સમગ્ર દેશમાં ગુજરાત ઓટોમોબાઇલ હબ તરીકે ખ્યાતિ પ્રાપ્ત રાજ્ય છે. ત્યારે હવે, પર્યાવરણ પ્રિય વાહન વ્યવહારમાં સિમાચિન્હ રૂપ ઇલેકટ્રીક વ્હીકલ હબ પણ ગુજરાત આગામી વર્ષોમાં બનશે. અને ગુજરાતને નવી ઓળખ મળશે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment