Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeન્યૂઝAAP, ભાજપ બાદ હવે કોંગ્રેસ પણ આવ્યું એક્શનમાં

AAP, ભાજપ બાદ હવે કોંગ્રેસ પણ આવ્યું એક્શનમાં

GUJARAT CONGRESS
Share Now

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય બેઠકોનો દોર શરુ થઈ ગયો છે. બે દિવસ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. ત્યારબાદ ભાજપના પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવે ગુજરાત ભાજપના નેતાઓ સાથે બેઠક યોજી હતી. અને હવે કોંગ્રેસે(CONGRESS) પણ આવનાર વિધાનસભાની ચૂંટણીને લઈને બેઠક શરુ કરી છે. આજે પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના બંગલે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, અર્જુન મોઢવાડિયા, હાર્દિક પટેલ, ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ, દિપક બાબરીયા, અને મધુસુદન મિસ્ત્રી હાજર રહેશે. વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી અને ભાજપ બાદ હવે કોંગ્રેસ પણ હવે એક્શનમાં આવી ચુકી છે.

ગુજરાત કોંગ્રેસનું નેતૃત્વ કોના હાથમાં?

સ્થાનિક સ્વારાજની ચૂંટણીમાં કારમી હાર થયા બાદ ગુજરાત કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પોતાના પદ પરથી રાજીનામુ આપ્યું હતું. અને ગુજરાત કોંગ્રેશન પ્રદેશ પ્રભારી રાજીવ સાતવનું થોડા સમય પહેલા કોરોનને કારણે નિધન થયું હતું. અને હજુ સુધી નવા પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી નથી. કોંગ્રેસ હાઇકમાન્ડમાં ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ, વિધાનસભા વિપક્ષના નેતા અને ગુજરાત કોંગ્રેસ પ્રભારીને લઈને જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. ત્યારે આવનારી ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસનું નેતૃત્વ કોના હાથમાં આવશે તેના પર સૌ કોઇની નજર રહેલી છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષની રેસમાં ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડીયા, શક્તિસિંહ ગોહેલ અને હાર્દિક પટેલનું નામ મોખરે છે. ત્યારે એકબાજુ ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવા માટે નવા ચહેરાઓ મૂકવામાં આવે તેવી પણ ચર્ચા ચાલી રહી છે.

ARVIND KEJRIWAL

IMAGE CREDIT- TWITTER @ARVIND KEJRIWAL

વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ સામે છે મોટા પડકારો

ગુજરાતના કોંગ્રેસની પ્રવર્તમાન સ્થિતિની વાત કરવામાં આવે તો 25 વર્ષથી સત્તાથી દુર છે. તો બીજી બાજુ હાલ ગુજરાત કોંગ્રેસ પાસે સ્થાનિક નેતૃત્વ જ નથી.હાલમાં થયેલ 2021ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસની ખુબજ ખરાબ રીતે હાર થઈ હતી. ઘણી બધી જગ્યાએતો કોંગ્રેસ ખાતું પણ ખોલાવી નથી શકી. ત્યારે ગુજરાત કોંગ્રેસને આવનાર વિધાનસભાની ચૂંટણીમાં ફરી કઈ રીતે બેઠી કરવી તે સૌથી મોટો પડકાર છે. એક બાજુ આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખુબજ ઝડપથી આગળ વધી રહી છે. તો બીજી બાજુ અસુદ્દીન ઓવેશીની પાર્ટી AIMIM પણ ગુજરાતમાં ખુબજ સક્રિય રીતે આગળ વધી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી સામે છે ત્યારે આ બધા પડકારો નો સામનો કરવા માટે કોંગ્રેસ પાસે કોઈ સ્થાનિક નેતૃત્વ જ નથી. ત્યારે આવનાર સમયમાં ભાજપ(BJP) અને આમ આદમી પાર્ટી(AAP) અને AIMIMને કઈ રીતે ટક્કર આપશે? એ પણ એક ચર્ચાનો વિષય છે.

આ પણ વાંચો:વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ થયું સક્રિય

શું છે ગુજરાતની રાજકીય સ્થિતિ?

પ્રવર્તમાન સમયમાં ગુજરાતના રાજકારણની વાત કરવામાં આવે તો ગુજરાત એ ભાજપનો ગઢ માનવામાં આવે છે. ભાજપ ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી શાસન કરે છે. અને વિપક્ષ તરીકે કોંગ્રેસ પ્રજાની નસ પારખવામાં નબળી પુરવાર થઇ છે. તેવામાં આમ આદમી પાર્ટી ત્રીજા વિકલ્પ તરીકે ગુજરાતમાં ખુબજ ઝડપથી આગળ વધી રહી છે. અને તેને જન સમર્થન પણ મળી રહ્યું છે. ગુજરાતના ઇતિહાસમાં ઘણા પક્ષોએ ચૂંટણી જીતવાનો પ્રયાસ કર્યો પરંતુ ભાજપ કોંગ્રેસ સિવાય ત્રીજો પક્ષ ક્યારેય ગુજરાતમાં ચાલ્યો નથી. આ બધી પરિસ્થિતિમાં આમ આદમી પાર્ટી કઈ રીતે આગળ વધશે તે પણ એક ચર્ચાનો વિષય છે.શું ગુજરાતના રાજલકરણમાં આમ આદમી પાર્ટી સરકાર બનાવી ઇતિહાસ રચશે? કે પછી કોંગ્રેસ આક્ષેપ કરે છે એ રીતે તેમના વોટ કપાવીને ભાજપને ફાયદો કરાવશે? આ બધા પ્રશ્નો અને ચર્ચાઓને જોતા આવનાર વિધાનસભાની ચૂંટણી ઘણી રોમાંચક હશે તેવું લાગી રહ્યું છે.

No comments

leave a comment