છેલ્લા એક વર્ષથી કૃષિ આંદોલન ચાલી રહ્યું છે, આ આંદોલનમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે, આ આંદોલન દરમિયાન ઘણા ખેડૂતોના મોત થયા અને ઘણા લોકોને ગંભીર ઈજાઓ થઈ. જો કે કેન્દ્રની ભાજપ સરકારે લોકસભામાં કૃષિ કાયદાને પરત ખે કહી લીધો છે. પરંતુ આજે લોકસભાની કાર્યવાહી દરમિયાન જ્યારે સરકારને પૂછવામાં આવ્યું કે શું સરકાર પાસે આંદોલન દરમિયાન કેટલા ખેડૂતોના મોત થયા તેના કોઈ આંકડા છે? અને આંદોલનમાં માર્યા ગયેલા ખેડૂતોના પરિવારજનોને સરકાર વળતર આપશે? આ તમામ સવાલોના જવાબ કેન્દ્રની મોદી સરકાર દ્વારા આજે સંસદમાં આપવામાં આવ્યા છે.
સરકારે આપી લેખિતમાં માહિતી
સંસદમાં લેખિત માહિતી આપતાં કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનમાં કોઈ ખેડૂતનું મૃત્યુ થયું નથી. તોમરે કહ્યું કે કૃષિ મંત્રાલય પાસે ખેડૂતોના આંદોલનને કારણે કોઈ ખેડૂતના મોતનો કોઈ રેકોર્ડ નથી. સરકારે કહ્યું કે આવી સ્થિતિમાં ખેડૂતોના પરિવારોને વળતર આપવાનો સવાલ જ ઊભો થતો નથી. ખેડૂતોના મુદ્દે સરકારે કહ્યું કે સરકાર ખેડૂતો સાથે સતત વાત કરી રહી છે. જેથી ખેડૂતોના આંદોલનનો અંત લાવી શકાય. કૃષિ મંત્રીએ કહ્યું કે સરકાર આંદોલનકારી ખેડૂતો સાથે સક્રિય રીતે વાત કરી રહી છે. સરકારે ખેડૂત સંગઠનો સાથે 11 વખત વાતચીત પણ કરી છે.
सारा देश इस बात का साक्षी है कि प्रधानमंत्री श्री @narendramodi जी, किसानों के प्रति और कृषि के प्रति प्रतिबद्ध हैं और रहेंगे। उनके 7 साल के कार्यकाल में जो ऐतिहासिक काम कृषि क्षेत्र को आगे बढ़ाने के लिए हुए हैं, वे पहले कभी भी कांग्रेस सरकार में नहीं हुए…#ModiWithFarmers pic.twitter.com/7Nqe8t7zpS
— Narendra Singh Tomar (@nstomar) November 30, 2021
આ પણ વાંચો:25 ડિસેમ્બરથી શરૂ થશે સાબરમતીથી અયોધ્યા સુધીની રામપથ યાત્રા
આંદોલન હજુ પણ ચાલુ
એક તરફ સરકાર સંસદમાં ખેડૂતોના મૃત્યુઆંકનો જવાબ આપી શકી નથી તો બીજી તરફ આ પ્રશ્નના જવાબમાં ખેડૂતોનો અલગ મત છે. ખેડૂત સંગઠનોનો દાવો છે કે છેલ્લા એક વર્ષથી ચાલી રહેલા ખેડૂતોના આંદોલનમાં અત્યાર સુધીમાં 700 ખેડૂતોના મોત થયા છે. એટલું જ નહીં, ખેડૂત સંગઠનો સરકાર પાસે પરિવારના સભ્યોને વળતરની પણ માંગ કરી રહ્યા છે. પરંતુ તમને જણાવી દઈએ કે કાયદો હટાવ્યા બાદ પણ ખેડૂતોનું આંદોલન ચાલુ છે. ખેડૂત નેતા રાકેશ ટિકૈતનું કહેવું છે કે જ્યાં સુધી સરકાર ખેડૂતોની માંગણી નહીં સ્વીકારે ત્યાં સુધી ખેડૂતોનું આ આંદોલન ચાલુ રહેશે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4