Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / May 16.
Homeન્યૂઝવિજય રૂપાણી-નીતિન પટેલના નેતૃત્વમાં ચૂંટણી લડવાની વાત કરનાર ભાજપે 27 દિવસમાં કર્યું નેતૃત્વ પરિવર્તન

વિજય રૂપાણી-નીતિન પટેલના નેતૃત્વમાં ચૂંટણી લડવાની વાત કરનાર ભાજપે 27 દિવસમાં કર્યું નેતૃત્વ પરિવર્તન

BHUPENDRA PATEL
Share Now

ગુજરાતમાં આગામી વર્ષ 2022 માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ચૂંટણીના એક વર્ષ પહેલા જ ભાજપે(BJP) રાજ્યના મુખ્યમંત્રી બદલી કાઢ્યા છે. કોઈને સહેજ પણ અંદાજ નહોતો કે વિજય રૂપાણી(Vijay Rupani) મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપશે. અને અચાનક વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું અને બીજા દિવસે એટલે ગઈ કાલે ભૂપેન્દ્ર પટેલના(Bhupendra Patel) રૂપમાં રાજ્યને એક નવા મુખ્યમંત્રી મળ્યા છે.

માત્ર 27 દિવસમાં ભાજપ પોતાની વાત પરથી ફરી ગઈ 

વિજય રૂપાણીએ અચાનક રાજીનામું આપીને સૌને ચોંકાવી નાખ્યા હતા. જો કે, આ બધું ત્યારે થયું જ્યારે લગભગ 27 દિવસ પહેલા ભાજપે જાહેરાત કરી હતી કે 2022 ની ચૂંટણી વિજય રૂપાણી અને નીતિન પટેલની જોડી સાથે લડવામાં આવશે. અને માત્ર 27 દિવસમાં ભાજપે પોતાની જ વાત પરથી ફરી જઈને મુખ્યમંત્રી બદલી કાઢ્યા છે. 

VIJAY RUPANI,BHUPENDRA PATEL

આ પણ વાંચો:CM ભૂપેન્દ્ર પટેલે નીતિન પટેલ સાથે કરી શુભેચ્છા મુલાકાત

નેતૃત્વ સંકટનો સામનો કરી રહ્યું ભાજપ 

નરેન્દ્ર મોદીએ જ્યારથી ગુજરાત છોડીને દિલ્હીની ગાદી સંભાળી ત્યારથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી નેતૃત્વ સંકટનો સામનો કરી રહ્યું છે. નરેન્દ્ર મોદીના ગયા પછી આનંદીબેન પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. પરંતુ તેમના કાર્યકાળમાં ગુજરાતમાં ત્રણ મોત આંદોલનો થયા હતા. અને તે આંદોલનોને આનંદીબેન પટેલ સરખી રીતે મેનેજ કરી શક્યા નહતા. અને ત્યારબાદ વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. હમણાં થોડા સમય પહેલા જ વિજય રૂપાણીએ મુખ્યમંત્રી તરીકે પાંચ વર્ષ પૂર્ણ કર્યા હતા. ત્યાં વિધાનસભાની ચૂંટણી પહેલા તેમણે પણ રાજીનામું આપ્યું અને ગુજરાતને ભૂપેન્દ્ર પટેલના રૂપમાં બીજા એક મુખ્યમંત્રી મળ્યા છે. 

નેતૃત્વ પરિવર્તનની જરૂર નથી કહીને સીએમ બદલી નાખ્યા 

મુખ્યમંત્રી વિજય રૂપાણીના શાસનના પાંચ વર્ષ પૂર્ણ થતાં સરકાર દ્વારા 1 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે 16 ઓગસ્ટના રોજ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે નિવેદન આપ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી(Bhartiya janta Party) વિજય રૂપાણી, નીતિન પટેલના(Nitin Patel) નેતૃત્વમાં આગામી વિધાનસભાની ચૂંટણી લડશે. કારણ કે લાંબા સમયથી ગુજરાતમાં નેતૃત્વ અંગે પ્રશ્નો ઉઠી રહ્યા હતા, આવી સ્થિતિમાં પાર્ટીએ કહ્યું હતું કે બંને નેતાઓ ખૂબ સારું કામ કરી રહ્યા છે, તેથી નેતૃત્વ પરિવર્તનની કોઈ જરૂર નથી. પરંતુ પાર્ટીએ પોતાની આ વાત પરથી ફરી ગઈ અને વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન કર્યું છે.  

ભાજપે આ નિર્ણય કેમ લેવો પડ્યો?

2017 ની વિધાનસભાની ચૂંટણીમાં વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીને જીતવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. તેમજ કોરોના સંકટ દરમિયાન, રાજ્ય સરકારની કામગીરી પર ઘણા પ્રશ્નો ઉભા થયા હતા. જેના કારણે રાજ્યમાં વિજય રૂપાણી(Vijay Rupani) પ્રત્યે પ્રજાનો ગુસ્સો વધી રહ્યો હતો. તેમજ ગુજરાતનાં પટેલ સમુદાયની નારાજગી લાંબા સમયથી ભાજપ સાથે હતી. આવી સ્થિતિમાં તમામ સમીકરણોને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભાની ચૂંટણીના(Gujarat Assembly) એક વર્ષ પહેલા મુખ્યમંત્રીનો ચહેરો બદલી નાખ્યો અને પટેલ સમાજના ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવ્યા છે. ભાજપે છેલ્લા કેટલાક દિવસોમાં કર્ણાટક, ઉત્તરાખંડના મુખ્યમંત્રી બદલ્યા છે. તેમજ ચૂંટણી બાદ આસામમાં પણ નેતૃત્વમાં ફેરફાર થયો હતો.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment