અમદાવાદ : કોરોનાકાળમાં સામાન્ય વ્યક્તિઓના દેવાના ભારણમાં પણ વધારો થયો છે તો પછી સરકારનું દેવું તો વધે જ ને ? જોકે ગુજરાત સરકારના દેવા(Gujarat Debt)માં પણ આ વર્ષે વધારો થયો છે અને આગામી સમયમાં ગુજરાતની બેલેન્સશીટ પણ દબાણ રહેવાની આશંકા છે.
Gujarat Debt
ગુજરાત વિધાનસભાના બે દિવસના મોનસૂન સત્રના બીજા અને અંતિમ દિવસે કોંગ્રેસના ધારાસભ્યના સવાલોના જવાબમાં ગુજરાતની સત્તારૂઢ બીજેપી સરકારના નાણામંત્રીએ લેખિતમાં જવાબ આપ્યો છે કે રાજ્યનું દેવું(Gujarat Debt) વર્ષ 2020-21માં 33, 864 કરોડનો વધારો થયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સરકારી જાવકમાં ઘટાડા અને સરકારે મૂકેલ મૂડી ખર્ચ કાપ છતા છેલ્લા બે વર્ષમાં ગુજરાતને માથે દેવું 60,000 કરોડ વધી ગયું છે.
કોંગ્રસ ધારાસભ્ય નિરંજન પટેલે પૂછેલા સવાલનો સરકારે જવાબ આપ્યો છે. ગુજરાત વિધાનસભાના પ્રશ્ર્નોત્તરી કાળમાં ગુજરાત પર દેવા(Gujarat Debt)ના વિપક્ષના સવાલમાં સરકારે આંકડા રજૂ કર્યા છે. ગુજરાતનું જાહેર દેવું 3 લાખ કરોડને પાર થયુ છે. વર્ષ 2020-21માં દેવામાં 33, 864 કરોડનો વધારો થયો છે. જ્યારે વર્ષ 2019-20માં દેવામાં 26,791 કરોડનો વધારો થયો છે.
આ પણ વાંચો : ગ્રહણ: હવે વિશ્વના સૌથી ધનિક અબજોપતિએ લીધા છૂટાછેડા
સરકારની આવકમાં ઘટાડો નહિ
કોરોનાકાળમાં સરકારની આવકમાં ઘટાડો નથી થયો તેમ કોંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠોડના સવાલનો સરકારે લેખિતમાં જવાબ આપ્યો છે. સપ્ટેમ્બર 2019થી ઓગસ્ટ 2020 સુધીમાં ગુજરાત સરકારને 29,257 કરોડની આવક થઈ છે. આ સમય ગાળામાં વેટમાં સરકારને 20,036 કરોડની આવક થઈ છે. સપ્ટેમ્બર 2020થી ઓગસ્ટ 2021 દરમિયાન સરકારને રાજ્યમાં 38,645 કરોડની આવક જ્યારે વેટમાં 25,456 કરોડની આવક થઈ છે.
કૂદકે ને ભૂસકે વધતું દેવું
અત્રે એ નોંધવું જોઇએ કે ગુજરાત સરકારનું દેવું(Gujarat Debt) કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે. રીપોર્ટ અનુસાર રાજ્ય સરકારે નાણાંકીય વર્ષ 2020-21માં 3,00,959 કરોડ રૂપિયાનું દેવું હોવાનું સ્વીકાર્યું છે. 2019-20માં 26,791 કરોડ અને 2020-21માં 33,864 કરોડ દેવું વધ્યું હોવાના આંકડા બહાર આવી રહ્યાં છે.
31 માર્ચ, 2021ના અંતે સરકારનું જાહેર દેવું(Gujarat Debt) રૂ. 3,00,959 કરોડ થયું છે. 2021-22 અને 2022-23ના અંતે આ જાહેર દેવું રૂ. 3,27,124 કરોડ અને રૂ. 3,71,989 કરોડ અનુક્રમે રહેવાની આશંકા છે. જોકે ચોંકાવનારો આંકડો એ છે કે 2023-24ના અંતે એ રૂ. 4,10,989 કરોડ વટોળી જવાનો અંદાજ છે. વર્ષ 2018-19ના અંતે જાહેર દેવું રૂ. 2,40,305 કરોડ હતું.
આ પણ વાંચો : Naykaa vs અંબાણી : રિલાયન્સ ઓનલાઈન કોસ્મેટીક અને પર્સનલે કેયર કારોબારમાં ઝંપલાવશે
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4