Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / June 25.
Homeન્યૂઝકાલુપુર રેલ્વે સ્ટેશન બ્લાસ્ટ કેસ: આરોપી 15 વર્ષ બાદ કાશ્મીરથી ઝડપાયો

કાલુપુર રેલ્વે સ્ટેશન બ્લાસ્ટ કેસ: આરોપી 15 વર્ષ બાદ કાશ્મીરથી ઝડપાયો

Gujarat ATS
Share Now

ગુજરાત એટીએસ (Gujarat ATS)ને ફરી એક વાર મોટી સફળતા મળી છે. એટીએસએ 2006 માં કાલુપૂર રેલ્વે સ્ટેશન પર થયેલા બ્લાસ્ટના આરોપીને બારામુલાથી ઝડપી પાડ્યો છે.

ગુજરાત એટીએસ (Gujarat ATS )ને મળી મોટી સફળતા

ગુજરાત એટીએસને વધુ એક મોટી સફળતા હાથ લાગી છે. પોલીસ મહાનિર્દેશક આશીષ ભાટિયાના દિશા નિર્દેશ હેઠળ એટીએસએ 2006 માં કાલૂપુર રેલ્વે સ્ટેશન પર થયેલા બ્લાસ્ટને લગતા ષડયંત્રમાં નાસતા-ફરતા આરોપીની બારામુલા ખાતે ધરપકડ કરી છે.

ઘટના શું છે?

મહત્વનું છે કે, ગુજરાત એટીએસને આરોપીઓ કાશ્મીર ખાતે હોવાની બાતમી મળી હતી. જેના આધારે એટીએસના એસએસપી દિપન ભદ્રન તથા ડીવાયએસપી બીએચ ચાવડા તથા પોલીસ ઇન્સ્પેક્ટર વીબી પટેલની ટીમે કાશ્મીર ખાતે પહોંચી વોન્ટેડ બે આરોપીને ઝડપી પાડ્યા હતા. ઉલ્લેખનિય છે કે, કાલુપુર રેલ્વે સ્ટેશનમાં આઇડી દ્વારા કરેલા બ્લાસ્ટની તપાસ દરમિયાન જાહેર થયુ હતુ કે, ભરૂચ ખાતે મદરેસામાં અસલમ કાશ્મિરી અને બશીર કાશ્મિરીની આગેવાની હેઠળ મદરેસામાં અભ્યાસ કરતા લોકોને કોમી રમખાણોની મુસ્લીમ કોમને થયેલા નુકસાનની અત્યંત ઉશ્કેરણીજનક ડીવીડીઓ બતાવી કોમી રમખાણોનો બદલો લેવા બ્રેઇન વોશ કરવામાં આવ્યુ હતુ. તે બાબતને લઇ અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુના હેઠળ વોન્ટેડ આરોપી બિલાલ અહેમદ ઉર્ફે બિલાલ કાશ્મીરી છેલ્લા 15 વર્ષથી નાસતો ફરતો હતો.

જણાવી દઇએ કે આરોપી બિલાલ વર્ષ 2006 માં ભરૂચના મદરેસામાં ભણતો હતો તે સમયે જ પ્રતિબંધીત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોયબા સાથે તે સંકળાયેલો હતો. તે આતંકી પ્રવૃતિ માટે ફંડ ઉઘરાવી ભરૂચમાં મદરેસામાં અભ્યાસ કરતા સહિતના મુસ્લીમ વિદ્યાર્થીઓને ધાર્મિક શિક્ષણના બહાના હેઠળ પોતાની વાતચીતથી અને ધાર્મિક કટ્ટરતાથી કાશ્મીરમાં મુસ્લીમો બાબતે ભ્રમ ફેલાવવાની વાતો કરી અન્ય વિદ્યાર્થીઓને પોતાની જાળમાં ફસાવ્યા હતા.

આ પણ વાંચો: Amit Jethwa murder case: હાઇકોર્ટે BJPના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીને જામીન પર છોડવા હુકમ કર્યો

આ આરોપીએ અનેક મુસ્લિમ અને ગરીબ લોકોને પોતાની જાળમાં ફસાવી અને પાકિસ્તાની આઇએસઆઇ એજન્સીના નેટવર્કનો ઉપયોગ કરી આ યુવાનોને ભારત વિરૂદ્ધ લડવા, તૈયાર કરવાનું કાવતરુ ઘડવા તથા ગુજરાતના કોમી રમખાણોનો બદલો લેવા ગુજરાતમાં તથા બહારના રાજ્યોમાં આતંકવાદી કૃત્યો કરવા માટે હથિયારો ચલાવવાની તથા બોમ્બ બ્લાસ્ટ કરવાની ટ્રેનિંગ માટે પીઓકે તથા પાકિસ્તાન મોકલ્યા હતા. જે પૈકીના આ ગુનામાં કુલ 9 આરોપીઓની અગાઉ અટક કરવામાં આવી હતી. હાલ અન્ય આરોપીને પણ બારામુલ્લા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે.

બિલાલ કાશ્મિરી અભ્યાસ કરતા લોકોને પીઓકે ખાતે ટ્રેનિંગ માટે ધકેલતો હતો

પોલીસ અધિકારી દિપન ભદ્રન દ્વારા તપાસ હાથ ધરતા જાણવા મળ્યુ કે, બશીર કાશ્મિરીનું વર્ષ 2015-16 દરમિયાન પોલીસ અથડામણમાં મોત થયુ હતુ. તપાસ દરમિયાન જાણવા મળ્યુ કે, બિલાલ કાશ્મિરી દ્વારા મદરેસામાં અભ્યાસ કરતા લોકોને લાઇન ઓફ કન્ટ્રોલ પાર કરાવી પીઓકે ખાતે આતંકવાદી ટ્રેનિંગ કેમ્પોમાં પહોંચાડવામાં આવતા હતા.

નાર્કોટીક્સનો આરોપી પણ ઝડપાયો

નોંધનીય છે કે, પોલીસે ઉનાવા ખાતેથી 10 કિલો ચરસનો જથ્થો પકડી પાડ્યો હતો. જેમાં પકડાયેલા આરોપીઓએ કબૂલાત કરી હતી કે, જથ્થો પહોંચાડનાર કાશ્મીરના વોન્ટેડ આરોપીઓએ આ અગાઉ આશરે 108 કિલો જેટલો જથ્થો અલગ-અલગ સમયે કાશ્મીરથી ગુજરાત મોકલ્યો છે. જે ગુનામાં અગાઉ આઠ આરોપીઓની અટક કરવામાં આવી હતી અને આ ચરસનો જથ્થો પહોંચાડનારા કાશ્મીરના આરોપીઓ આજદિન સુધી નાસતા ફરતા હતા જે પૈકી વોન્ટેડ આરોપી મોહમદ હુસૈન ઉર્ફે હુસેન અલી દારને કાશ્મીરના અનંતનાગ જિલ્લા ખાતેથી ઝડપી પાડ્યો છે.

માદક પદાર્થ ગુજરાતમાં કઇ રીત પહોંચાડવામાં આવતો હતો

આ સમગ્ર મામલાની તપાસ હાથ ધરતા જાણવા મળ્યું કે, અનંગનાગ અને દક્ષિણ કાશ્મીરનું વાતાવરણ ચરસની ખેતી માટે અનુકુળ હોય તેથી કાશ્મીરના અનંતનાગથી ગુજરાત, મહારાષ્ટ્ર તથા અન્ય રાજ્યોમાં વર્ષોથી મોટા પ્રમાણમાં ચરસ મોકલવામાં આવે છે, જે ચરસના વેચાણમાંથી મળેલા નાણાનો ઉપયોગ દેશવિરોધી પ્રવૃતિઓ તથા ષડયંત્રમાં થતો હોય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. આમ, આ માદક પદાર્થનો જથ્થો કોની પાસેથી મેળવવામાં આવતો હતો તે અંગેની તપાસ હાથ ધરતા જાણવા મળ્યુ કે, અનંતનાગ કાશ્મીર ખાતે રહેલા બશીર દાર અને તેના ભાઇ હુસેન અલી દાર દ્વારા કાશ્મીરથી ટ્રક દ્વારા ગુજરાત ખાતે અલગ-અલગ જગ્યાએ માદક પદાર્થ પહોંચાડવામાં આવતો હતો.

આરોપી એરફોર્સમાં નોકરી કરતો હતો

આ ગુનામાં ઝડપાયેલા આરોપી શંકરપ્રસાદ પહેલાં એરફોર્સમાં નોકરી કરતા હતો અને નોકરી છોડ્યા બાદ ચરસનો ધંધો કરવાનો શરૂ કર્યો હતો. આ તમામ ગેરપ્રવૃતિમાં તે એરફોર્સના આઇકાર્ડનો ઉપયોગ કરતો હતો. આટલા મોટા પ્રમાણમાં ચરસનો જથ્થો ગુજરાતમાં પહોંચાડનાર કાશ્મીરી ઇસમને પકડવો જરૂરૂ હોય જેથી માદક દ્રવ્યોના વેપારને અટકાવી શકાય તેથી આરોપીઓને પકડવા એટીએસ ગુજરાતની ટીમ ઘણા સમયથી પ્રયત્ન કરી રહી હતી જેને અંતે સફળતા હાથ લાગી છે.

ગુજરાત એટીએસ (Gujarat ATS )ને કઇ રીતે સફળતા મળી

મહત્વનું છે કે, આરોપીઓને પકડવા માટે ગુજરાત એટીએસ ઘણા સમયથી ડેટા એનાલીસીસ, સોશીયલ મીડિયા ઇન્ટેલીજન્સ તથા ટેક્નીકલ સર્વેલન્સની મદદ લઇ રહી હતી. આ તમામની મદદથી અધિકારીઓેને જમ્મુ કાશ્મીરના બારામુલા ખાતેથી ગુપ્ત ઓપરેશન પાર પાડવામાં સફળતા મળી છે.

ગુજરાત ATS ની પ્રેસ કોન્ફરન્સ જુઓ:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment