Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 27.
Homeન્યૂઝઆગામી છ મહિનામાં સરકાર ઉભું કરશે 5 લાખ કરોડનું દેવું

આગામી છ મહિનામાં સરકાર ઉભું કરશે 5 લાખ કરોડનું દેવું

Govt Borrowing Plan: Modi Govt to Borrow ₹ 5.03 Lakh Crore Over Second Half Of 2021-22
Share Now

અમદાવાદ : કોરોના મહામારીને કારણે મોદી સરકારે ગત વર્ષે અને ચાલુ નાણાંકીય વર્ષની શરૂઆતમાં વિવિધ મંત્રાલયોના ખાતાના ખર્ચકાપને આ સપ્તાહે જ દૂર કર્યો હતો. સોમવારે મોડી સાંજે સરકારે જાહેર કરેલ આગામી છ માસના ખર્ચને ધ્યાને રાખીને 5 લાખ કરોડની ઉઘાર સીમા(Govt Borrowing Plan) નક્કી કરી છે.

Govt Borrowing Plan: In First Six Month Govt Garnered ₹ 7.02 lakh crore in April-September period. Centre aimed to borrow ₹ 12.06 lakh crore in bonds in the current financial year (FY 2021-22).

Govt Borrowing Plan

કેન્દ્ર સરકાર ચાલુ નાણાંકીય વર્ષ 2021-22ના બીજા ભાગમાં 5.03 લાખ કરોડની માર્કેટ લોન લેશે. નાણાં મંત્રાલયે સોમવારે કહ્યું કે આ લોન આવકમાં ઘટની ભરપાઈ કરવા માટે લેવામાં આવશે. સરકાર આ લોન(Govt Borrowing Plan) કોરોના મહામારીથી પ્રભાવિત અર્થતંત્રને પુનર્જીવિત કરવા માટે વાપરશે.

નાણામંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે “ચાલુ નાણાકીય વર્ષ માટે કેન્દ્રીય બજેટમાં 12.05 લાખ કરોડ રૂપિયાનું દેવું એકત્ર કરવાનો (Govt Borrowing Plan) અંદાજ મુકવામાં આવ્યો હતો. આ અંદાજમાંથી 60 ટકા રકમ અથવા 7.24 લાખ કરોડ રૂપિયા પ્રથમ અર્ધવાર્ષિકગાળામાં એકત્ર કરવાની યોજના હતી. પહેલા અર્ધવાર્ષિક ગાળામાં 7.02 લાખ કરોડ રૂપિયાની લોન લેવામાં આવી છે. હવે સરકાર 5.03 લાખ કરોડની બાકીની લોન બીજા અર્ધવાર્ષિકગાળામાં લેવાની યોજના ધરાવે છે. અગાઉ પહેલા અર્ધવાર્ષિક ગાળામાં સરકારે બોન્ડ્સ જારી કરીને 7.02 લાખ કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા.

આ પણ વાંચો  : Naykaa vs અંબાણી : રિલાયન્સ ઓનલાઈન કોસ્મેટીક અને પર્સનલે કેયર કારોબારમાં ઝંપલાવશે

આ નિવેદનનો અર્થ થાય છે કે સરકારે કોરોના મહામારીની બીજી લહેર અને અન્ય અનેક કારણો છતા ખર્ચમાં કાપ નથી મુક્યો એટલેકે સરકારે વધુ ખર્ચ કરીને વધુ આવક અને દેશના અર્થતંત્રને મજબૂત કરવા તૈયાર છે.

રાજ્યોને વળતરને બદલે લોન

અત્રે ઉલ્લેખનીય છે બાકીના છ માસની આ લોન યોજન અંદાજમાં જીએસટી વળતરને બદલે બેક-ટુ-બેક ક્રેડિટ સુવિધા હેઠળ રાજ્યોને બાકી રકમ આપવાની જરૂરિયાતને પણ શામેલ કરવામાં આવી છે. બજેટ 2021-22ના અંદાજપત્ર મુજબ ચાલુ નાણાકીય વર્ષમાં સરકાર(Govt Borrowing Plan)નું કુલ દેવું 12.05 લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. તે જ સમયે ચોખ્ખું દેવું 9.37 લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.

Govt Borrowing Plan

બજેટમાં આગામી નાણાકીય વર્ષમાં રાજકોષીય ખાધ 6.8% રહેવાનો અંદાજ મુકવામાં આવ્યો હતો. આ ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપીના 9%ના અંદાજ કરતા ઓછો છે. સરકાર તેની રાજકોષીય ખાધને પહોંચી વળવા સિક્યોરિટીઝ અને ટ્રેઝરી બિલ દ્વારા બજારમાંથી નાણાં લેવા ઉઘાર એટલેકે દેવું(Govt Borrowing Plan) ઉભું કરે છે.

એક રિપોર્ટ અનુસાર સરકાર RBI સાથે ઉધાર સંબંધિત કાર્યક્રમ નક્કી કરવા માટે વાતચીત કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર 23,000-24,000 કરોડ રૂપિયાના 21 સાપ્તાહિક હપ્તામાં રકમ એકઠી કરશે. પ્રથમ અર્ધવાર્ષિકગાળા દરમિયાન સરકારે 6.19%ની સરેરાશ યિલ્ડ પર બોન્ડ જારી કર્યા હતા. મહત્વની વાત એ છે કે સરકારની આ યિલ્ડ ઓફરને  તમામ લેવલના રોકાણકારોએ સ્વીકાર્યું હતુ.

આ પણ વાંચો  : તહેવારોની સીઝનમાં છે ઘર ખરીદવાનો પ્લાન ? 10 વર્ષમાં સૌથી ઓછા વ્યાજદર ઓફર કરી રહી છે બેન્ક-NBFCs

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment