Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / August 10.
Homeન્યૂઝગુજરાત ભાજપના નવા સંગઠન મહામંત્રી આવતી કાલે સાંભળશે ચાર્જ

ગુજરાત ભાજપના નવા સંગઠન મહામંત્રી આવતી કાલે સાંભળશે ચાર્જ

BJP,GUJARAT,GUJARATI NEWS,NEWS IN GUJARATI
Share Now

ગુજરાત(GUJARAT)વિધાનસભાની ચૂંટણીને હજુ દોઢ વર્ષનો સમય બાકી છે. ત્યારે ભાજપે ગુજરાત સંગઠનમાં મહત્વનો ફેરફાર કર્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા દ્વારા ગઈ કાલે ઉત્તરપદેશના રહેવાસી અને બિહારના હાલના સંગઠન મહામંત્રીને ગુજરાતમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. રત્નકરને ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે રત્નકર આવતીકાલે વિધિવત રીતે પોતાનો ચાર્જ સંભાળશે.

ગુજરાત ભાજપમાં મહત્વનો ફેરફાર  

ગુજરાતમાં(GUJARAT) ભાજપ દ્વારા  મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે.  બિહારના(BIHAR) સહ-સંગઠન મહામંત્રી રત્નકરને ગુજરાત ભાજપમાં મોટી જવાબદારી આપવામાં આવી છે. આગામી વર્ષ 2022 માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજવાની છે. ત્યારે તેને ધ્યાને લઈને ભાજપે આ મહત્વનો ફેરફાર કર્યો છે. છેલ્લા દોઢ દાયકાથી ભીખુભાઈ દલસાણિયા ગુજરાત ભાજપમાં સંગઠન મહામંત્રીની જવાબદારી સંભાળી રહ્યા હતા. ત્યારે હવે  રહેલા તેમના સ્થાને રત્નાકરને આ જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે જ ભાજપમાં રત્નાકરનું નામ સૌથી ઝડપથી વિકસતા યુવા વ્યૂહરચનાકારોમાંનું એક બની ગયું છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP Android: http://bit.ly/3ajxBk4 IOS: http://apple.co/2ZeQjTt

 

આ પણ વાંચો:ગુજરાત ભાજપના સંગઠનમાં કરાયો મહત્વનો ફેરફાર

રત્નકર બિહારના સંગઠન મહામંત્રી રહી ચૂક્યા છે 

રત્નકર મૂળ ઉત્તરપ્રદેશના દેવરિયાના રહેવાસી છે.  રત્નકર બિહારના સંગઠન મંત્રી તરીકે જવાબદારી સાંભળી રહ્યા હતા. ત્યારે હવે તેમણે બિહારમાંથી હટાવીને ગુજરા(GUJARAT) ભાજપના સંગઠન મહામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આમ ભાજપે એક સાથે ત્રણ રાજ્યોને એક કર્યા છે. હાલમાં, રત્નકર બિહારના સહ-સંગઠન મંત્રીની જવાબદારી સાંભળી રહ્યા હતા. બિહારમાં યોજાયેલ 2020 ની વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ રત્નકરને બિહાર મોકલવામાં આવ્યા હતા. આ પહેલા, બિહારમાં ભાજપના એકમાત્ર સહ-સંગઠન મંત્રી માત્ર શિવ નારાયણ હતા. પરંતુ રત્નકરને બિહારમાં ગ્રાસરૂટ લેવલ પર ભાજપના સંગઠનને વધુ મજબુત બનાવવાના ઉદ્દેશથી બિહાર સંગાથન મહામંત્રીની જવાબદારી સોંપવામાં આવી હતી. 

નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથન મતવિસ્તારમાં સંગઠનની કામગીરી કરી ચૂક્યા છે 

વર્ષ 2018 માં ઉત્તરપ્રદેશમાં લોકસભાની ચૂંટણી યોજાઇ હતી. ત્યારે યોગી આદિત્યનાથનો ગઢ ગણાતી ગોરખપુર લોકસભા સીટ પર ભાજપની હાર થતાં પાર્ટીએ સંગઠનાત્મક સ્તરે મહત્વનો નિર્ણય લીધો હતો. અને કાશીના પ્રાદેશિક સંગઠન મંત્રી તરીકે રત્નાકરને ગોરખપુર પ્રદેશની જવાબદારી સોંપવામાં આવી હતી. આમ ગોરખપુર અને કાશી આ બે વિસ્તારમાં રત્નકરને સંગઠન મંત્રી બનાવવાનું પરિણામ 2019 ની લોકસભા ચૂંટણીમાં દેખાયુ હતું. જેને ધ્યાને લઈને પાર્ટીએ રત્નકરને બિહારના સહ-સંગઠન મંત્રીની જવાબદારી સોંપી હતી. 

bjp,gujarati news,gujarat,political news

 વિધાનસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે કરાયો નિર્ણય 

ગુજરાતમાં આગામી વર્ષ 2022 માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડએ ગુજરાત સંગઠનના મહામંત્રીની જવાબદારી બિહારના હાલના સહ સંગઠનમંત્રી રત્નકરને સોંપી છે.  ગુજરાત ભાજપમાં ભીખુભાઈ દલસણિયા છેલ્લા દોઢ દાયકાથી સંગઠન મહામંત્રી તરીકે ફરજ બજાવી રહ્યા છે. ત્યારે હવે તેમના સ્થાને રત્નકરને આ જવાબદારી સોંપવામાં આવી છે. જેને લઈને ગુજરાતનું રાજકારણ હાલ ગરમાયું છે. 

ઉલ્લેખનીય છે કે,ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હજુ દોઢ વર્ષનો સમય બાકી છે. ત્યારે ભાજપે ગુજરાત સંગઠનમાં મહત્વનો ફેરફાર કર્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ગઈ કાલે ઉત્તરપદેશના રહેવાસી અને બિહારના હાલના સંગઠન મહામંત્રીને ગુજરાતમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. રત્નકરને ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે રત્નકર આવતીકાલે વિધિવત રીતે પોતાનો ચાર્જ સંભાળશે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment