લગ્ન સમારોહમાં તમને ઘણા નવા નવા નુસ્ખા જોવા મળતા હોય છે. જે જીવનમાં યાદગાર બની રહે છે. ત્યારે ગીરસોમનાથ (Gir Somnath )ના આહીર સમાજના એક અનોખા લગ્ન યોજાયા હતાં. જેમાં ચેતન અને શૈલેષના લગ્ન પ્રસંગે હેલિકોપ્ટર મારફતે વરરાજાની જાન આજોઠા ગામેથી નીકળી હતી.
Gir Somnath માં વરરાજાની જાન નીકળી હેલિકોપ્ટરમાં
હેલિકોપ્ટર (Helicopter)માં જાન લઈ આવતા જાનૈયાઓ સહિત તમામ ચકિત રહી ગયા હતાં. વરરાજાની અદભુત ક્ષણ જોઈ સૌ કોઈ લોકોમાં કુતુહલ સર્જાયું હતું. સૌ કોઈ લોકો હેલિકોપ્ટરમાં આવેલી વરરાજાની જાન જોતા હાજર લોકો દંગ રહી ગયાં હતાં. આ તકે જાનૈયા ઉપર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. વરરાજા હેલિકોપ્ટરમાં આવતાની સાથે તેનું રંગેચંગે સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: વિપક્ષનું નેતૃત્વ કોંગ્રેસનો દૈવી અધિકાર નથી, 10 વર્ષમાં 90% ચૂંટણી હારી: પ્રશાંત કિશોર
Gir Somnath ના અનોખા લગ્નમાં આ જાણીતા ગાયક કલાકારો રહ્યા ઉપસ્થિત
વેરાવળ (Veraval)ના આહીર સમાજના આગેવાન અને આજોઠા ગામના રહેવાસી નથુભાઈ સોલંકીના પુત્ર ચેતન અને તેમના ભત્રીજા શૈલેષની જાન હેલિકોપ્ટરમાં ગઈ હતી. જેને લઈને નાઘેર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો હતો, લગ્ન (Marriage)અનોખી રીતે લગ્ન યોજાયા હતા, ત્યારે લગ્ન પ્રસંગે હેલિકોપ્ટરમાં જાન ગઈ હતી. તેમજ દાંડિયા રાસમાં ગુજરાતના જાણીતા ગાયક જીગ્નેશ કવિરાજ, ગમન સાંથલ, ગીતા રબારી, નારેન ઠાકોર સહિત નામી અનામી કલાકરો પોતાનું સુરથી ખેલૈયાઓને મોજ કરાવી હતી.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4