નવી દિલ્હી: કોરોના મહામારીની અસર દેશના અર્થતંત્ર પણ સ્પષ્ટ જોવા મળી રહી છે. 8 મહિના બાદ જૂન મહિનામાં GST કલેક્શન (GST Collection) 1 લાખ કરોડ રૂપિયાથી ઓછું રહ્યું છે. જૂન મહિના કુલ GST કલેક્શન ઘટીને 92,849 કરોડ રૂપિયા રહ્યું છે, જે મે મહિનામાં 1.02 લાખ કરોડ રૂપિયા હતું. અગાઉ સપ્ટેમ્બર મહિનામાં GST કલેક્શન 95,840 રૂપિયા રહ્યું હતું.
જૂન મહિનાના કુલ GST કલેક્શન (GST Collection) પૈકી CGST કલેક્શન તરીકે 16,424 કરોડ રૂપિયા, SGST તરીકે 20,397 કરોડ રૂપિયા અને IGST કલેક્શન તરીકે 49,079 કરોડ રૂપિયા ઉપરાંત 6,949 કરોડ રૂપિયાની સેસ પણ સામેલ છે.
✅₹ 92,849 crore gross GST revenue collected in June’ 2021
✅The revenues for the month of June 2021 are 2% higher than the GST revenues in the same month last year.Read more ➡️https://t.co/jxoKJ3kWw9 pic.twitter.com/aiKB29Mtv3
— Ministry of Finance (@FinMinIndia) July 6, 2021
ટેક્સ પેયર્સને રાહત અપાઈ
નાણાં મંત્રાલય તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ, GST કલેક્શનનો (GST Collection) આ આંકડો 5 જૂનથી 5 જુલાઈની વચ્ચેનો છે, કારણ કે કોરોના સંકટના કારણે સરકારે ટેક્સ પેયર્સને અનેક કામોમાં રાહત આપવાની જાહેરાત કરી હતી. કોરોના સંકટ વચ્ચે સરકારે જૂન મહિના માટે એવા વેપારીઓને રિટર્ન ફાઈલિંગમાં 15 દિવસોની રાહત આપવામાં આવી હતી, જેમનું ટર્ન ઓવર 5 કરોડથી વધારે હતું. જૂનમાં GSTની આવક ગત વર્ષે આજ સમયગાળ કરતાં 2 ટકા વધારે છે.
આ પણ વાંચો: સુરતમાં દબાણ હટાવવા ગયેલી મનપાની ટીમ પર ફેરિયાઓનો હુમલો, વીડિયો વાયરલ
જૂનમાં બિઝનેસ રેવન્યૂમાં 2 ટકાનો ઉછાળો
જૂન મહિનામાં ટોટલ બિઝનેસ રેવન્યૂ જૂન-2020ની સરખામણીએ 2 ટકા વધારે રહી છે. જૂનના મહિનામાં GST કલેક્શન (GST Collection) મે મહિનામાં કરવામાં આવેલા બિઝનેસ ટ્રાન્જેક્શન માટે છે. મે મહિનામાં દેશના મોટાભાગના રાજ્યોમાં અનેક ઠેકાંણે લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. આજ કારણ છે કે, સતત 8 મહિના સુધી GST કલેક્શનનો આંકડો 1 લાખ કરોડની પાર રહ્યા બાદ જૂન મહિનામાં ઘટી ગયું.
મે મહિનામાં GST કલેક્શન 1.02 લાખ કરોડ રૂપિયા
મે મહિનામાં સરકારનું GST કલેક્શન (GST Collection) 1,02,709 કરોડ રૂપિયા રહ્યું હતું. જેમાં સેન્ટ્રલ GST 17,592 કરોડ, સ્ટેટ GST 22,653 કરોડ અને ઈન્ટર GST 53,199 કરોડ રૂપિયા રહ્યું. ઈન્ટર GSTમાં 26,002 કરોડ રૂપિયાનું કલેક્શન ઈમ્પોર્ટેડ ગુડ્સ થકી થયું હતું. જ્યારે 9,265 કરોડ રૂપિયા સેસના મળ્યા હતા. જે પૈકી 868 કરોડ ઈમ્પોર્ટેડ ગુડ્સ થકી આવ્યા હતા. મે-2021માં કુલ GST કલેક્શનમાં વાર્ષિક આધાર પર 65 ટકાનો ઉછાળો નોંધવામાં આવ્યો હતો.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt