Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 2.
Homeન્યૂઝટિકૈતે સરકારને દિલ્હી બોર્ડર પરથી ખેડૂતોને હટાવવા સામે ચેતવણી આપી, 26 નવેમ્બરની આપી ડેડલાઇન

ટિકૈતે સરકારને દિલ્હી બોર્ડર પરથી ખેડૂતોને હટાવવા સામે ચેતવણી આપી, 26 નવેમ્બરની આપી ડેડલાઇન

RAKESH TIKET
Share Now

કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત આંદોલન છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે. ત્યારે ખેડૂત નેતા રાકેશ ટિકૈતે ફરી એક વાર કેન્દ્ર સરકારને ચેતવણી આપી છે. રાકેશ ટિકૈતે કહ્યું છે કે, તમારી પાસે 26 નવેમ્બર સુધીનો સમય છે. ત્યારપછી 27 નવેમ્બરથી ખેડૂતો ગામડાઓથી ટ્રેક્ટરો દ્વારા દિલ્હીની ચારેયબાજુ આંદોલન સ્થળની બોર્ડર પર પહોંચશે અને આંદોલનને વધારે મજબૂત કરશે.

કેન્દ્ર સરકાર પાસે 26 નવેમ્બર સુધીનો સમય – રાકેશ ટિકૈતે

તેમણે ટ્વીટ કર્યું, કેન્દ્ર સરકાર પાસે 26 નવેમ્બર સુધીનો સમય છે, ત્યારબાદ 27 નવેમ્બરથી ખેડૂતો ગામડાઓમાંથી ટ્રેક્ટર સાથે દિલ્હીની આસપાસના આંદોલન સ્થળો પર સરહદ પર પહોંચશે અને આંદોલનના સ્થળે પાકી કિલ્લેબંધી સાથે તંબુઓ મજબૂત કરશે. ટ્વીટ કરીને ટિકૈતે કહ્યું, જો ખેડૂતોને સરહદોથી બળજબરીથી હટાવવાનો પ્રયાસ થશે, તો તેઓ દેશભરની સરકારી ઓફિસોને મંડીમાં ફેરવી દેશે.

આ પણ વાંચો : તાલિબાન ભારત તરફ આગળ વધ્યું તો એરસ્ટ્રાઈક નિશ્ચિત છે: CM યોગી આદિત્યનાથ

પોલીસ બેરિકેડ હટાવી રહી છે

પોલીસ દ્વારા સિંઘુ, ટિકરી અને ગાઝીપુર સરહદો પરથી બેરિકેડ હટાવ્યા બાદ દિલ્હીમાં ટ્રાફિક ફરી એકવાર ઓછો થવાની ધારણા છે. ટ્રાફિક સમસ્યાને ઉકેલવા માટે, દિલ્હી પોલીસે ટિકરી બોર્ડર (દિલ્હી-હરિયાણા) અને ગાઝીપુર બોર્ડર (દિલ્હી-યુપી) પર માર્ગો ખોલ્યા છે જે ખેડૂતોના વિરોધને કારણે બંધ કરવામાં આવ્યા હતા. ટ્રાફિકને સરળતાથી પસાર કરવા માટે બેરિકેડિંગના ત્રણ સ્તરો પહેલેથી જ દૂર કરવામાં આવ્યા હતા. દિલ્હી પોલીસે આઠથી નવ સ્તરના બેરિકેડિંગ લગાવ્યા હતા. ખેડૂતોને સહકાર માટે અપીલ કરવામાં આવી છે.

વડાપ્રધાનના દરવાજે કરશું દિવાળીની ઉજવણી

સંયુક્ત કિસાન મોર્ચાના સભ્ય અને ભારતીય કિસાન યૂનિયનના પ્રદેશ અધ્યક્ષ ગુરુનામ સિંહ ચઢૂનીએ વીડિયો વાયરલ કરીને સરકારને ચેતવણી આપી છે. કહ્યું છે કે, જો ખેડૂતોને રસ્તા પરથી હટાવવાનો પ્રયત્ન કરશો તો આ વખતે દિવાળી વડાપ્રધાનના દરવાજાની બહાર ઉજવવામાં આવશે.
તેમણે કહ્યું છે કે, રસ્તો ખાલી કરાવવાનો પ્રયત્ન કરવામા આવશે તો દરેક ખેડૂત દિલ્હી માટે કૂચ કરશે. તેમણે ખેડૂતોને પણ કહ્યું છે કે, તેઓ કોઈ પણ સમયે તૈયાર રહે. કોઈ પણ સમયે મેસેજ આવી શકે છે અને રાતના સમયે પણ દિલ્હી કૂચ કરી શકાય છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment