Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝનિવૃતિના ત્રણ દિવસ પહેલા આ IPS અધિકારી બન્યા દિલ્હીના પોલીસ કમિશ્નર

નિવૃતિના ત્રણ દિવસ પહેલા આ IPS અધિકારી બન્યા દિલ્હીના પોલીસ કમિશ્નર

RAKESH ASTHANA, IPS OFFICER, DELHI POLICE, POLICE COMMISNOR
Share Now

ગુજરાત કેડરના IPS અધિકારી રાકેશ અસ્થાનાને(RAKESH ASTHANA) દિલ્હી પોલીસના નવા કમિશ્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ બાબતની જાણકારી ગૃહ મંત્રાલયે ગઈ કાલ મંગળવારના રોજ આપી હતી. રાકેશ આસ્થાના અત્યારે બીએસએફના ડાયરેક્ટર જનરલ છે. રાકેશ આસ્થાનની નિવૃતિના ત્રણ દિવસ બાકી છે. ત્યારે તેમને દિલ્હી પોલીસ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બાકી  તેઓ હવે દિલ્હીના હાલના પોલીસ કમિશ્નર બાલાજી શ્રીવાસ્તવનું સ્થાન લેશે. દિલ્હી પોલીસ કમિશ્નર તરીકે તેમનો કાર્યકાળ 1 વર્ષનો રહેશે.

AGMUT કેડરની બહારના અધિકારીની નિયુક્તિ 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની(Narendra Modi) અધ્યક્ષતા હેઠળની કેબિનેટની નિમણૂક સમિતિ (એસીસી) એ AGMUT કેડરની બહારના અધિકારી રાકેશ આસ્થાનાને(RAKESH ASTHANA) દિલ્હી પોલીસ કમિશ્નર તરીકે નિયુક્ત કર્યા છે. એવા બહુ ઓછા દાખલા છે કે જ્યારે AGMUT કેડરની બહારના IPS અધિકારીની દિલ્હી પોલીસ કમિશ્નર તરીકે નિમણૂક કરવામાં આવી હોય. 

RAKESH ASTHANA, IPS OFFICER, DELHI POLICE, POLICE COMMISNOR

PC-NDTV

આ પણ વાંચો:દીકરીઓએ બનાવ્યું આ ગામને ગોલ્ડ મેડાલિસ્ટ ગામ!

કોણ છે રાકેશ અસ્થાના?

1984 બેચના આઈપીએસ અધિકારી રાકેશ અસ્થાનાનાનો(RAKESH ASTHANA) જન્મ તે વખતના બિહાર અને હાલના ઝારખંડમાં થયો હતો. તેમના પિતા હરેકૃષ્ણ આસ્થાના ઝારખંડની નેતરહાટ સરકારી શાળામાં શિક્ષક હતા. અહીંથી, અસ્થાના મેટ્રિકની પરીક્ષા પાસ કર્યા બાદ વધુ અભ્યાસ માટે રાંચી ગયા હતા. રાંચીની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી તેમણે આગળનો અભ્યાસ કર્યો હતો. સિવિલ સર્વિસની પરીક્ષામાં થયા બાદ તેમની આઈપીએસમાં પસંદગી થઈ હતી. 

ઘાસચારા કૌભાંડની તપાસમાં મહત્વની ભૂમિકા ભજવી હતી

બિહારમાં ઘાસચારા કૌભાંડની તપાસમાં રાકેશ અસ્થાનાની મહત્વની ભૂમિકા રહી હતી. તેમણે સીબીઆઇના એસપીના હોદ્દા પર રહીને  ઘાસચારા કૌભાંડની તપાસ કરી હતી. રાકેશ અસ્થાનાની ગણતરી ઝડપથી કામ કરનાર અધિકારીઓમાં થાય છે. રાકેશ અસ્થાના તે જ અધિકારી છે જેમની દેખરેખ હેઠળ સુશાંત સિંહ-રિયા ચક્રવર્તી ડ્રગ્સ કનેક્શન કેસમાં બે એફઆઇઆર નોંધાઈ હતી.

RAKESH ASTHANA, IPS OFFICER, DELHI POLICE, POLICE COMMISNOR

સીબીઆઈમાં સ્પેશ્યલ ડિરેક્ટર પણ હતા

આ પહેલા રાકેશ અસ્થાના સીબીઆઈમાં સ્પેશ્યલ ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે. અને સુરતમાં કમિશનર તરીકે ફરજ પર હતા ત્યારે તેમણે તેમની દેખરેખ હેઠળ આસારામ કેસમાં મહત્વપૂર્ણ તપાસ કરી હતી. જેમાં આસારામ અને તેના પુત્રની પણ ધરપકડ કરવામાં આવી હતી. બીએસએફમાં હતા ત્યારે રાકેશ અસ્થાનાએ ઘણા મોટા ઓપરેશનનું નેતૃત્વ કર્યું છે. આ સિવાય, NCBમાં રહીને તેમણે દિલ્હી, મુંબઇ અને દેશના ઘણા રાજ્યોમાં ડ્રગ્સના મોટા મોટા ઓપરેશન કર્યા છે. તાજેતરમાં જ રાકેશ અસ્થાનાની સીબીઆઈ ડિરેક્ટરના નામે પણ ચર્ચા થઈ હતી.

પીએમ નરેન્દ્ર મોદી અને અમિતશાહના ખાસ મનાય છે આસ્થાના 

રાકેશ અસ્થાનાનો જન્મ તે સમયના બિહાર અને હાલમાં ઝારખંડ રાજ્યની રાજધાની રાંચીમાં થયો હતો. આઈ.પી.એસ. અધિકારી તરીકે ગુજરાતમાં લાંબા સમય સુધી કામ કરવાના કારણે રાકેશ અસ્થાનાને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહની નજીકના માનવામાં આવે છે. જોકે, અસ્થાનાનું નામ ઘણા વિવાદો સાથે સંકળાયેલું છે. થોડા વર્ષો પહેલા હૈદરાબાદના એક ઉદ્યોગપતિ સતિષ સના દ્વારા તેમની સામે ભ્રષ્ટાચારના આરોપો કરવામાં આવ્યા હતા. ત્યારે આ મામલે રાકેશ અસ્થાના અને તત્કાલીન સીબીઆઈ ડિરેક્ટર આલોક વર્મા સામ-સામે આવી ગયા હતા. જેને લીધે થઈને સીબીઆઈ ઘણી બદનામી થઈ હતી.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત કેડરના IPS અધિકારી રાકેશ અસ્થાનાને દિલ્હી પોલીસના નવા કમિશ્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ બાબતની જાણકારી ગૃહ મંત્રાલયે ગઈ કાલ મંગળવારના રોજ આપી હતી. રાકેશ આસ્થાના અત્યારે બીએસએફના ડાયરેક્ટર જનરલ છે. રાકેશ આસ્થાનની નિવૃતિના ત્રણ દિવસ બાકી છે. ત્યારે તેમને દિલ્હી પોલીસ કમિશ્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બાકી  તેઓ હવે દિલ્હીના હાલના પોલીસ કમિશનર બાલાજી શ્રીવાસ્તવનું સ્થાન લેશે. દિલ્હી પોલીસ કમિશ્નર તરીકે તેમનો કાર્યકાળ 1 વર્ષનો રહેશે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment