Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeન્યૂઝગુજરાત એટીએસએ ડ્રગ્સનો મુખ્ય સૂત્રધાર પકડાયો

ગુજરાત એટીએસએ ડ્રગ્સનો મુખ્ય સૂત્રધાર પકડાયો

Drugs Bhuj
Share Now

ગુજરાત એટીએસએ ડ્રગ્સના ચાર ગુનાના વોન્ટેડ મુખ્ય સુત્રધાર શાહિદ કાસમ સુમરાની દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. ઝડપાયેલા આરોપીને આજે ભુજની સ્પેશિયલ એનડીપીએસ કોર્ટમાં રજૂ કરાયો હતો.

ગુજરાત એટીએસ, પંજાબ એસટીએફ અને એનઆઈએ દ્વારા શાહિદ કાસમ વિરૂદ્ધ ડ્રગ્સ સિઝર તરીકેના એનડીપીએસ એક્ટ હેઠળ વિવિધ ચાર ગુના નોંધાયા છે. આ તમામ ગુનાઓમાં માંડવીના શાહિદ કાસમ સુમરાની સંડોવણી ખુલી હતી. અંદાજે રપ૦૦ કરોડથી વધુની કિંમતના પ૩૦ કિલો હેરોઈન – ડ્રગ્સના સિઝર કેસમાં આરોપી વોન્ટેડ હતો. આ કુખ્યાત શખ્સ વિરૂદ્ધ કચ્છના જખૌના દરિયામાંથી અંદાજે દોઢસો કરોડનો ૩૦ કિલો ગ્રામ હેરોઈનનો જથ્થો ઘુસાડવા સહિતના કેસો નોંધાયેલા છે. ત્યારે આ કેસ સંદર્ભે ગુજરાત એટીએસ દ્વારા ભુજની સ્પેશિયલ એનડીપીએસ કોર્ટમાં કોર્ટમાં રજૂ કરાયો હતો.

Crime Bhuj

ગત 15મી એપ્રિલે ગુજરાત એટીએસએ જખૌના દરિયામાં કોસ્ટગાર્ડ સાથે ઓપરેશન પાર પાડીને દોઢ સો કરોડના 30 કિલો હેરોઈનના જથ્થા સાથે 8 પાકિસ્તાનીઓને ઝડપી પાડ્યા હતા. આ ડ્રગ્સ પાકિસ્તાનથી ભારત ઘુસાડવામાં મુખ્ય સુત્રધાર તરીકે શાહિદ કાસમ સુમરાની સંડોવણી ખુલી હતી. જખૌના દરિયેથી પાકિસ્તાનની નુહ નામની બોટ મારફતે ડ્રગ્સનો જથ્થો કચ્છમાં ઘુસાડીને કચ્છથી પંજાબ મોકલવાનો હતો. જો કે ગુજરાત એટીએસએ જે તે વખતે મળેલા ઈનપુટસને આધારે ડ્રગ્સ માફિયાઓના મનસુબા નાકામ બનાવ્યા હતા. ત્યારે આ ગુનામાં સંડોવાયેલા શાહિદ કાસમ સુમરાએ દોઢ સો કરોડના જંગી ડ્રગ્સનો જથ્થો કોની પાસેથી મેળવ્યો હતો… અન્ય આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ હેન્ડલર સાથે તેની શું કડીઓ છે… આતંકી સંગઠનોને પણ તે ફન્ડીંગ કરતો હોવાનું એટીએસની તપાસમાં સામે આવ્યું છે. ત્યારે તે સહિતની તમામ બાબતોની ઝીણવટભરી તપાસ માટે આરોપી શાહિદ કાસમ સુમરાના 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી.

આ પણ જુઓ : સમસ્યાનું સમાધાન

ભુજની સ્પેશિયલ એનડીપીએસ કોર્ટ આરોપીના આઠ દિવસના રિમાન્ડ મજુર કર્યા છે .કરોડો રૂપિયાના ડ્રગ્સ કેસમાં ઝડપાયેલ શાહિદ સુમરાની પૂછપરચ દરમિયાન અનેક ખુલાસા થવાની શક્યતા છે.

Gov Advocate

પાકિસ્તાનના આકાઓ સાથે મળી ભારતમાં ડ્રગનો જથ્થો ઘુસેડવાના માસ્ટર માઇન્ડ અને દિલ્ડી એરપોર્ટથી ગુજરાત એટીએસના હાથે પકડાયેલા માંડવીના કુખ્યાત શાહિદ કાસમ સુમરાને એટીએસ દ્રારા 14 દિવસના રિમાન્ડની માગણી સાથે ભુજ સ્પેશીયલ એનડીપીએસની કોર્ટમાં રજુ કરાતાં અદાલતે આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. એનડીપીએસના અલગ અલગ ચાર ગુનાઓમાં વોન્ટેડ મુખ્ય સુત્રધાર માંડવીના શાહિદ કાસમ સુમરા અંદાજે 2500કરોડથી વધુની કિંમતના 530 કિલો હેરોઈન ડ્રગ્સના સિઝર કેસમાં ફરાર હતો.

કચ્છમાં લાંબા સમયથી ચાલે છે બેઝ ઓઈલનો કાળો કારોબાર

કચ્છમાં પોલીસ દ્વારા થોડા દિવસોથી જુદી જુદી જગ્યાએથી બેઝ ઓઈલનો જથ્થો પડવામાં આવે છે. પરંતુ, કચ્છ જિલ્લામાં લાંબા સમયથી પોલીસ અને પુરવઠા વિભાગના નાક નીચે કાળો કારોબાર ચાલે છે. એવો આક્ષેપ જિલ્લા પંચાયતના માજી વિપક્ષીનેતા વી. કે. હુંબલે કર્યો છે.

વી. કે. હુંબલે વધુમાં જણાવ્યું છે કે, ઓઈલ કંપનીઓ અને પેટ્રોલ ડિલરો મારફતે અવારનવાર સરકારમાં રજુઆત કરાય છે. આમ છતાં દિન પ્રતિદિન વધી રહ્યો છે. જેનું મુખ્ય કારણ સરકારની રહેમ નજર તળે આયોજનબદ્ધ રીતે થઈ રહ્યું છે. પરંતુ, હવે અચાનક પોલીસ ઉપર દબાણ કેમ આવ્યું છે એ પ્રશ્ન વિચારવા જેવું છે.

Black Oil

હકીકતમાં વિદેશોથી આયાત કરવાનું કામ મોટા ગજાના કેન્દ્રીય મંત્રીના પુત્ર મારફતે થતું હતું, જે કાૈભાંડમાં ગુજરાતના મોટા ગજાના નેતાના પુત્ર સંભાળી રહ્યા હતા. કચ્છમાં પણ જિલ્લા ભાજપમાં મહત્ત્વનો હોદો ધરાવતા નેતાઓના સહકાર અને સીધી દોરવણી તળે પોલીસથી વ્યવસ્થિત સેટિંગથી ખુલ્લેઅામ ચાલી રહ્યો છે.

કેમ કે, મોટા હપ્તા સરકારના ગૃહ વિભાગ, પોલીસ અને પુરવઠા વિભાગને પહોંચે છે. જેની ફરિયાદો પી.એમ.ઓ. સુધી પહોંચતા રાજ્ય સરકાર ઉપર કાર્યવાહી કરવા દબાણ આવ્યું છે. જેના પગલે કચ્છમાં પણ દરોડા પડી રહ્યા છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment