Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / September 30.
Homeન્યૂઝકોરોનામાં માતા-પિતા ગુમાવેલ બાળકોને સરકારની સહાય!

કોરોનામાં માતા-પિતા ગુમાવેલ બાળકોને સરકારની સહાય!

Share Now

ગુજરાત સરકાર (Government of Gujarat) કોરોનામાં પોતાના માતા પિતા ગુમાવ્યા હોય, તેવા બાળકોને દર માસે રૂપિયા ૪,૦૦૦/ની સહાય આપશે. નર્મદા જિલ્લામાં કોરોનાને લીધે માતાપિતા ગુમાવનાર, અનાથ 12 બાળકોને શોધી કઢાયા હતા. તેમને સરકાર દ્વારા કિટ્સ અને ઓનલાઇન પેમેન્ટના મંજૂરીપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

બાળ સ્વરાજ પોર્ટલ પર અનાથ બાળકોની ઓનલાઈન એન્ટ્રી

meeting of Narmada district committee

કોરોનાએ કોઈને છોડ્યા નથી. કોરોનમાં લાખો લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા. કોઈએ પોતાનો લાડકવાયો ગુમાવ્યો, તો કોઈએ પોતાના માતા, પિતા, ભાઈ, બહેન, પતિ, પત્ની ગુમાવ્યા… તો કેટલાક લોકોનો આખો પરિવાર કોરોના ભરખી ગયો. પરિવારના સદસ્યને ગુમાવવાનું દુઃખ અસહ્ય હોય છે. ત્યારે કોરોનાને લીધે માતાપિતા ગુમાવ્યા હોય, તેવા કુલ 12 અનાથ બાળકોને જિલ્લા પ્રશાસન તરફથી શોધી કાઢવામાં આવ્યા છે. ભારત સરકાર દ્વારા આ બાળકોની બાળ સ્વરાજ પોર્ટલ પર ઓનલાઈન એન્ટ્રી પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સાંસદ મનસુખભાઇ વસાવા, જિલ્લા કલેકટર ડી.એ.શાહ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતાં. તથા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા પોતાની હાજરી પુરાવી હતી. 

 સરકાર દ્વારા (Government of Gujarat) દર મહિને રૂ.૪ હજારની સહાય

meeting of Narmada district committee

તેમને રાજ્યભરના ૭૭૬ જેટલાં બાળકોને દર મહિને રૂ.૪ હજારની સહાય આપવાની વાત કરી હતી. અને બાળ સેવા યોજના અંતર્ગત ૩૧ લાખ ૪ હજાર રૂપિયા બાળકોના ખાતામાં ઓનલાઇન પેમેન્ટ થકી જમા કરાવ્યાં હતાં. નર્મદા જિલ્લામાં હાલમાં કુલ-૧૨ જેટલાં બાળકોને આ યોજનાનો લાભ અપાશે. સાંસદ મનસુખભાઇ વસાવા અને જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે બાળકો સાથે અને તેમના પાલક વાલી સાથે સંવેદનાસભર સંવાદ કર્યો હતો. ૦ થી ૧૮ વર્ષ સુધીની વયજુથના અનાથ બાળકો આ યોજનાનો લાભ લઇ શકે છે. આગાઉ જો બાળકના માતાપિતાનું અવસાન થયેલ હોય, અને પછી કોરોનામાં આ બાળકના પાલકનું પણ અવસાન થાય, તો તે બાળકોને પણ આ યોજનનો લાભ મળશે.

આ પણ વાંચો: શું ભિખારીને ભીખ માંગવી ગમતી હશે?

સાંસદ મનસુખભાઇ વસાવા

m p mansukh vasava

આ પ્રસંગે સાંસદ મનસુખભાઇ વસાવાએ જણાવ્યુ હતું કે, “ગુજરાતમાં કોરોના મહામારી દરમિયાન જે બાળકોએ માતા-પિતા બંન્નેની છત્રછાયા ગુમાવી હોય, તેવા બાળકોને ગુજરાતની સંવેદનશીલ સરકાર (Government of Gujarat) દ્વારા મુખ્યમંત્રી બાળ સેવા યોજના થકી દરેક બાળકના ખાતામાં દર મહિને રૂા.૪ હજાર જમા થશે. નર્મદા જિલ્લામાં એવા ૧૨ બાળકોની જિલ્લા વહિવટીતંત્રએ શોધખોળ કરી છે. તેવા ૧૨ જેટલાં બાળકોને આ યોજનાનો લાભ મળશે.”

વસાવાએ વધુમાં ઉમેર્યું હતું કે, “આજે એક બાળક અને એક બાળકી એમ બે બાળકોને કલેક્ટર ઓફિસમાં આ સહાયનો લાભ આપવામાં આવ્યો છે. બાકીના ૧૦ જેટલાં બાળકોને પણ આનો પૂરેપુરો લાભ મળશે”. 

“આફ્ટર કેર યોજના”

child who lost their parents ૧૮ વર્ષ પુર્ણ કર્યા પછી જે બાળકનો અભ્યાસ ચાલુ હોય તેને રાજ્ય સરકારની “આફટર કેર યોજના”નો લાભ ૨૧ વર્ષની ઉંમર સુધી મળી શકશે. ૨૧ વર્ષ પુર્ણ કર્યા બાદ પણ જે યુવક અથવા યુવતીઓએ માન્ય અભ્યાસ ચાલુ રાખેલ હશે, તો તેમને અભ્યાસ પૂર્ણ થાય અથવા ૨૪ વર્ષની ઉંમર પુરી થાય ત્યાં સુધી તેમને “આફ્ટર કેર યોજના” નો લાભ મળશે. ott india માટે નર્મદાથી દીપક જગતાપનો અહેવાલ.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment