Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝકોણ બનશે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી?

કોણ બનશે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી?

GUJARAT CONGRESS, AVINASH PANDE
Share Now

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રાજીવ સાતવનું કોરોનાથી નિધન થતા ગુજરાત પ્રદેશ પ્રભારીનું પદ ખાલી પડયું છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારીના ખાલી પડેલા પદ માટે ઘણા નેતાઓના નામ ચાલી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારીને લઈને અગાઉ સચિન પાયલોટ અને કેરળના પૂર્વ ગૃહમંત્રી રમેશ ચેન્નીથલાનું નામ ચાલી રહ્યું છે. ત્યારે હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી માટે અવિનાશ પાંડેનું નામ ચર્ચાવવાનું ચાલુ થઇ ગયું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાત પ્રદેશ પ્રભારી તરીકે અવિનાશ પાંડેનું(AVINASH PANDEY) નામ લગભગ ફાઇનલ થઇ ચૂક્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારીના ખાલી પડેલા પદની જવાબદારી કોંગ્રેસ હાઇકમાન્ડ કોને આપશે? તે એક મોટો પ્રશ્ન છે.

અશોક ગેહલોતના ખાસ છે અવિનાશ પાંડે

ગુજરાત કોંગ્રેસના ખાલી પડેલા પ્રદેશ પ્રભારીના પદ માટે હાલ અવિનાશ પાંડેનું(AVINASH PANDEY) નામ ચાલી રહ્યું છે. અવિનાશ પાંડે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના ખાસ માણસ તરીકે ગણાય છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારીના પદ માટે અવિનાશ પાંડેનુ નામ લગભગ નક્કી મનાઇ રહ્યુ છે. બીજી બાજુ કેરળના સાંસદ અને પૂર્વ ગૃહરાજ્ય મંત્રી રમેશ ચેન્નીથલાનું નામ પણ આ રેસમાં ચાલી રહ્યું છે. અને તેમને ગુજરાત કોંગ્રેસની કમાન સોપવામાં આવે તેવી ચર્ચા ચાલી રહી છે. કોંગ્રેસ હાઇકમાન્ડે રમેશ ચેન્નીથલાને આ મુદ્દે દિલ્હી બોલાવ્યા છે. ગઈ કાલે 24 જૂનના રોજ રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજરી આપવા આવ્યા હતા. ત્યારે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ રાહુલ ગાંધી સમક્ષ પ્રદેશ પ્રભારીની વહેલીતકે નિમણૂંક કરવા રજૂઆત કરી હતી.

ASHOK GEHLOT, AVINASH PANDE

PC- PATRIKA

આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરનું ગુપકાર ગઠબંધન ફરી એકવાર ચર્ચામાં

કોંગ્રેસના નેતાઓની અંદરોઅંદરની ખેંચતાણ

ગુજરાતમાં કોંગ્રેસ સતત હારી રહી છે. તે પછી વિધાનસભાની ચૂંટણી હોય કે પછી વિધાનસભાની પેટાચૂંટણીમાં હોય દરેક ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો છે. તેમજ લોકસભાની તમમ 26 સીટો પર પણ કોંગ્રેસની હાર થઇ છે. વધુમાં સ્થાનિક સ્વારાજની ચૂંટણીમાં તો કોંગ્રેસના સુપડાંજ સાફ થઇ ગયા હતા. ગુજરાતમાં છેલ્લા કેટલાંય વર્ષોથી કોંગ્રેસ ગુજરાતમાં સત્તાથી દૂર છે. ત્યારે હજુય કોંગ્રેસના નેતાઓ પોતાની અંદરોઅંદરની ખેંચતાણથી બહાર આવી શક્યા નથી. સ્થાનિક સ્વારાજની ચૂંટણીમાં હાર થતાં અમિત ચાવડા અને પરેશ ધાનાણી રાજીનામુ આપી ચૂક્યા છે. પ્રદેશ માળખુ વિખેરી દેવાયું છે. રાજીવ સાતવના અવસાન બાદ પ્રદેશ પ્રભારીની નિયુક્તિ થઇ નથી. બધુ વેરવિખેર છે તેમ છતાંય કોંગ્રેસની જૂથબંધી યથાવત ચાલી રહી છે.

વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ કેટલી સજ્જ?

ગુજરાતમાં 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ગુજરાતમાં આ વખતે ત્રિપાંખીયો જંગ થવાનો છે. જેને લઈને ભાજપ અને AAP દ્વારા બેઠકોનો દોર શરૂ થઇ ગયો છે. બન્ને રાજકીય પાર્ટીઓના નેતાઓ ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે. તો બીજી બાજુ ગુજરાત કોંગ્રેસ પોતાના સ્થાનિક નેર્તુત્વની તલાશમાં છે. સ્થાનિક સ્વારાજની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઈ હતી. તેને લઈને ગુજરાત કોંગ્રેસના પદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધું હતું. તો બીજી બાજુ ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવનું કોરોનાને કારણે અવસાન થયું હતું. જેને લઈને ગુજરાત કોંગ્રેસના ત્રણ મહત્વના પદો ખાલી પડ્યા છે. અને હજુ સુધી તેને લઈને હાઇકમાન્ડ તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. ત્યારે ગુજરાત કોંગ્રેસ પોતાના સ્થાનિક નેતૃત્વની તલાશમાં છે. હવે જોવું રહ્યું કે ગુજરાત કોંગ્રસની કમાન કોને સોંપવામાં આવશે? વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસની હાલની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો ભાજપ અને આમ આદમી પાર્ટી પુરી સક્રિયતાથી મેદાનમાં કૂદી પડી છે. જયારે બીજીબાજુ કોંગ્રેસ તેનાનેતૃત્વની તલાશમાં છે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment