Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝજેતપુરમાં લીલું પાણી ઝેર સમાન

જેતપુરમાં લીલું પાણી ઝેર સમાન

jetpur photo
Share Now

જેતપુરનો સાડી ઉદ્યોગ ચર્ચાના ચગડોળે

જેતપુરનો સાડી ઉધોગ કેમિકલયુક્ત પાણી અને પ્રદુષણને લઇ વારંવાર ચર્ચાના ચકડોળે ચડેલો રહે છે. ત્યારે ભાદર નદીમાં છોડવામાં આવેલા પાણી અંગે નવો ઘટસ્ફોટ થયો છે. ઈકો બાયકોલ કંપની દ્વારા ભાદર નદીને પ્રદુષિત કરવાનો સૌથી મોટો વેપલો ચાલતો હતો જેનો ખેડૂતો દ્વારા જનતા રેડ કરી પર્દાફાશ કરતા તંત્ર ઊંઘતું ઝડપાયું હતું. ત્યારે તો કંપનીમાં પાણી છોડવા માટેની કુંડી મળી આવી હતી. એ પાણી કઈ રીતે પહોચી રહ્યું છે ભાદર નદીમાં આ વિશેષ અહેવાલમાં.

jetpur photo

પ્રદુષિત થઇ રહેલી ભાદર નદી

આ છે ભાદર નદી, જે દિવસે ને દિવસે પ્રદુષિત થઇ રહી છે. જેનો સંપૂર્ણ શ્રેય જાય છે જેતપુરના પ્રદુષણમાફીયાઓને. પ્રદુષણમાફિયા કારખાનાઓમાંથી નીકળતા કેમિકલયુક્ત પાણીને ભાદર નદીમાં છોડતા જરા પણ અચકાતા નથી. અને આ તેનું જ પરિણામ છે કે આજે જેતપુરની જમીન બંજર થઇ રહી છે. ખેડૂતોની ખેતીની જમીન પાક ઉગાડવાને લાયક નથી રહી.

jetpur photo  

10 ગામના ખેડૂતોએ કરી હતી જનતા રેડ

બે દિવસ પૂર્વે જેતપુરના પાંચપીપળા પાસે આવેલ ભાદર નદી કિનારે ઇકો બાયોકોલ્સમાં પ્રદુષિત પાણીનું ટેન્કર ભાદર નદીમાં ઠલવાતું હોવાનો 10 ગામના ખેડૂતો જનતા રેડ કરી પર્દાફાશ કર્યો હતો. બાયોકોલ ફેક્ટરીની આડમાં ફેકટરીમાં કુંડી બનાવી દૂધના ટેન્કરમાંથી કેમિકલ ઠાલવી પાણી ભાદર નદીમાં છોડવામાં આવી રહ્યું હતું જેના કારણે ભાદર નદીમાં ફીણની ચાદર છવાઈ જતી હતી.

jetpur photo

જનતા રેડ બાદ પ્રદુષણ બોર્ડ હરકતમાં

જનતા રેડ બાદ પણ પ્રદુષણ બોર્ડ દ્વારા સેમ્પલ લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જો કે, ખેડૂતોમાં હજુ રોષ યથાવત છે. પાંચપીપળા ગામના ઉપસરપંચ વિઠ્ઠલભાઈ મોરબિયા અને આગેવાનો અશોકભાઇ, વિમલભાઈ વાગડિયા સહિતનાએ ભાદર નદીમાં જ્યાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવે છે તે સ્થળની મુલાકાત લીધી હતી. અને ફરી એક નવો ભાંડો ફૂટ્યો હતો.

jetpur photo

જુઓ વિડીયો : કેવી રીતે ખેડૂતોએ ભાંડો ફોડ્યો 


પ્રદુષણમાફિયાઓમાં ફફડાટ

આ ઘટનાનો પર્દાફાશ થયા બાદ ફેકટરી માલિક દ્વારા આ પાઈપલાઈનો કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પાઈપલાઈન જે જગ્યાએ નાખવામાં આવેલી છે તે જગ્યાપર ખોદકમ કરવામાં આવ્યું હતું. ફેકટરીની કુંડીમાંથી અન્ડર ગ્રાઉન્ડ પાઇપલાઇન ભાદર નદીમાં બનાવેલ કૂવામાં છોડવામાં આવતું હતું અને આ ભાંડો ફૂટતા પાઈપલાઈનો કાઢવાનું કામ ફેકટરી માલીક કરી રહયા હતા તે સમયે ખેડૂતો અને મીડિયાએ પકડી પડયા હતા.

jetpur photo

લીલું પણ ઝેર સમાન

ઇકો બાયોકોલ ફેકટરીમાં કુંડી કરી અને તેમાં ટેન્કર ઠાલવી ભાદર નદીને પ્રદુષણ કરનાર પ્રદુષણ માફિયાઓ સામે ક્યારે કાર્યવાહી થશે તે પણ મોટો સવાલ છે. કુંડી વાટે નદીમાં આવતું પાણીનો એ ઝેરી લીલો કલર ખરેખર લોકોના સ્વાસ્થ્ય અને ખેડૂતોની જમીન માટે ઝેરી સાબિત થઇ રહ્યો છે.

jetpur photo

આ વાંચો : પ્રદુષણનું ઘર જેતપુર

પહેલા જ ધ્યાન અપાયું હોત તો આટલું નુકસાન ન થાત

પ્રદુષણ બોર્ડ દ્વારા માત્ર સેમ્પલ જ લેવાયા હતા પરંતુ આ પાણી કેવી રીતે છોડવામાં આવતું હતું અને કેવી રીતે પ્રદુષણ ફેલાવી રહ્યા છે તેના જડમૂળ સુધી પહોચવાની પહેલા જ કોશિષ કરી હોત તો આજે ભાદર નદી અને ખેડૂતોનું આટલું નુકસાન ન થયું હોત.

jetpur photo

વરસાદ પડતા જ નદીમાં જોવા મળે છે ફીણના ગોટેગોટા

પાંચપીપળા ગામના લોકોએ પણ જણાવ્યું હતું કે, પાંચપીપળા લુણાગરી વચ્ચે આવેલ ભાદર નદીમાં થોડો વરસાદ પડે ત્યારે ફિણના ગોટા ગોટા જોવા મળે છે આ જોઈએને લાગ્યું હતું કે, જેતપુર ડાઇંગ ઉદ્યોગમાંથી કેમિકલવાળું પાણી છોડવામાં આવતું હશે. પરંતુ બાદમાં જાણવા મળ્યું કે, આ કારખાનામાંથી જુનાગઢથી કેમિકલ ભરેલું ટેન્કર ચલાવવામાં આવે છે, તો હવે પ્રદુષણમાફિયાઓ સામે કાયદેસરના પગલાં લઇ કાયદેસરની કાર્યવાહી કરે તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment