Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeસ્ટાર્ટ અપસરકાર જલદી જ આપશે રાહત: GST ટેક્સ અને સ્લેબની સંખ્યા અંગે મુખ્ય આર્થિક સલાહકારે આપ્યું આ નિવેદન

સરકાર જલદી જ આપશે રાહત: GST ટેક્સ અને સ્લેબની સંખ્યા અંગે મુખ્ય આર્થિક સલાહકારે આપ્યું આ નિવેદન

GST News : What does Chief Economist Advisor Subramanian say about the GST slab?
Share Now

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર એકવાર ફરી વસ્તુ અને કર સેવા કર (GST)ના સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવાની યોજના બનાવી રહી છે. દેશમાં 1 જુલાઈ 2017થી જીએસટી (GST) અમલી બન્યા પછીથી તેમાં ઘણાં બધા ફેરફારો કરવામાં આવ્યા. તેમાં ફેરફાર કરવા માટે એક જીએસટી કાઉન્સીલની રચના પણ કરવામાં આવી જે સમયાંતરે તેમાં બદલાવો લાવી રહ્યું છે. નાણા મંત્રાલયમાં મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યને જીએસટી સ્લેબ (GST Slab) અંગે એક નિવેદન આપ્યું છે, જેમાં મહત્વની વાત કહી છે.

GST News : What does Chief Economist Advisor Subramanian say about the GST slab?

સુબ્રમણ્યને કહ્યું કે, જલ્દી જ 2 સ્લેબને મર્જ કરીને જીએસટી સ્ટ્રક્ચરમાં ફક્ત ત્રણ દરો રાખવાની કવાયત ચાલી રહી છે. તેમણે કહ્યું કે, આ ફેરફાર નિશ્વિત રીતે થવાના છે. જીએસટીમાં ત્રણ દરનું સ્ટ્રક્ચર હોવું જરૂરી અને મહત્વપૂર્ણ છે. કેન્દ્ર સરકાર આ મામલે નિશ્વિતરૂપે ટૂંક સમયમાં નિર્ણય લેશે.

સુબ્રમણ્યમે એક એસોચમ પ્રોગ્રામમાં કહ્યું હતું કે, વાસ્તવિક યોજના જીએસટીમાં ત્રણ-દર સ્ટ્રક્ચરની જ હતી. જો કે, બાદમાં તેને પાંચ દર સાથે રજૂ કરવામાં આવી હતી, જે કેન્દ્ર સરકાર દ્વારા એક મોટું પગલું હતું. તેમણે કહ્યું કે જીએસટી (GST)માં 5 દર હોવાને કારણે સંગ્રહ (GST Collection)ની રકમ ખૂબ મોટી બની જાય છે. નીતિ નિર્માતાઓએ શરૂઆતમાં 5 દરો સાથે પહેલા GST રજૂ કરવાની યોજના બનાવી હતી. હાલમાં 5, 12, 18 અને 28 ટકા જીએસટીમાં ચાર મુખ્ય રેટ્સ છે. આ સાથે, ઓટોમોબાઈલ, તમાકુ જેવા ઉત્પાદનો પર પણ સેસ લાગે છે.

GST News : What does Chief Economist Advisor Subramanian say about the GST slab?

આ વર્ષની શરૂઆતમાં સંસદમાં રજૂ કરાયેલા એક અહેવાલમાં, 15મા નાણા પંચ (FCC) એ સરકારને 12 અને 18 ટકાના દરોને મર્જ કરવાનો આગ્રહ કર્યો હતો જેથી GST માળખામાં ત્રણ દરો રહે. આ સિવાય પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીએ પણ બે સ્લેબને મર્જ કરવાની વાત કરી હતી. તેમણે ડિસેમ્બર 2018માં પોતાના બ્લોગમાં લખ્યું છે કે, 12 અને 18 ટકાના બે સ્ટાન્ડર્ડ રેટ્સને બદલે પ્રમાણભૂત દર ડિઝાઇન કરી શકાય છે. બે વચ્ચેનો દર રજૂ કરવામાં આવે તેવું પણ કરી શકાય છે. અર્નસ્ટ એન્ડ યંગ ઈન્ડિયાના ટેક્સ પાર્ટનર અભિષેક જૈને જણાવ્યું છે કે, જો બન્ને સ્લેબ્સને મર્જ કરી વચ્ચેનો કોઈ દર બનવવામાં આવે તો 12 ટકાના દરવાળા પ્રોડક્ટ્સના ભાવ વધી જશે. 18 ટકાના દરવાળી વસ્તુઓના ભાવ ઓછા થઈ જશે.

આ પણ વાંચો : 30 જુલાઈ, એ તારીખ જ્યારે અંધારામાં ડુબી ગયો હતો આખો દેશ

ચીફ ઈકોનોમિક એડવાઈઝરે (CEA) જણાવ્યું કે, કિંમતી પથ્થરો પર 0.25 ટકા અને કિંમતી ધાતુઓ પર 3 ટકાના વિશેષ દરો લાગુ છે. તેમણે જણાવ્યું કે, 12 અને 18 ટકાના દરોના મર્જનો પ્રસ્તાવ છે. તેના વિલય થવાથી જીએસટીમાં 3 દરોના માળખાની વ્યવસ્થા થઈ જશે. ઘણાં વર્ષથી આ મુદ્દે નીતિ નિર્માતાઓ વચ્ચે વાતચીત ચાલી રહી છે. જો કે, અત્યાર સુધી જીએસટી કાઉન્સિલમાં અત્યાર સુધી આના પર કોઈ અંતિમ પ્રસ્તાવ રજૂ નથી કરી શકાયો. જો કાઉન્સિલે બન્ને દરોને મર્જ કરવાની મંજૂરી આપી દીધી હોત તો ઘી, માખણ, ચીઝ અને ચશ્મા મોંઘા થઈ જશે. ત્યારે, કિચનવેર્સ અને કપડા સસ્તા થઈ જશે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment